પંચમહાલની 5 બેઠકો શાંતિપૂ્ર્વક અને સૌહાર્દપૂ્ર્ણ વાતવરણમાં ચૂંટણી યોજાય તેવી તંત્રની કવાયત શરૂ

0
108

પંચમહાલ જીલ્લામા આવેલી પાંચ વિધાનસભા બેઠકો માટે ચુટણી શાંતિપુર્ણ માહોલમાં યોજાય તેમાટે કવાયત શરુ કરવામા આવી છે.જેમા શહેરા વિધાનસભા બેઠક માટે પણ ચુટણીની તૈયારી સ્થાનિક તંત્ર દ્વારા શરુ કરી દેવામા આવી છે. આ વખતે દિવ્યાંગ મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ સારી રીતે કરી શકે તે દિશામા પણ તંત્ર દ્વારા તૈયારી હાથ ધરવામા આવી છે, આ વખતે પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે દિશામાં તંત્ર દ્વારા તૈયારીઓ કરવામા આવી છે.જેને લઈને શહેરા વિધાનસભા મતવિસ્તારમા તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારોને મતદાન કરી શકે તે દિશામાં કામગીરી હાથ ધરવામા આવી રહી છે.જેમા બીએલઓ દ્વારા દિવ્યાંગ મતદારો પાસે જઈને પોતે મતદાન કરી શકશે કે નહી તે અંગ વિગતો એકત્ર કરવામા આવી રહી છે,સાથે સાથે તેઓ ન કરી શકે તો તેમની મંજુરીથી પોસ્ટલ બેલેટથી પણ મતદાન કરી શકે તે માટેના પ્રયત્નો કરવામા આવશે જેને લઈન શહેરા વિધાનસભા વિસ્તારમાં આવેલા ગામડાઓમાં આ કામગીરી ચાલી રહી છે.