સુરત આપમાં ટિકિટ ફાળવણીને લઇ રાજુ દિયોરાએ યોજ્યું નારાજ કાર્યકર સંમેલન

0
111

વિધાનસભાની ચૂંટણી હવે માથે છે. તમામ રાજ્કીય પાર્ટીઓ દ્રારા ટિકિટને ફાળવણીને લઇ નેતાઓ ,કાર્યકરોમાં ભારે નારાજગી ચાલી રહી છે. જેને લઇ નારાજ નેતાઓ કાર્યકરો પક્ષવિરોધી કામ પર ઉતરી આવ્યા છે થોડાક સમય અગાઉ કોંગ્રેસમાં પૈસા લઇને ટિકિટ આપી હોવાના આરોપો થયા હતા ત્યારબાદ હવે આમ આદમી પાર્ટીના સુરતના કાર્યકરોએ પાર્ટી સામે આ પ્રકારે આરોપ લગાવી રહ્યા છે.

 

સુરત આમ આદમી પાર્ટીના કાર્યકર રાજુદિયોરા દ્રારા નારાજ કાર્યકરોનો એક સંમેલન યોજવામાં આવ્યું છે જેમાં આમ આદમી પાર્ટીથી નારાજ કાર્યકર્તાઓ દ્રારા હાથમાં જુદા જુદા બેનરો દર્શાવી વિરોધ નોંધાવ્યો છે જેમાં રાજુદિયોરા જાહેરમાં ચિમકી ઉચ્ચારી છે કે અમે આમ આદમી પાર્ટીના વિરોધમાં કાર્ય કરીશું અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં જુઠાણાં ફેલાતા હોવાની પણ વાત કરી છે આમ આદમી પાર્ટીની એક પણ સીટ ગુજરાતમાં નથી આવવાની તે વાતનો દાવો રાજુ દિયોરાએ કર્યો છે અને આમ આદમી પાર્ટીના વિરોધ સૂત્રો લખી પોસ્ટર પર ચોકડી મારી કરાયો વિરોધ