વલસાડ દાંતીના દરિયાકિનારે તણાય આવેલ મહાકાય જહાજ તોડવાનું કામ શરૂ-જૂઓ વીડિયો

તસ્વીર:-સુભાષ ઠાકોર વલસાડ

 

વલસાડના દાંતી દરિયા કિનારે ગત એક વર્ષ અગાવ વિદેશથી ગુજરાતના ભાવનગર અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ ખાતે તૂટવા માટે આવેલ 190 મીટર લાંબુ મહાકાય ઇન્ફિનિટી નામક જહાજ જેનું મધદરિયે જહાજનું એન્જીન ફેલ થઈ જતા જહાજ બેકાબુ બની વલસાડના દાંતી દરિયા કિનારે તણાઈ આવ્યું હતુ, આ મહાકાય શીપને જોવા ખૂબ મોટી સંખ્યામાં વલસાડ તથા આજુબાજુ ગામોમાંથી લોકોના ટોળાઓ ઉમટી પડ્યા હતા, જે શીપને નષ્ટ કરવા પ્રશાસન દ્વારા અનેક વખત શીપને પરત લઈ જવા કવાયત હાથ ધરાઈ હતી પરંતુ દરિયા કિનારે બહાર સુધી આ મહાકાય શીપ આવી જતા પાછું દરિયામાં લઈ જવાય તેવા કોઈ રસ્તા ન મળતા આખરે કોર્ટમાં ચાલેલા સુનવણીના પગલે પ્રશાસન તરફથી ઇન્ફિનિટી શીપ ને ત્યાંજ દાંતી દરિયા કિનારે તોડી પાડવા ના આપેલ આદેશ ના પગલે ગામના સભ્યો માં નારાજગી પ્રસરી હતી,જે બાબતે ગામના સભ્યો ભેગા મળી જિલ્લા કલેકટર ને વાંધા અરજી અને વારંવાર લેખિત અવેદનપત્રક આપી આ શીપ ને અન્ય સ્થળે ખસેડી તોડવા માટે લઈ જવા અપીલ કરી હતી પરંતુ અહીં પ્રશશક દ્વારા આ બાબતે અન્ય કોઈ ચોક્કસ કારણ ન મળતા શીપ ને તોડવાનું અપાયેલ નિર્ણય પગલે આજથી શીપ તોડવાનું કામ ન પ્રથમ ચરણ માં મહાકાય કેબલ જેસીબી મશીન અને ચેન પુલીગ મશીન વડે પ્રથમ શીપ ના અંદર રહેલા માલસામાન ને બહાર કાઢવાનું કામ હાથ ધરાયુ હતું, જે કામ ત્રણ ચરણ માં પૂર્ણ કરશે જેમાં પ્રથમ શીપ ના અંદરના માલસામાન ને બહાર કાઢવી,બાજજ ચરણ માં શીપ ને આખી ઊંઘી કરી આખી શીપ ને પટ્સ વાઇસ છુટો પાડવા અને ત્રીજા ચરણ માં ગેસ કટર મશીન વડે શિપના લોખંડ ના પાટ્સ કાપવા જે તમામ શીપ ને નષ્ટ થતા અંદાજીત પાંચ થી છ માસ સુધીનો સમય લાગશે જેવી માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ હતી

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com