પીએમ કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો ઓગસ્ટ અને નવેમ્બર વચ્ચે આવવાનો છે. ગત વખતે ઓગસ્ટના બીજા સપ્તાહમાં ખેડૂતોના એકાાઉન્ટમાં હપ્તાના રૂપિયા આવી ગયા હતા. પરંતુ આ વખતે આ હપ્તો ક્યારે આવશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે 12મો હપ્તો સપ્ટેમ્બરમાં આવશે. પરંતુ હવે તે ઓક્ટોબરમાં આવે તેવી શક્યતા છે.
પરંતુ આ અંગે નવીનતમ અપડેટ ઉત્તર પ્રદેશના કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહી દ્વારા આપવામાં આવી છે.21 લાખ ખેડૂત આયોગ્ય મળ્યાયુપીના કૃષિ મંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો ઓન-સાઇટ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ ખેડૂતોને આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે નવી યાદી તૈયાર થયા બાદ આ રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. અત્યાર સુધી કરવામાં આવેલા સર્વેમાં 21 લાખ ખેડૂતો અયોગ્ય જણાયા છે. ફરિયાદ મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવતા આ એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા હતા.ટીમો સાથે સર્વે શરૂ કરવામાં આવ્યોતપાસ દરમિયાન એ વાત સામે આવી છે કે 77 હજાર મૃત ખેડૂતોના એકાઉન્ટમાં જ ફંડની રકમ મોકલવામાં આવી છે.
આ ઉપરાંત લાખો અયોગ્ય ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજના માટે સમગ્ર રાજ્યના ગામડાઓમાં ટીમો સાથે સર્વે શરૂ કરવામાં આવ્યો છે. યુપીના 96,459 ગામોમાં વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે. કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહીએ એમ પણ જણાવ્યું કે જે અયોગ્ય લોકોને ફંડના રૂપિયા આપવામાં આવ્યા છે, તેમની પાસેથી પણ આવનારા સમયમાં રૂપિયા વસૂલ કરવામાં આવશે.ઘણા રાજ્યોમાં ઓન સાઈટ વેરિફિકેશન પ્રક્રિયા ચાલી રહી છેતમને જણાવી દઈએ કે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ આવી જ ઓન-સાઇટ વેરિફિકેશન પ્રક્રિયા ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધીમાં વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
દશેરા બાદ હપ્તાના રૂપિયા ખેડૂતોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. હકીકતમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી. તેના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે ત્રણ વખત 2-2 હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે.
eKYC કરાવનાર ખેડૂતોને જ મળશે ખેડૂત!સરકાર દ્વારા પહેલાથી જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે ખેડૂતો ઈ-કેવાયસી (e-KYC) નહીં કરાવે તેમને હપ્તાનો લાભ આપવામાં આવશે નહીં. પીએમ કિસાનની સત્તાવાર વેબસાઈટ પર લખેલું છે કે પીએમ કિસાનના રજીસ્ટર્ડ ખેડૂતો માટે eKYC કરવું (eKYC is MANDATORY for PMKISAN Registered Farmers) જરૂરી છે . અગાઉ ઈ-કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2022 હતી. પરંતુ હવે તેના માટે તારીખ હટાવી દેવામાં આવી છે. પીએમ કિસાનની વેબસાઈટ પર લખવામાં આવ્યું છે કે રજીસ્ટર્ડ ખેડૂતો માટે eKYC કરવું જરૂરી છે.