શિખર ધવનનો પરિવાર દુબઇ એરપોર્ટ પર અટવાયો, પરિવારને મુકીને ધવન આફ્રિકા પહોચ્યો

દિલ્લી : ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શિખર ધવનની પત્ની આયેશા અને તેના દીકરાને દુબઇ એરપોર્ટ ખાતે રોકવામાં આવ્યા હતા. જેના કારણે ધવન દુબઇ એરપોર્ટથી સાઉથ આફ્રિકા જતી ફ્લાઇટમાં એકલો પ્રવાસ કરવો પડ્યો હતો. જ્યારે અન્ય ખેલાડીઓ પોત પોતાના પરીવાર સાથે કેપ ટાઉન ખાતે પહોચી ગયા હતા. ભારત અને આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ પાંચ જાન્યુઆરીથી શરૂ થઇ રહી છે.


શિખર ધવને ટ્વીટ કરી એરલાઇનને કરી ફરીયાદ

મળતી માહિતી પ્રમાણે શિખર ધવનના પુત્રનું બર્થ સર્ટીફિકેટ રજુ કરી ન શકતા તેની પત્ની અને પુત્રને દુબઇ એરપોર્ટ ખાતે રોકાઇ જવુ પડ્યું હતું. જેના કારણે શિખર ધવન ગુસ્સે ભરાયો હતો. ટ્વીટર પર આ ગુસ્સો ઠાલવતા કહ્યું કે એમિરેટ્સ તરફથી ખુબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. હું મારા પરિવાર સાથે દુબઇથી સાઉથ આફ્રિકા જતી ફ્લાઇટમાં પ્રવાસ કરવાનો હતો અનેતે સમયે જ મને મારા દીકરાના જન્મનું પ્રમાણ પત્ર અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટસ દેખાડવા માટે કહેવામાં આવ્યું હતું. જે તે સમયે એરપોર્ટ પર મારી પાસે ન હતા. આ પરિસ્થિતિને કારણે મારો પરિવાર સાથે દુબઇ એરપોર્ટ પર યોગ્ય ડોક્યુમેન્ટ્સની રાહ જોઇ રહ્યો છું. અમે જ્યારે મુંબઇથી દુબઇ જવાની ફ્લાઇટ પકડી ત્યારે એમિરાટ્સે આ ડોક્યુમેન્ટ્સ વિશે કેમ કઇ જણાવ્યું ન હોતું?

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com