શું 2019માં મોદી હારશે તો ફરી સર્જાશે એ જ રાજકીય અસ્થિરતા?

3 વર્ષ અને 9 મહિના દેશના ઈતિહાસમાં ખૂબ નાનો સમયગાળો છે પરંતુ નવી નીતિઓ અને ભવિષ્યના યોજનાનો મજબૂત પાયો નાખવા માટે ચોક્કસરૂપે મહત્વપૂર્ણ સમય છે. આપણી યાદદાસ્ત ખૂબ ટૂંકી હોય છે અને તેમને બધી બાબતમાં તાજેતરનું જ યાદ રહેતું હોય છે. હકીકતમાં છેલ્લે યોજાયેલી લોકસભા ચૂંટણીઓના પરિણામોના આધારે ધીરે ધીરે લોકો પોતાનું એક મંતવ્ય બનાવી લેતા હોય છે.

જોકે, છેલ્લા 25 વર્ષ, જ્યારથી 1989માં રાજીવ ગાંધીએ સત્તા ગુમાવી ત્યારથી મોદીના ભવ્ય વિજય સુધી ભારત સતત એક રાજકીય અસ્થિરતના પડછાયામાં રહ્યું છે. એ વાત સાચી કે, પી.વી. નરસિંહા રાવ, અટલ બિહારી વાજપેયીએ પોતાની ટર્મ પૂરી કરી હતી અને તેના બાદ મનમોહન સરકારે તો 2 ટર્મ રાજ કર્યું હતું. પરંતુ સંસદમાં લઘુત્તમ મેજોરિટી દેશના વિકાસ માટે જે રાજકીય સ્થિરતા જરુરી છે તેને પૂર્ણ કરતી નથી.

નરસિંહા રાવ કોંગ્રેસની અંદરની જ ખટપટ અને બાજપેયી સરકાર તેના પ્રાદેશીક પક્ષોના પ્રેશર અને મનમોહન સરકારમાં એકથી વધુ લોકોના હાથમાં સત્તાના સૂત્રોએ કોઈપણ સરકારને કામ કરવાની તક જ આપી નહોતી. આ જુદા જુદા પ્રેશરમાં કેટલાક કપરા પરંતુ દેશ માટે ફાયદાકારક નિર્ણયો લેવાઈ શક્યા નહોતા.

અહીં કહેવાનો આશય એ નથી કે આ 25 વર્ષોમાં ભારતે પ્રગતિ સાધી નથી પરંતુ એ છે કે વિકાસની જે ગતિ હોવી જોઈએ તે સ્લો થઈ ગઈ હતી. આપણે ઘણી તકો ગુમાવી દીધી હતી. જેનું પરિણામ લાંબાગાળે ભોગવવું પડે છે. જેવું કથિતરુપે NSG મેમ્બરશિપ માટે કહેવાય છે.

જોકે દેશમાં આવેલ 3 મહત્વપૂર્ણ ફેરફારે વ્યગ્રતા અને ટેન્શનના એ દિવસોને ભૂતકાળ બનાવી દીધા છે. જેમાં પહેલું એટલે કે પહેલીવાર કોઈ એક સિંગલ પાર્ટીને સત્તામાં મેજોરિટી આપી. જેથી રાજકીય કાવાદાવા અને પોતાના સ્થાનિક લાભ સંતોષવા માટે કેન્દ્ર સરકાર પર પ્રેશર નાખતી કેટલીક પાર્ટીઓના ધંધા પડી ભાંગ્યા છે. જેમ કે મહારાષ્ટ્રમાં પોતાના અસ્તિત્વ માટે લડતી શિવસેના ભાજપના સતત વધતા પ્રભાવના કારણે નખ વગરના વાઘ જેવી સ્થિતિમાં આવી ગઈ છે તો વાજપેયી સરકારમાં પોતના રાજ્યને વધુ ફંડ આપવા માટે સતત દબાણ કરાત ચંદ્રબાબુ નાયડુ પણ આ સરકારમાં ક્યાંય જોવા મળતા નથી.

તો બીજી બાજુ ભાજપમાં મોદીનો સશક્ત નેતા તરીકેનો ઉદય પક્ષમાં એક આંતરિક સ્થિરતા પણ લાવ્યો છે કેમ કે મોદી પક્ષામાં સૌથી જાણિતા અને લોક ચહિતા નેતા છે એટલું જ નહીં પરંતુ તેમણે એકઠી થયેલી ભીડને વોટમાં ફેરવવાની પોતાની તાકાતનો પણ પરચો આપ્યો છે. તો 2014ના પરિણામો પહેલા માનવામાં આવતું હતું કે ‘220 ક્લબ” અસ્તિત્વમાં છે જે હવે એક ભૂતકાળ બની ગઈ છે.

તેનાથી પણ વધારે ભાજપની પૈતૃક સંસ્થા સંઘ પરીવારના પ્રેશર સામે વાજપેયી ક્યારેય આગળ વધી શક્ય નહોતા જ્યારે અહીં ઉલ્ટુ છે સંઘને મોદી પોતાના લાગે છે અને અમિત શાહ જેવા રાજકીય ફલકના અઠંગ ખેલાડીના સાથ દ્વારા મોદીને સંઘ સાથે એક સમજૂતી તૈયાર કરવામાં સફળતા મળી છે કે અંતિમ નિર્ણય તેમનો જ રહેશે નહીં કે સંઘનો. તેમાં પણ વાત જ્યારે સરકાર અને રાજકરણની હોય.

અને અંતે, વડાપ્રધાન પાસે સરકારના દરેક મુદ્દે કોઇપણ જાતના દ્વેષભાવ અને ખચકાટ વગર આગળ વધવાની ચોક્કસ નીતિ, નિશ્ચિત પ્રાથમિક્તાઓનો સમૂહ છે જે આદર્શવાદ સાથે પોતે નક્કી કરેલા લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે તેઓ સતત પ્રયાસરત પણ જોવામાં આવે છે. પાછલા 25 વર્ષમાં એક રાષ્ટ્ર તરીકે ભારતને જે રીતે કામ કરવાની એક ઢીલી આદત પડી ગઈ હતી તેમનાથી તદ્દન વિપરીત તેમની કામ કરવાની પદ્ધતી છે.

તેઓ ક્યારેય ગણતરીપૂર્વકનું રિસ્ક લેતા પાછળ પડતા નથી. જેના ઉદાહરણ તરીકે નોટબંધી, જીએસટી અને સર્જિકલ સ્ટ્રાઇક જેવી ઘટના આપણી સામે જ છે. તેટલું જ નહીં તેમના વિચારો અને યોજનાઓ પણ એમ સીમાથી આગળ વધીને ક્યાંય વ્યાપક અને વિશાળ જનસમૂહના ફાયદાને કેન્દ્રમાં રાખીને બનાવાય છે આધાર અને આયુશ્માન ભારત હેલ્થ ઇન્સ્યોરન્સ જેવી યોજનાથી જોઈ શકાય છે.

 

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com