જાણો દેશમાં 31 મુખ્યમંત્રીઓમાં કોણ છે સૌથી વધુ ધનાઢ્ય 

દેશનાં  મુખ્યમંત્રીઓમાં કોણ છે સૌથી વધુ ધનાઢ્ય તેના અાંકડા સામે અાવ્યા છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એન્ડ ધ નેશનલ ઇલેક્શન વોચે આ અંગેનો એક રિપોર્ટ બહાર પાડ્યો છે.આ રિપોર્ટમાં, 29 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશો (31 સભ્યો) ના મુખ્ય પ્રધાનોની અસ્ક્યામતોનું વિશ્લેષણ અને તેમના ગુનાહિત રેકોર્ડ બતાવ્યા છે.તેના આધારે દેશના 81 ટકા જેટલા મુખ્ય પ્રધાનો કરોડપતિ છે.

આ સૌથી ધનવાન મુખ્યમંત્રી છે-આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ હાલમાં દેશના સૌથી ધનવાન મુખ્યમંત્રી છે.નાયડુની પાસે 177 કરોડની સ્થાવર-જંગમ મિલકત છે.અરુણાચલ પ્રદેશના પેમા ખાંડુ બીજા નંબર પર સૌથી ધનવાન મુખ્યમંત્રી છે.ખાંડુ પાસે 129 કરોડની સંપત્તિ છે. ત્રીજા સ્થાને પંજાબના મુખ્યમંત્રી, કેપ્ટન અમરિંદર સિંહ છે.તેમની પાસે રૂ. 48 કરોડની સંપત્તિ છે.

ગરીબ મુખ્યમંત્રી-માણિક સરકારને ગરીબ મુખ્યમંત્રી તરીકે ગણવામાં આવે છે.તેમની કુલ સંપત્તિ 26 લાખની છે.માણિક સરકાર પાસે તેમની કાર કે ઘર નથી.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી બીજા ક્રમે છે.તેઓ માત્ર 30 લાખની મિલકતના માલિક છે, તેમાં કોઈ રિયલ એસ્ટેટ મિલકત નથી.જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન મહેબુબા મુફ્તી ત્રીજા સ્થાને છે.મુફ્તી પાસે માત્ર 55 કરોડ રૂપિયાની સ્થાવર-જંગમ મિલકત છે.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મિલકત 9 લાખ 59 હજાર રૂપિયા છે.

આ મુખ્યમંત્રીઓ પર ક્રિમિનલ કેસ છે-ક્રિમિનલ કેસના આંકડા ખૂબ જ ચોંકાવનારા છે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર અત્યાર સુધીમાં 22 કેસ નોંધાયા છે.આ કિસ્સામાં, બીજા ક્રમે કેરળના સીપીએમ સરકારના મુખ્યમંત્રી, શ્રી પીનારાય વિજયન છે.પીનારાય વિજયન પર 11 ફોજદારી કેસો ચાલી રહ્યા છે.ત્રીજા સ્થાને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે.તેમના પર 10 કેસો છે.

સૌથી શિક્ષિત મુખ્યમંત્રી-સિક્કિમ મુખ્યમંત્રી પી.કે. ચેમલિંગ શિક્ષણની દ્રષ્ટિએ સૌથી વધુ શિક્ષિત છે.આ ઉપરાંત, મુખ્ય પ્રધાનના 39 ટકા ગ્રેજ્યુએટ અને 32 ટકા પ્રોફેશનલ્સ છે.16 ટકા મુખ્યમંત્રી  અનુસ્નાતક છે અને 10 ટકા મુખ્યમંત્રીએવા છે જેઓ હાઈ સ્કૂલ પાસ પણ નથી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સંપત્તિ 2.09 કરોડની છે, ઓરિસ્સાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકની સંપત્તિ 12 કરોડથી વધુ છે.છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહ પાસે 5 કરોડ 61 લાખની સંપત્તિ છે.રાજસ્થાન વસુંધરા રાજે પાસે 40 કરોડથી વધુ સંપત્તિ છે.બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારની સંપત્તિ રૂ .10 કરોડ અને રૂ. 71 લાખની છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com