દિશા પટનીની ફિલ્મ ‘કેટીના’નું શૂટિંગ 25 ઓક્ટોબરથી શરૂ થયું છે. આ ફિલ્મમાં દિશાનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે, જેમાં તે એકતા કપૂરની જેમ જ બ્રેસલેટ્સ તથા રિંગ્સ સાથે જોવા મળે છે. નોંધનીય છે કે આ ફિલ્મનું પ્રોડક્શન એકતા કપૂર કરી રહી છે.
એકતાની બાયોપિક હોવાની ચર્ચા
દિશાનો ફર્સ્ટ લુક શૅર કરતાં એકતાએ કહ્યું હતું, ‘કેટીના’ના બધાને જય માતાદી (તે પહેલાં ટીના હતી પરંતુ હવે કેટીના, કારણ કે તેના પર ‘કે’ સૂટ કરે છે, એવું તેને જ્યોતિષીએ કહ્યું છે) પરંતુ યાર આટલી બધી રિંગ્સ કોણ પહેરે છે? દિશા પટની આજ પહેલાં ક્યારેય આવી જોઈ નહીં હોય. મનપસંદ વાર્તા, શૂટિંગ શરૂ. ફર્સ્ટ લુક સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પૂછી રહ્યાં છે કે આ એકતાની બાયોપિક તો નથી ને?
પહેલાં પણ આ ચર્ચા હતી
આ ફિલ્મને લઈ બોલિવૂડમાં ચર્ચા હતી કે આ ફિલ્મ રોમ-કોમ છે, જેમાં દિશા એક નાના ટાઉનની પંજાબી યુવતીનો રોલ પ્લે કરે છે. હવે, ચર્ચા છે કે મહિલા કેન્દ્રિત ફિલ્મનું ડિરેક્શન આશિમા છિબ્બર કરે છે, ફિલ્મની વાર્તા રાજ શાંડિલ્યે લખી છે.