પુતિન 2026ના અંત સુધીમાં સત્તા ગુમાવશે? એક શખ્સે લગાવી ₹3.8 કરોડની શરત

4 Min Read

પુતિનની ખુરશી જવાની ભવિષ્યવાણી પર કરોડોનો સટ્ટો; સાચો પડશે તો ટ્રેડર જીતશે ₹23 કરોડ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને લઈને ઇન્ટરનેટ અને વૈશ્વિક બજારમાં એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક અજ્ઞાત શખ્સે પ્રિડિક્શન માર્કેટ પ્લેટફોર્મ ‘પોલીમાર્કેટ’ (PolyMarket) પર અંદાજે 4.09 લાખ ડોલર એટલે કે આશરે 3.8 કરોડ રૂપિયાની એ બાબત પર શરત લગાવી છે કે ડિસેમ્બર 2026 પૂરો થતાં પહેલા વ્લાદિમીર પુતિન રશિયાના રાષ્ટ્રપતિ પદ પરથી હટી જશે અથવા સત્તા ગુમાવશે. જો આ અંદાજ સાચો સાબિત થશે, તો તે વ્યક્તિને અંદાજે 25 લાખ ડોલર (આશરે 23.8 કરોડ રૂપિયા) નું મોટું વળતર મળશે. યુક્રેન યુદ્ધ વચ્ચે આ પ્રકારની મોટી શરત લાગવી એ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે.

શરત જીતવાની સંભાવના માત્ર 12 ટકા, છતાં મોટું જોખમ લીધું

અહેવાલો અનુસાર, પોલીમાર્કેટ પર ‘ઝેડનોટલુવુઈસેમેજ’ (Znotluvuise_mej) નામના યૂઝર આઈડી ધરાવતા એક ટ્રેડરે આ કરોડો રૂપિયાનો દાવ ખેલ્યો છે. રસપ્રદ વાત એ છે કે આ ટ્રેડરની પ્રોફાઈલ પિક્ચરમાં યુક્રેનનો ધ્વજ (ઝંડો) લાગેલો છે. અત્યારે બજારના વિશ્લેષકો અને પોલીમાર્કેટના આંકડા મુજબ આ ઘટના બનવાની એટલે કે પુતિન સત્તા પરથી હટી જવાની સંભાવના માત્ર 12 ટકા જ ગણવામાં આવી રહી છે.

- Advertisement -

putin.jpg

આટલી ઓછી સંભાવના હોવા છતાં આ ટ્રેડરે કરોડો રૂપિયાનું જોખમ લીધું છે. એનબીસી (NBC) ના અહેવાલ મુજબ, આ જ ટ્રેડરે અગાઉ યુક્રેન દ્વારા ક્રિમિયા પર ફરીથી કબજો મેળવવા અને ટૂંક સમયમાં શાંતિ કરાર થવા જેવી બાબતો પર પણ અલગ-અલગ રકમની શરતો લગાવી રાખી છે.

- Advertisement -

શું છે આ ‘પ્રિડિક્શન માર્કેટ’ જેમાં કરોડો રૂપિયા દાવ પર લાગે છે?

પોલીમાર્કેટ જેવા પ્લેટફોર્મને ‘પ્રિડિક્શન માર્કેટ’ (Prediction Market) કહેવામાં આવે છે. આ એક એવું ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ છે જ્યાં લોકો ભવિષ્યમાં થનારી વૈશ્વિક ઘટનાઓ, ચૂંટણીના પરિણામો, યુદ્ધ અથવા અન્ય મહત્વના નિર્ણયો પર પૈસા લગાવે છે. યૂઝર્સ કોઈ ઘટના બનશે કે નહીં (Yes અથવા No) તેના શેર ખરીદે અને વેચે છે. તાજેતરના વર્ષોમાં વૈશ્વિક રાજનીતિ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં સટ્ટો કે શરત લગાવવા માટે આવા પ્લેટફોર્મનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધ્યો છે. જો કે, રશિયન રાજનીતિના નિષ્ણાતોનું માનવું છે કે નજીકના ભવિષ્યમાં પુતિનની સત્તા સમાપ્ત થવાની આશંકા ઘણી ઓછી છે, પરંતુ યુક્રેન યુદ્ધના કારણે રશિયાની અંદર બદલાતી પરિસ્થિતિઓએ આવી અટકળોને વેગ આપ્યો છે.

રશિયામાં પુતિનની લોકપ્રિયતામાં મોટો ઘટાડો: સર્વેનો દાવો

આ દાવ એવા સમયે લગાવવામાં આવ્યો છે જ્યારે રશિયાની અંદરથી જ પુતિન વિરુદ્ધ જનતાનો અસંતોષ બહાર આવી રહ્યો છે. રશિયાની સરકારી પોલિંગ એજન્સી VTsIOM ના તાજેતરના સર્વેક્ષણ મુજબ, 2022 માં યુક્રેન પર આક્રમણ કર્યા પછી પ્રથમ વખત વ્લાદિમીર પુતિનની લોકપ્રિયતાના ગ્રાફમાં આટલો મોટો અને ઝડપી ઘટાડો જોવા મળ્યો છે. માત્ર એક જ સપ્તાહમાં પુતિન પર જનતાનો ભરોસો 3.4% અને તેમની અપ્રુવલ રેટિંગ 3.5% જેટલી ઘટી ગઈ છે.

putin0.jpg

- Advertisement -

મોંઘવારી અને આર્થિક કટોકટી: યુદ્ધના કારણે રશિયા પર લાગેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને લીધે ત્યાં મોંઘવારી આસમાને પહોંચી છે.

યુક્રેનના લાંબા અંતરના હુમલા: હવે યુક્રેન પણ રશિયાની સરહદની અંદર ઘૂસીને ડ્રોન અને મિસાઈલ હુમલા કરી રહ્યું છે, જેનાથી રશિયન નાગરિકોમાં ભયનો માહોલ છે.

ઇંધણ કટોકટી અને ઇન્ટરનેટ બેન: રશિયાના કેટલાક વિસ્તારોમાં તેલ-ઇંધણની અછત સર્જાઈ છે અને સુરક્ષાના નામે વારંવાર ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવે છે.

Share This Article