વડોદરાની યુવતીએ પ્રેમ પ્રકરણમાં ગળેફાંસો ખાઇ મોતને વ્હાલ કર્યો યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

0
132

થોડાક દિવસ આગાઉ અમદાવાદના રિવરફન્ટ્ર ખાતે આયશા નામની યુવતીનો કિસ્સો સમ્રગ દેશને હચમચાવી દીધો હતો આયાશા નામની યુવતી રાજસ્થાન એક યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા જોકે આ લગ્ન લાંબા સમય ટકી શક્યા ન હતા અંતે આ દિકરીએ રિવરફન્ટ્ર ખાતે પોતાની વ્યથા ઠાલવતી વિડિયો આપઘાત પહેલા ઉતાર્યો હતો અને ત્યારબાદ નદીમાં ઝંપાલાવી જીવન ટૂંકાવ્યો હતો આ વિડિયો વાયરલ થયા બાદ લોકો હચમચી ઉઠયા હતા કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે તેને જ સાર્થક કરતો કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે વડોદરા એક યુવતીને અમદાવાદના એક યુવક સાથે પ્રેમ થયો હતો જે કે યુવકે યુવતીને તરછોડી દેતા યુવતી યુવકની શોધખોળમાં અમદાવાદ આવી હતી જયાં તેણે રિવરફ્ન્ટ્ર ખાતે બેસી આયાશાની જેમ જ નફીસા નામની આ યુવતીએ પોતાની વ્યથા ઠાલવતો વિડિયો બનાવ્યો હતો ત્યાર બાદ તેઓ પરત વડોદરા આવી ઘરમાં ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યો હતો.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા નામની યુવતીને અમદાવાદના રમીઝ નામના યુવક સાથે પ્રેમ થયો હતો જોકે પ્રેમી રમીઝે દગો આપતા યુવતીએ આયશા માફક રિવરફન્ટ્રની પાળી પરથી વિડિયો બનાવી પોતાની વ્યથા ઠાલવી હતી તેમજ યુવતીએ નદીમાં ઝંપલાવાના પણ પ્રત્યન કર્યા હતા ત્યારબાદ આઘાતમાં સરી પડેલી યુવતી વડોદરા પરત આવી હતી અને ઘરે દુપટો પંખા સાથે બાંઘી આપઘાત કર્યો હતો જે અંગે પરિજનો ઘરમાંથી મૃતદેહ મળી આવતા તાત્કાલિક સમ્રગ ઘટનાની પોલીસ જાણ કરાઇ હતી જેમાં પોલીસે અકસ્માતનો ગુંનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
થોડાક સમય આગાઉ અમદાવાદનો ખૂબ ચકચારી આયશા આપઘાત કેસમાં કોર્ટે આરોપી પતિને 10 વર્ષની સજા પણ સંભળાવી હતી અને દંડની જોગવાઇ પણ કરવામાં આવી હતી આયશાનો પતિ સામે દુષ્પ્રેરણા ગુનો નોધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો તેવી જ રીતે નફીસાને અમદાવાદના પ્રેમીએ વિશ્વાસ કેળવી ભોળાવી ફોસલાવી તેને સાથે વિશ્વાસઘાત કરતા આખરે આ પગલું ભર્યુ છે.