ખેડૂત હિતમાં મોટો નિર્ણય: રવિ સીઝન ૨૦૨૬-૨૭ માટે MSP પર ઘઉં ખરીદીની સમગ્ર પ્રક્રિયા જાહેર

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
1 Min Read

MSP પર ઘઉં વેચાણ માટે ખેડૂતોની ઓનલાઈન નોંધણી ૧ ફેબ્રુઆરીથી શરૂ, રાજ્ય સરકારની મહત્વની જાહેરાત

ગુજરાત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ માટે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોને તેમના ઘઉંના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી લઘુત્તમ ટેકાના ભાવે (MSP) સીધી ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ વર્ષે ભારત સરકાર દ્વારા ઘઉંનો લઘુત્તમ ટેકાના ભાવ રૂ. ૨,૫૮૫/- પ્રતિ ક્વિન્ટલ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે નીચે મુજબના સમયપત્રકનું પાલન કરવાનું રહેશે:

  • ઓનલાઇન નોંધણીનો સમયગાળો: ૦૧/૦૨/૨૦૨૬ થી ૦૧/૦૩/૨૦૨૬ સુધી.

  • ઘઉંની ખરીદીનો સમયગાળો: ૦૪/૦૩/૨૦૨૬ થી ૧૫/૦૫/૨૦૨૬ સુધી.

  • નોંધણીનું સ્થળ: ગ્રામ્ય કક્ષાએ VCE (વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર) મારફતે ઓનલાઇન.

gujarat wheat msp procurement rabi 2026 27.png

- Advertisement -

નોંધણી માટે ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો સાથે રાખવા અનિવાર્ય છે:

૧. આધાર કાર્ડની નકલ.

- Advertisement -

૨. અધ્યતન ૭/૧૨ અને ૮-અ ના ઉતારા.

૩. પાકની વાવણી અંગેની એન્ટ્રી (જો ઉતારામાં ન હોય તો તલાટીનો દાખલો).

૪. બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક.

- Advertisement -

૫. ખેડૂત ખાતેદારનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત છે.

નોંધણી બાદ ખેડૂતોને તેમના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા ખરીદીની તારીખ અને સમયની જાણ કરવામાં આવશે. ખોટા દસ્તાવેજો અપલોડ કરનાર ખેડૂતનો નોંધણી ક્રમ રદ કરવામાં આવશે. જો નોંધણી બાબતે કોઈ પણ મુશ્કેલી જણાય, તો ખેડૂત મિત્રો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ અથવા ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કરી શકે છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.