શક્તિપીઠ બહુચરાજી મંદિર હસ્તકની વલ્લભ ભટ્ટની વાવ મંદિર માં અપાય છે માટી ની પ્રશાદ જુઓ વીડિયો

શક્તિપીઠ બહુચરાજી મંદિર જે ભક્તો માટે આસ્થા નું પ્રતીક રહ્યું છે અહીં આવતા શ્રદ્ધાળુઓ પોતાની અનેક મનોકામના માટે માં બહુચર ને આજીજી કરી બધા રાખતા હોય છે. ત્યારે બહુચરાજી મંદિર હસ્તક ની વલ્લભ  ભટ્ટ ની વાવ મંદિર પણ આસ્થા નું સ્થાન બન્યું છે।  આશ્ચર્ય ની બાબત એ છે કે અહીં આવતા શ્રદ્ધાળુ ઓ  ને બાધા પ્રશાદ રૂપે અપાય છે વાવ ની પવિત્ર માટી। આ મંદિર પાસે આવેલી છે એક વાવ જે વાવ 350 વર્ષ પુરાણી માનવ માં આવે છે.

બહુચર માતાજી ના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ ને આ જગ્યા એ માંતાજી એ પરચો પૂર્યો હોવા ની છે માન્યતા।
વલ્લભ ભટ્ટ દ્વારા જે પથ્થર હટાવવા થી જે પાણી ની ધારા ફૂટી હતી ત્યાં સમયાંતરે વાવ નું નિર્માણ થયું હતું।
આ વાવ ની માટી શ્રદ્ધાળુ ઓ પુત્ર પ્રાપ્તિ , મકાન તેમજ ધંધા ની પ્રગતિ માટે અહીં બાધા રાખતા જોવા મળે છે।  અહીં થી આપવા માં આવતી વાવ ની માટી પોતાના ઘેર મંદિર માં મૂકી સેવા પૂજા કરવા માં આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ થતા માટી પરત મુકવા આવવા ની પ્રથા  જોવા મળે છે. ભક્તો પાસે  આ વિષે પૂછતાં અનેક લોકો એ આ માટી થી માતાજી એ અનેક કામ કર્યા હોવાનું જણાવી રહ્યા છે।
Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com