અમેરિકી મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીનો ભવ્ય વિજય! કૉંગ્રેસના બંને ગૃહમાં મેળવ્યું પૂર્ણ બહુમત

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીનો મોટો વિજય! ટ્રમ્પને લાગ્યો જોરદાર ઝટકો, કોંગ્રેસના બંને ગૃહોમાં મેળવ્યું બહુમત

અમેરિકાના મધ્યસત્ર ચૂંટણી (Midterm Elections 2026)માં ડેમોક્રેટિક પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવીને રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. ડેમોક્રેટ્સે અમેરિકાની સંસદ એટલે કે કોંગ્રેસનાં બંને ગૃહો – સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતી મેળવી છે. આ જીતને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન પાર્ટી માટે મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે. હવે ટ્રમ્પના બાકીના બે વર્ષના કાર્યકાળ દરમિયાન અમેરિકાની રાજનીતિમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.

ડેમોક્રેટિક પાર્ટીએ અનેક રાજ્યોમાં મેળવી મોટી જીત

3 નવેમ્બર, 2026ના રોજ અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીએ ટેક્સાસ, આયોવા, નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના અને ઓહાયો સહિત અનેક રાજ્યોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ખાસ વાત એ છે કે આમાંથી કેટલાક રાજ્યોમાં વર્ષ 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પને જંગી સમર્થન મળ્યું હતું.

- Advertisement -

vote.jpg

ડેમોક્રેટિક પાર્ટીએ રિપબ્લિકન પાર્ટીની મજબૂત ગણાતી બેઠકો પર પણ જીત મેળવીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. સેનેટ અને હાઉસ બંનેમાં બહુમતી મળતાં હવે અમેરિકાની સંસદમાં ડેમોક્રેટ્સનું વર્ચસ્વ રહેશે.

- Advertisement -

ટ્રમ્પે હાર સ્વીકારી, ડેમોક્રેટ્સને આપી શુભેચ્છા

ચૂંટણીનાં પરિણામો બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે ડેમોક્રેટ્સે ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું છે અને દેશના હિતમાં તેમની સાથે મળીને કામ કરવાની અપેક્ષા છે.

ટ્રમ્પે વધુમાં કહ્યું કે તેઓ પોતે ચૂંટણીના મેદાનમાં ઉમેદવાર તરીકે નહોતા, તેથી પરિણામને લઈને વધારે કંઈ કરી શકાય તેમ નહોતું. તેમણે એવો પણ દાવો કર્યો કે જો તેઓ પોતે ચૂંટણી લડ્યા હોત તો રિપબ્લિકન પાર્ટી ચોક્કસ જીત મેળવી શકી હોત.

ટ્રમ્પે વિરોધ પક્ષ સાથે કામ કરવાની વાત કરી હોવા છતાં સ્પષ્ટ કર્યું હતું કે તેમની પાસે કાયદાઓને વીટો કરવાની સત્તા છે અને તેઓ તેનો ઉપયોગ પણ કરી શકે છે.

- Advertisement -

મોંઘવારી અને ઈરાન યુદ્ધ બન્યાં હારનાં કારણો?

રાજકીય નિષ્ણાતોના મતે, આ ચૂંટણીમાં અમેરિકાના સામાન્ય નાગરિકોના રોજિંદા જીવન સાથે જોડાયેલા મુદ્દાઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વધતી મોંઘવારી, જીવનજરૂરી વસ્તુઓના ઊંચા ભાવ, ઈરાન સાથેનું યુદ્ધ અને સરકારમાં ભ્રષ્ટાચારના આરોપો સામે મતદારોમાં નારાજગી જોવા મળી હતી.

trump123.jpg

ડેમોક્રેટિક પાર્ટીએ ચૂંટણી પ્રચાર દરમિયાન આ મુદ્દાઓને મુખ્ય બનાવ્યા હતા. બીજી તરફ રિપબ્લિકન પાર્ટીએ સાંસ્કૃતિક અને સામાજિક મુદ્દાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પરંતુ મતદારોએ પોતાના ખિસ્સા અને દેશની આર્થિક સ્થિતિને લગતા પ્રશ્નોને વધારે મહત્ત્વ આપ્યું હોવાનું ચૂંટણીનાં પરિણામો પરથી જણાય છે.

હવે ટ્રમ્પ સરકાર સામે વધશે પડકારો

કોંગ્રેસનાં બંને ગૃહોમાં ડેમોક્રેટિક પાર્ટીનું નિયંત્રણ આવતાં ટ્રમ્પ સરકાર માટે આગામી બે વર્ષ સરળ નહીં રહે. ડેમોક્રેટ્સ સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવી શકશે, વિવિધ મુદ્દાઓ પર તપાસ શરૂ કરી શકશે અને રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી નિમણૂકોને મંજૂરી આપવામાં અવરોધ ઊભો કરી શકશે.

આ ચૂંટણીનાં પરિણામો માત્ર અમેરિકાની રાજનીતિ માટે જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય રાજકારણ માટે પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટી વચ્ચેના રાજકીય મતભેદો વચ્ચે અમેરિકાની સરકાર કેવી રીતે આગળ વધે છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.