વલસાડ જિલ્લામાં કાગળ પર પાણીના ટાંકા બની ગયા !

લૂંટો ભાઈ લૂંટો ….કોના બાપ ની દિવાળી !

૧૭ જેટલા અધિકારી-કોન્ટ્રાકટરો સામે ફરિયાદ દાખલ કરતા ભ્રષ્ટાચારીઓમાં દોડધામ

 

વલસાડ:વલસાડ શહેર અને જિલ્લા માં દરેક ક્ષેત્રે ગેરરીતિઓ થતી જોવા મળી રહી છે ત્યારે જિલ્લા માં માત્ર કાગળ ઉપરજ પાણીની ટાકીઓ બનાવી તેના પૈસા બારોબાર હડપ કરી જવા ની બદ દાનત ધરાવતા ઈસમો ને લપડાક પડી છે વિગતો મુજબ ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી અને ખાંડા ગામના ખેડૂતોના ૯ જેટલા સર્વે નંબરો પર કરંજવેરી ખેડૂતોઍ પાણીના ટાંકા બનાવવાની કોઇ અરજી કે કાર્યવાહી કરેલ ન હોવા છતાં ગુજરાત રાજય જમીન વિકાસ નિગમ લીમીટેડના અધિકારીઓઍ ત્રણે ગામના ખેડૂતોની જમીનમાં ૧૩ જેટલા પાણીના ટાંકા માત્ર કાગળ પર જ બનાવી માપપોથીમાં દર્શાવી ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી ખોટા માપો તથા હિસાબો દર્શાવી સરકારશ્રીની નિયત જાગવાઇઓ શરતો અને પધ્ધતિનું ઉલ્લંઘન કરી રૂ. ૫૭,૪૬,૪૨૬ની ઉચાપત કરી સરકારશ્રીને પણ આર્થિક નુકસાન પહોîચાડવા બદલ રાજયના લાંચ રૂશ્વત વિરોધી દળની સૂચના અને આદેશ મુજબ સુરત ઍસીબીના ઇ.ચા.નિયામક ઍન.પી.ગોહિલનાઓના સુપરવીઝન હેઠળ પો.ઇ. બી.કે.વનાર અને સી.કે.પટેલનાઓઍ કાર્યવાહી કરી. ઍસીબી પો.સ્ટે. ગુ.ર.નં.૦૮/૨૦૧૮, ૦૯/૨૦૧૮ તથા ૧૦/૨૦૧૮ મુજબ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સને ૧૯૮૮ની કલમ- ૮, ૧૦, ૧૨, ૧૩(૧) (સી), ૧૩(૧) (ડી) (૧) (ર) (૩) તથા ૧૩(૨) તથા ભારતીય ફોજદારી ધારા નં. ૧૮૬૦ની કલમ ૪૦૯, ૪૬૫, ૪૬૬, ૪૬૭, ૪૭૧, ૪૭૬(ક), ૧૨૦(બી) તેમજ ૩૪ મુજબ ગુજરાત રાજય વિકાસ નિગમ લીમીટેડની કચેરી ધરમપુર તાલુકાના અધિકારી તથા કર્મચારી તથા કોન્ટ્રાકટરો સામે સરકાર તરફે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે

અત્રે નોંધનીય છે કે આ તો માત્ર વલસાડ અને ડાંગ જીલ્લામાં જ કૌભાંડ બહાર આવ્યું છે પણ જો રાજ્ય સરકાર ભ્રષ્ટાચારને નાબુદ કરવા જ માંગતી હોય તો સુરત જીલ્લામાં પણ આ ગુજરાત રાજય વિકાસ નિગમ લીમીટેડની કચેરી દ્વારા થયેલ કરોડો રૂપિયાના ટાંકા કૌભાંડનો પર્દાફાશ થશે અને તેનો રેલો ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ સુધી પણ આવે તેવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે, અલબત્ત વલસાડ માં આ બહાર આવેલા ગોબચારી પ્રકરણ ને લઈને સબંધીતો માં ભારે ચકચાર મચી ગઇ છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com