વલસાડના રાજકારણીએ હાઇવેની જમીન હડપ કરવાનો કારસો કેવી રીતે પાર પડ્યો ? વલસાડ જિલ્લા કોંગ્રેસ માં કહેવાતા ભાઈની ભવાઈનો ભાંડાફોડ.

વલસાડ :કરોડો ના જમીન વહીવટ માં ખેલ પાડનાર કોંગી નેતા પક્ષની સ્થાનિક લેવલે નૈયા ડુબાડશે? વિરોધ પક્ષ ના નેતા પર્સનલ રસ લઈ આ ભોપાળા ની તપાસ નહીં કરાવે તો જનતા નો વિશ્વાસ ગુમાવશે.કોર્પોરેટ કંપનીઓને જમીન ફાળવણી મુદ્દે ભાજપ સરકાર ના છાજીયા કાઢતી કોંગ્રેસ પાર્ટી ના વલસાડ ના એક મોટા ગજા ના નેતાની સોના ની લગડી સમાન કરોડો ની જમીન ગજવે સેરવી લેવા ની તજવીજ સામે ગુજરાત કોંગ્રેસ પગલાં ભરશે ખરી ..?

વલસાડ હાઇવે ઉપર કરોડો રૂપિયા ના જમીન વહીવટ માં ભૂંડી ભૂમિકા ભજવનાર કોંગી નેતા ના કરતૂતો ની કહાની ચર્ચાનો વિષય બની છે
વલસાડ માં પક્ષ નું નામ વટાવી નેતા બની ગયેલા રાજકારણી નું પોતાના વર્તુળો માં સારું એવું વર્ચસ્વ પણ છે પરંતુ પોતાની વગ નો ઉપયોગ કરી આ ગોબચારી આચરતા હવે તેઓ વિવાદ માં આવી ગયા છે ત્યારે પક્ષ ના ઉપરી નેતાઓ આ મુદ્દે તપાસ કરે તે હાલ ના તબક્કે ઇચ્છનીય છે, આ પ્રકરણ થી સ્થાનિક રાજકારણ માં ગરમાટો આવ્યો છે ત્યારે આગામી દિવસો માં આ મેટર રાજકીય રંગ પકડે તેવી શક્યતાઓ છે

અગાઉ એક ફેક્ટરી ની મનાતી જમીન ખુબજ વિવાદાસ્પદ હોવા છતાં આ રાજકારણી એ ખાનગી માં ખેલ પડ્યો હોવાની વાત: આ રાજકારણી ભાજપની અગેન્સ પાર્ટી ના નેતા રહ્યા છે
વલસાડ હાઇવે ઉપર મોકાની જગ્યા ઉપર કરોડો રૂપિયા ની જમીન યેનકેન પ્રકારે હસ્તગત કરવામાં કંઈક અંશે સફળ રહેલા રાજકારણી અને તેમની ટોળકી એ એવો ખેલ રચ્યો છે કે જો તપાસ થાય તો તેમની હવા નીકળી જાય તેમ છે.
ભગત ફેમિલી ની અત્યંત વિવાદાસ્પદ જમીન ના આ ડખ્ખા માં કૂદી પડેલા આ રાજકારણી એ પોતાની રાજકીય વગ નો ઉપયોગ કર્યો હોવાનું પ્રતિપાદ થઇ રહ્યું છે.
નામદાર કોર્ટ માં આ પ્રકરણ ચાલતું હોવાછતાં પણ તેમાં ભારે રસ લેનાર વિરોધપક્ષ ના નેતા ગણાતા વલસાડ ના આ ભાઈ ની દારમ્યાનગીરી ની ચર્ચા વ્યાપક બની છે.
વલસાડ જિલ્લા માં આ મેટર ચર્ચા નો વિષય બની છે અને ગેરકાયદે રીતે કરેલી કરતૂતો નો પરપોટો ફૂટે તો આ ભાઈ ફસાઈ જાય તેવી સ્થિતિ વચ્ચે હાલતો સબંધીતો દોડતા થઇ ગયા છે.
કાયદાની ઐસી તૈસી કરનાર અને કાયદો પોતાના ખિસ્સામાં રાખી ફરતા હોવાનો ફાંકો રાખતા નેતા બિન્દાસ ફરી રહ્યા છે ત્યારે લોકોને ન્યાયતંત્ર પર ભરોસો જળવાઈ રહે તે માટે આ પ્રકરણ માં તપાસ જરૂરી બની ગઈ છે.
સંકર તળાવ નજીક ની આ કિંમતી જમીન પ્રકરણ માં એવું તો શું રંધાયું કે કાયદા વિરુદ્ધ કાવતરું રચી જમીન ના દસ્તાવેજ માં ચેડાં કરવામાં આવ્યા છે તે તમામ તપાસ નો વિષય બન્યું છે.
સત્ય ડે પાસે તમામ પુરાવા છે અને સાથે આ પ્રકરણ ને ઉપર લઈ જઈ જવાબદારો ને સબક શિખવાડવા અભિયાન ચલાવવામાં આવનાર છે.
એક પ્રજાનો પ્રતિનીધી જો કાયદા વિરુદ્ધ કામ કરશે તો ગોબચારી , કૌભાંડો વધશે અને લોકો નો તંત્ર પરથી વિશ્વાશ ઉઠી જશે તેવા સમયે આ નેતા વિરુદ્ધ તપાસ કરી સાચી હકીકત ઉજાગર કરવામાં તંત્ર પગલાં ભરે તે જરૂરી છે.

 

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com