પ્રિયંકાએ વોકિંગમાં રચ્યો ઈતિહાસ, કોમનવેલ્થ ગેમ્સમાં મેળવ્યો સિલ્વર મેડલ

0
40

બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022ની 22મી આવૃત્તિમાં પ્રિયંકાએ 10,000 મીટર વોકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે પોતાની રેસ 43.38 મિનિટમાં પૂરી કરી. તે જ સમયે ઓસ્ટ્રેલિયાની જેમિમાએ 42.34 મિનિટનો સમય લઈને ગોલ્ડ મેડલ જીત્યો હતો. કેન્યાની એમિલીએ 43.50.86 મિનિટમાં રેસ પૂરી કરી અને ત્રીજું સ્થાન મેળવ્યું.

અમિત પંઘાલે બોક્સિંગમાં પુરૂષોની 51Kg વજન વર્ગમાં ઝામ્બિયાના પેટ્રિક ચિન્યામ્બાને 5-0થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે તે ગોલ્ડ મેડલથી એક ડગલું દૂર છે. ભારતની નીતુ પણ બોક્સિંગની 48 કિગ્રા વજન વર્ગમાં કેનેડાની પ્રિયંકા ધિલ્લોનને હરાવીને ફાઇનલમાં પહોંચી ગઈ છે. નીતુએ કેનેડિયન બોક્સર પ્રિયંકા ધિલ્લોનને 5-0થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ બંને ખેલાડીઓએ પોતાના મેડલ નિશ્ચિત કરી લીધા છે.

વિનેશ ફોગાટે રેસલિંગની મહિલા ફ્રીસ્ટાઈલ 53Kg કેટેગરીની નોર્ડિક સિસ્ટમમાં નાઈજીરિયાની ચમોદ્યા કેશાનીને હરાવી છે.વિનેશ ફોગાટે તેની ત્રીજી મેચ પણ જીતી લીધી છે. તેણીએ નાઈજીરીયાના કુસ્તીબાજ ચામોદ્યા કેશાનીને 6-0થી હરાવ્યો હતો. વિનેશ ફોગાટે આ મેચ થોડી જ સેકન્ડમાં જીતી લીધી હતી. કોમનવેલ્થ ગેમ્સ 2022ના નવમા દિવસે ભારતને ઘણા મેડલ મળવાની આશા છે.