કવિ: Halima shaikh

ડાંગ જિલ્લાના આહવા સ્થિત સેવાધામ ખાતે ડો.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘પ્રાકૃતિક સંશાધન વ્યવસ્થાપન અને પ્રકલ્પ કાર્યાવલોકન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત રહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી અને ઉમેર્યું હતું કે કલાઇમેટ ચેન્જની સ્થિતિ વચ્ચે જળ, જમીન, અને જંગલના જતન સંવર્ધનના કાર્યોમાં સમગ્ર સરકાર તેમની સાથે છે તેમજ સમાજને સ્વાસ્થ્યપ્રદ અન્ન, પાણી મળી રહે તે માટે વડાપ્રધાને ‘મિલેટ વર્ષ’ ની ઉજવણી થકી પ્રાકૃતિક ખેતીને પણ વૈશ્વિક સ્તરે નામના અપાવી છે તેમ ઉમેર્યું હતું. આદિવાસી વિસ્તારમાં વિકાસના અવનવા પ્રકલ્પોની ઝાંખી રજૂ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડો.આંબેડકર વનવાસી ટ્રસ્ટના સમજોપયોગી કાર્યોમાં સરકાર ખૂટતી કડીનું કાર્ય…

Read More

આજકાલ નાના બાળકોનું અપહરણ કરી તેને વેચી દેવાના બનાવો વધી ગયા છે ત્યારે વાપીના કરવડથી પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરી ભાગી છૂટેલા નેપાળી વોચમેન ને વલસાડ પોલીસે દબોચી લીધા બાદ આજ ઇસમે યુપીથી પણ તે 4થી 5 બાળકોનું અપહરણ કરી ચૂક્યો હોવાની કબૂલાત કરતા પોલીસે આરોપીના 10 દિવસના રિમાન્ડ મેળવી યુપીના જુદાજુદા ત્રણ જિલ્લામાં તપાસ હાથ ધરાઈ છે. વાપીના ડુંગરા સ્થિત કરવડમાં એક સાઇટ પરથી મજૂર પરિવારની પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરી આ નેપાળી ઇસમ ફરાર થઇ ગયો હતો. જેથી જિલ્લાભરની પોલીસ એલર્ટ થઇ હતી અને ટેક્નિકલ એનાલિસીસ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને એમપીના ખંડાલા રેલવે સ્ટેશનથી ઝડપી પાડવામાં આવ્યો…

Read More

વલસાડના અતુલ-દિવેદને જોડતા રેલવે ફાટક બ્રીજનું નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રીજ બનતા હવે દિવેદ અટાર સહિત આજુબાજુના ગામના લોકો,નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓ, વાહન ચાલકો હવે આરામથી નિયત સમયે પોતાના સ્થળે પહોંચી શકશે. મહત્વનું છે કે દિવેદ રેલવે ફાટક ઉપર ટ્રાફિક સમસ્યા ખુબજ વધી ગઈ હતી પરીણામે કંપનીઓમાં નોકરી કરવા જતાં કામદારો તેમજ વિદ્યાર્થીઓને ખૂબજ તકલીફ પડતી હતી જે અંગે ફરિયાદો ઉઠતા ગુજરાત સરકારે 52 કરોડના ખર્ચે દિવેદ ફાટક ઉપર નવા બ્રિજનું નિર્માણ કરીને લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ અપાવી છે. રાજ્ય નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં ખુશીની…

