1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન હોવાથી રાજ્યસરકારે જાહેર રજા આપવાનો કર્યો નિર્ણય

0
58

વિધાનસભાની ચૂંટણી શંખનાદ ફૂંકાઇ ચુક્યા છે અને રાજ્કીય પાર્ટીઓ પોત પોતાની રીતે પ્રચાર પ્રસાર જોતરાઇ ચૂકી છે. અને તમામ પાર્ટીઓ ગુજરાતમા પર કબ્જો મેળવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ચૂંટણી એટલે કે લોકશાહીનું પર્વ છેલ્લા કેટલાક સમયથી મતદાન એટલે પોતાના વિચારો રજૂ કરવા ભવિષ્યામાં સુખાકારી અને સલામતી માટે પોતાના જનપ્રતિદિનને ચૂંટવા રાજ્યસરકાર દ્રારા ચૂંટણીને અનુલક્ષીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યુ છે

 

જેમાં આ વખતે ગુજરાતમાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાનની પ્રક્રિયા યોજાવાની છે જેમાં આ બે દિવસ જાહેર રજાનો આપવાનો નિર્ણય કર્યો છે જેમાં લોકોમા મતદાન અંગે જાગૃત આવે અને વધુમાં વધુ મતદાન થઇ શકે તેવા સરકારના પ્રયાસો છે 2017માં 65 ટકા જેટલો મતદાન ગુજરાતમાં નોંઘાયો હતો પરંતુ આ વખતે એક અલગ જ માહોલ બનતો દેખાઇ રહ્યો છે