SBIની કરોડોના પેકેજવાળી ભરતી, ઉમેદવારો પાસે માત્ર એક દિવસ બાકી
જો તમે બેંકમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છો અને તમારી પાસે બેંકિંગ કે કોર્પોરેટ ક્ષેત્રનો સારો એવો અનુભવ છે, તો તમારા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં કરિયર બનાવવાની શાનદાર તક છે. બેંકે સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO) ના પદો પર ભરતી બહાર પાડી છે. આ પદો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2026 છે. જે યોગ્ય ઉમેદવારોએ હજુ સુધી અરજી નથી કરી, તેઓ વગર વિલંબે SBI ની સત્તાવાર વેબસાઇટ sbi.bank.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

ભરતી સાથે જોડાયેલી મુખ્ય બાબતો અને વિગતો
SBI દ્વારા આ ભરતી બે અલગ-અલગ જાહેરાતો હેઠળ બહાર પાડવામાં આવી છે, જેના દ્વારા કુલ 10 પદો પર ભરતી કરવામાં આવશે. આ તમામ પદો ડિજિટલ માર્કેટિંગ, વેલ્થ મેનેજમેન્ટ, રિસર્ચ અને ટેકનોલોજી જેવા મહત્ત્વના ક્ષેત્રો સાથે જોડાયેલા છે.
બેંકનું નામ: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)
પદનું નામ: સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO)
કુલ પદ: 10
અરજી કરવાની છેલ્લી તારીખ: 31 ઓક્ટોબર 2026
નોકરીનું સ્થળ: મુંબઈ / નવી મુંબઈ
સત્તાવાર વેબસાઇટ:
sbi.bank.in
કયા પદ માટે કેટલી છે સેલેરી (CTC)?
આ ભરતીની સૌથી મોટી વિશેષતા તેનું આકર્ષક વેતન પેકેજ છે. પદો અનુસાર ઉમેદવારોને વાર્ષિક લાખો-કરોડો સુધીનું સીટીસી (CTC) મળી શકે છે:
હેડ સેલ્સ (Head Sales): વાર્ષિક 1.99 કરોડ રૂપિયા સુધી
ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ (DVP): વાર્ષિક 63 લાખ રૂપિયા સુધી
સેન્ટ્રલ રિસર્ચ ટીમ (પ્રોડક્ટ લીડ): વાર્ષિક 77.20 લાખ રૂપિયા સુધી
મેનેજર અને પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર: વાર્ષિક 47.20 લાખ રૂપિયા સુધી
કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ: વાર્ષિક 19 લાખ રૂપિયા સુધી
(નોંધ: આ સીટીસી પેકેજ છે, જેમાં વેતન ઉપરાંત અન્ય ભથ્થાં અને સુવિધાઓ પણ સામેલ હોય છે.)
લાયકાત અને વય મર્યાદા
આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારો પાસે સંબંધિત ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા પ્રોફેશનલ ડિગ્રી (જેમ કે MBA, CA, CFA અથવા B.Tech) હોવું જરૂરી છે. આ ઉપરાંત, પદો અનુસાર 25 થી 52 વર્ષ સુધીની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેની ગણતરી 31 ઓગસ્ટ 2026 ના આધારે કરવામાં આવશે.
અરજી ફીની વાત કરીએ તો, જનરલ, ઓબીસી અને ઇડબ્લ્યુએસ વર્ગના ઉમેદવારો માટે 750 રૂપિયા ફી રાખવામાં આવી છે, જ્યારે એસસી, એસટી અને દિવ્યાંગ (PwBD) ઉમેદવારો માટે અરજી સંપૂર્ણપણે મફત છે.
કેવી રીતે અરજી કરવી?
સૌથી પહેલા SBI ની ઓફિશિયલ વેબસાઇટ
sbi.bank.inપર જાઓ.હોમપેજ પર આપેલા ‘Careers’ અને ત્યારબાદ ‘Current Openings’ સેક્શનમાં જાઓ.
સંબંધિત SCO ભરતીની જાહેરાતની લિંક પર ક્લિક કરો.
તમારી લયકાત મુજબ પદની પસંદગી કરીને ‘Apply Online’ પર ક્લિક કરો.
રજીસ્ટ્રેશન કર્યા પછી ફોર્મ ભરો, તમારા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફી જમા કરીને ફાઇનલ સબમિટ કરી દો.
અરજી કરવાની છેલ્લી તારીખ ખૂબ જ નજીક છે, તેથી વગર કોઈ વિલંબે આજે જ તમારું ફોર્મ પૂર્ણ કરી લો!