Read More

સાયન્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ થયેલી યુવતી હીર પટેલ આજકાલ ફૂડ બ્લોગર તરીકે વડોદરાના યુવાઓમાં ખુબજ ફેમસ છે. આજકાલ સોશ્યલ મીડિયાનો જમાનો છે અને તેમાં ક્યારે કોણ ફેમસ થઈ જાય તે કહેવાય નહીં અને બસ આજ વાત અહીં હીર માટે લાગુ પડી છે પોતે જ્યારે કોઈ રેસ્ટોરન્ટમાં લંચ,ડિનર માટે જતી ત્યારે શોખ માટે પાડેલા ફૂડ ફોટા સોશ્યલ મિડિયા પર પોસ્ટ કરતા જોત જોતામાં આજે 44 હજારથી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે. એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં કેમેસ્ટ્રીની ડિગ્રી મેળવ્યા બાદ ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી થી ગોલ્ડ મેડલ મેળવીને વડોદરામાં કેમીકલ ઇન્ડસ્ટ્રીઝમાં એનાલીટકલ ડેવલોપમેન્ટ લેબમાં કેમીકલ એનાલિસ્ટ તરીકે ફરજ બજાવતી હીર પટેલે તદ્દન…

Read More

લોકપ્રિય એપ્સ facebook માં હવે બ્લુ ટીક જોઈતી હોયતો પૈસા આપી બ્લ્યુ ટીક મળી જશે, મેટાના ફાઉન્ડર માર્ક જુકરબર્ગે જાહેરાત કરી છે કે આ સપ્તાહમાં જ ફેસબુક દ્વારા વેરીફાઇડ લોન્ચ કરવામાં આવનાર છે જેમાં પૈસા આપીને બ્લુટીક મેળવી શકાશે તેમજ એકાઉન્ટ વેરીફાઇડ પણ થઈ શકશે. જોકે, સરકારી આઈડી વગર કોઈપણ યુઝર એકાઉન્ટ વેરીફાઇડ કરી શકશે નહીં આ ઉપરાંત વેબ અને આઇઓએસ પ્લેટફોર્મ પર વેરીફાઇડ થવા માટે અલગ અલગ ચાર્જ ચૂકવવો પડશે. જેમાં વેબ માટે દર મહિને 11.99 ડોલર એટલે કે ₹1,000 અને આઇઓએસ માટે ₹ 14.99 ડોલર એટલે કે ₹1200 ચાર્જ થશે. આ સપ્તાહથીજ મેટા વેરીફાઇડ શરૂ થઈ જશે. આ…

Read More

વડોદરામાં એક હાઈપ્રોફાઈલ કિસ્સો સામે આવ્યો છે જેમાં એરફોર્સ અધિકારીની પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી છે કે તેનો પતિ નપુંસક છે. લગ્ન પહેલા અને લગ્ન પછી પણ પતિએ તેની સાથે જુઠ્ઠુ બોલીને તેની નપુંસકતા છુપાવી હતી. પત્નીનો આરોપ છે કે આટલું જ નહીં, પતિએ પોતાની નપુંસકતા છુપાવવા માટે તેને ઘરમાંથી ભગાડવા માટે હિંસાનો સહારો લીધો હતો. વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે મારા પતિ વડોદરા એરફોર્સ બેઝ પર સ્ક્વોડ્રન લીડર છે અને તેઓ નપુંસકતાથી પીડાતા હતા, જે તેમણે લગ્ન પહેલા છુપાવી હતી અને લગ્ન પણ કર્યા હતા. વડોદરા પોલીસે મહિલાની ફરિયાદના આધારે એરફોર્સ અધિકારી સામે…

Read More

કાળઝાળ મોંઘવારીનો મધ્યમ વર્ગના લોકો ભોગ બની રહયા છે અને મહિને રૂ.15 થી 35 હજાર કમાનારાઓની હાલત કફોડી હોવાનું સામે આવ્યું છે. દેશમાં કાળઝાળ મોંઘવારી વધતા ખાનગી જોબ કરી રહેલા લોકોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે અને હવેતો બે ટાઈમ સારું ભોજન ખાવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે. જાન્યુઆરી 2023માં મોંઘવારી દર 6. 52 ટકા છે. સૌથી વધું માર દર મહિને રૂ. 15થી 35 હજાર મહિને કમાનારા લોકોની હાલત કફોડી બની ગઈ છે. દેશમાં જાન્યુઆરી 2023માં રિટેલ મોંઘવારી દર 6.52 ટકા રહી છે જે ભારતીય રિઝર્વ બેંકની 6 ટકાના સર્વોતમ દરથી પણ વધુ છે. મોંઘવારીને કારણે બજારમાં માંગ પર…

