ગુજરાત વિધાનસભાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ પાર્ટી પોતાના ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે. આ વખતે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સિવાય ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં જોવાં મળી રહી છે. ભાજપ ધ્વારા આજે ઉમેદવારીનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાત કરીએ તો યુવા નેતા અને ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરને રાધનપુર કેમ ટીકીટ આપવામાં નથી આવી. અને અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણ તરફથી તેમને ટીકીટ આપવામાં આવી છે.
2017 માં અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પક્ષ તરફથી ચુંટણી લડ્યા હતા ત્યારે તે 85777 વોટથી વિજય બન્યા હતા. બાદમાં ભાજપમાં જોડાયા બાદમાં 2019 પેટા ચુંટણી માં અલ્પેશ ઠાકોર રઘુભાઈ દેસાઈ 77,410 વોટ સાથે જીત્યા હતા અને અલ્પેશ ઠાકોરને હરાવ્યા હતા. ત્યારબાદ રાધનપુરમાં અલ્પેશ ઠાકોર સામે ઘણા લોકો તેમનાથી નારાજ છે. જોકે અલ્પેશ ઠાકોર વિરુદ્ધમાં રાધનપુર વિધાનસભા બેઠક પર ભાજપનો જ આંતરિક વિરોધ જોવા મળી રહ્યો છે.રાધનપુરથી ટિકિટ આપવા સામે બે પૂર્વ ધારાસભ્યે અલ્પેશ ઠાકોર સામે બાંયો ચડાવી હતી.
ગાંધીનગર દક્ષિણ બેઠકની વાત કરીએ તો આ બેઠક વર્ષ 2007થી ભાજપના એકહથ્થુ શાસન હેઠળ છે. કોંગ્રેસ અને અન્ય પક્ષ માટે આ બેઠક પર કપરાં ચઢાણ રહ્યાં છે. આ સીટ ભાજપ માટે પરંપરાગત મનાતી હોવાને કારણે એના પર ભાજપને બહુ પ્રચારની જરૂર નથી. માટે આ બેઠક પર અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે અને આ બેઠક સરળતાથી વિજય મળે એવી શક્યતા છે. આ ઉપરાંત પક્ષ અલ્પેશ ઠાકોરનો અન્ય ઓબીસી વિસ્તારોમાં પ્રચારમાં એક્ટિવ કરી શકાય એવી ગણતરી ભાજપ કરી રહ્યો છે. ભાજપના વર્તમાન ધારાસભ્ય શંભુજી ઠાકોરની ઉંમર પણ થઈ ગઈ છે.