ધારાસભ્યના પુત્રએ કાર્તિગના વેપારીને જાનથી મારી નાખવીની આપી ધમકી જુઓ વીડિયો

કામરેજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય પુત્રએ કાર્તિગના વેપારીને જાનથી મારી નાખવાની ટેલિફોનિક ધમકી આપતા સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. સોસાયટીમાંથી મોડી રાત્રે રેતી ભરેલી ટ્રકો પસાર થતા વેપારીએ ધારાસભ્યના પુત્ર સહિત ત્રણ મિત્રને આ બાબતની ટકોર કરી હતી. મોડી રાત્રે રેતી ભરેલી ટ્રકો લઈ જવાનું કારણ પૂછતા વેપારીને વગર પાસ – પરમીટ રેતી લઈ જઈએ છે તેમ જણાવી જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દે અમે ધારાસભ્યોને પુત્રો છે અમારો વાળેય વાંકો નહીં થાય તેવું નિવેદન આપવામાં આવ્યું હતું. જ્યાં બાદમાં જેમ વેપારીને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપતા સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જો કે કોંગ્રેસના ઈશારે આ એક સ્ટન્ટ ઉભું કરવામા આવી રહ્યું હોવાના આક્ષેપ ખુદ ધારાસભ્યએ કર્યા છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com