Read More

રાજ્યમાં ઉત્તરથી ઉત્તર-પૂર્વીય ગરમ સુકા પવનો ફૂંકાવાને પગલે અમદાવાદ સહિત 12 શહેરમાં ગરમીનો પારો 37થી 39 ડિગ્રી વચ્ચે રહેતા ફિલ્ડમાં ફરતા લોકો ઉનાળાનો અહેસાસ કરી રહયા છે. રાજ્યમાં તડકો પડવાની શરૂઆત થતા શેરડીનો રસ,લીબુ શરબત,આઈસ ક્રીમ,ઠંડા પીણાંની માંગમાં વધારો થયો છે. હજુ બે દિવસ ગરમી રહ્યા બાદ સામાન્ય ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના આંકડા મુજબ, છેલ્લાં ત્રણ દિવસથી અમદાવાદમાં ગરમીનો પારો સામાન્ય કરતાં ક્રમશ 7 ડિગ્રી વધતા સાથે વહેલી સવાર ઠંડક અને બપોરના સમયે ગરમી એમ બેવડી ૠતુનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરથી ઉત્તર-પુર્વના પવનોની અસરથી સમગ્ર રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધતા સવારના 10.30 કલાકથી ગરમી શરૂ થઈ…

Read More

રાજકોટમાં ક્રિકેટ રમતાં રમતાં પત્રકાર નું હાર્ટએટેક આવતા કરૂણ મોત થયું થતા મીડિયા જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. રાજકોટમાં માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલી રાજકોટ ઇન્ટરપ્રેસ મીડિયા ટૂર્નામેન્ટ દરમિયાન જીજ્ઞેશ ચૌહાણ (ઉં.વ.31)એ પણ ભાગ લીધો હતો. આજે તેમની ટીમવતી તેણે 30 રનની ઇનિંગ રમ્યા બાદ આઉટ થઈને તે ખુરશી પર બેઠો હતો. ત્યારે જ તેને એટેક આવતા તે ખુરશી પરથી ઢળી પડ્યો હતો. બાદમાં ટીમના ખેલાડીઓ ગભરાઈ ગયા હતા અને જીજ્ઞેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. રાજકોટમાં આજે હેડલાઇન અને અબતક વચ્ચે શરૂ થયેલી મેચ દરમિયાન પ્રથમ બેટિંગ હેડલાઈન ટીમે લેતા…

Read More

વલસાડ,બીલીમોરા, નવસારી જિલ્લાના મુસાફરોને ઉત્તમ મુસાફરીનો લાભ મળી રહે તે માટે નવી બસો મુકવામાં આવી રહી છે ત્યારે નવસારી ના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઇ તેમજ નવસારી- વિજલપોર નગર પાલિકાના પ્રમુખ જીગીશભાઈ શાહ ધ્વારા લીલી ઝંડી આપી નવી નકોર 2×2 લકઝરી બસ નુ પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવી બસ સવારે 7.30 કલાકે નવસારી થી ઉપડી સુરત-વડોદરા -ભાવનગર થઈને સાજે 18.25 કલાકે બગદાણા પહોંચશે જ્યારે બીજ દિવસે સવારે 7-30 કલાકે બગદાણા થી ઉપડી પરત ફરશે,બસ નું બગદાણા સુધીનું ભાડુ રૂપિયા 283 રાખવામાં આવ્યું છે. વલસાડ વિભાગમાં આવતાબીલીમોરા ડેપો ખાતે પણ બીલીમોરા-બહુચરાજી રૂટની નવી બસ સર્વિસને ગણદેવી ધારાસભ્ય નરેશભાઇ પટેલના હસ્તે સવારે ૮-૩૦ કલાકે…

Read More