કવિ: Halima shaikh

રાજ્યમાં ઉપરા ઉપરી પેપર લીક થવાની ગંભીર ઘટનાઓ સામે આવતા તેની સામે વિરોધ શરૂ થતાં આખરે રાજ્ય સરકાર દ્વારા પેપર લીક કરનાર ઈસમો વિરુદ્ધ પગલાં ભરવા તખ્તો ગોઠવી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના સ્પર્ધકોના ભાવિ સાથે ચેડા કરનારા વિરુદ્ધ કડક કાયદો બનાવવા જઈ રહી છે. જેનું બિલ ગતરોજ વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું છે. આ બિલને જાહેર પરીક્ષા અધિનિયમ બિલ નામ આપવામાં આવ્યું છે. ગુજરાત જાહેર પરીક્ષા વિધયેક 2023 સરકાર લાવશે. બજેટ સત્રમાં રાજ્ય સરકાર આ વિધયેક પસાર કરાવશે. વિધેયકમાં ઓછામાં ઓછી 7 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની સજાની જોગવાઈ કરાઈ છે. તો પેપરલીક કરનારને 1 કરોડ સુધીનો…

Read More

વિદેશી તહેવારો આપણી સંસ્કૃતિને ફિટ નથી થતા છતાં કેટલાક આવા તહેવારોની આડમાં બહાનું બનાવી પ્રેમની આડમાં શરીર સબંધ સુધી પહોંચી જતા હોય છે. અગાઉ વેલેન્ટાઈન ડે માત્ર પ્રેમની અભિવ્યક્તિ માટે ગુલાબ,કાર્ડ કે કોઈ ગિફ્ટ આપવામાં આવતી હતી અને તેની ધૂમ ખરીદી થતી હતી પણ હવે જમાનો બદલાયો છે અને આ વખતે જે તારણો સામે આવ્યા છે તેમાં ગુલાબ,કાર્ડ કરતા કોન્ડોમ વધુ વેચાયા હોવાનો ધડાકો થયો છે અને વેલેન્ટાઈન વીકમાં જે રીતે પોતાના પાર્ટનર સાથે સેક્સ સંબંધો બનાવ્યા તે જોતા પ્રેમની વ્યાખ્યા બદલાઈ હોવાનું સપાટી ઉપર આવ્યુ છે. નોર્થ આઈલેન્ડ અને ન્યૂઝીલેન્ડમાં 330 સ્ટોર અને 24 હજાર ફૂડી સ્ટોલ ધરાવતી અને…

Read More

રાજ્યમાં ઇકો કારના સાયલેન્સરની મોટાપાયે ચોરી થવાના બનાવો વધી ગયા છે અને પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાઈ રહયા છે ત્યારે માત્ર ઇકો કારના સાયલેન્સરની જ કેમ ચોરટાઓ ચોરી કરી રહયા છે તે વાત ખુબજ ચર્ચાસ્પદ બની છે અને જાણકારોના મતે આ સાયલેન્સરની ખૂબજ માંગ હોય ચોરટાઓ ઇકો કારના સાયલેન્સરની ચોરી કરી રહ્યા હોવાની સંભાવના છે. વડોદરા અને અંકલેશ્વરમાં મોટા પાયે ઇકો કારના સાયલેન્સર ચોરી થતા હોવાના બનાવો નોંધાયા બાદ આ વાત બહાર આવી છે. છેલ્લા દોઢ વર્ષ દરમિયાન વડોદરાના અલગ અલગ પોલીસ મથકના ચોપડે 70 થી વધુ સાયલેન્સર ચોરીના ગુના નોંધાય ચૂક્યા છે. જ્યારે અંકલેશ્વરમાં ઇકો કારમાંથી સાયલન્સરની ચોરી કરતી ગેંગ…

Read More

–રહેણાંક વિસ્તારમાં 50થી વધુ ગેસ સિલિન્ડર કોણે રાખ્યા?નિયમ વિરુદ્ધ રેસિડેન્ટ એરિયામાં બેદરકારી દાખવનાર તત્વો એ લોકોના જીવ સામે ઉભું કર્યું જોખમ સુરેન્દ્રનગરના રતનપરમાં આવેલા રહેણાંક વિસ્તારમાં ગેસના બાટલાં ભરેલા રૂમમાં રાખવામાં આવેલા 10થી વધુ ગેસ-સિલિન્ડર ફાટતાં ભારે નાસભાગ મચી હતી અને પ્રચંડ વિસ્ફોટ થતા આસપાસનાં ઘરોની દીવાલોમાં તિરાડો પડી જવા પામી હતી, આ મકાનમાં 50થી વધુ ગેસ સિલિન્ડર પડ્યા હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે. સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં એક મકાનમાં રાખવામાં આવેલા LPG સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. તે રૂમમાં આગ લાગતા ગેસના બાટલા એક પછી ફાટતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. બ્લાસ્ટના કારણે આસપાસના મકાનોમાં તિરાડ પડી ગઈ હતી.…

Read More

પશ્ચિમ બંગાળમાં આ વર્ષે પંચાયતની ચૂંટણી અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ અગાઉ ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરે તેવી સંભાવના છે. મમતા બેનર્જીની સરકારના નાણાં રાજ્ય મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2023-24 માટેનું બજેટ રજૂ કરશે. પશ્ચિમ બંગાળમાં આ વર્ષે પંચાયતની ચૂંટણી છે અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી છે. રાજનીતિની સાથે સાથે આર્થિક સ્થિતિમાં સુધારો કરવો એ બંગાળ સરકારનું લક્ષ્ય હશે. રાજ્ય સરકાર આજે એટલે કે બુધવારે નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવા જઈ રહી છે. નાણા રાજ્ય મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય બુધવારે બપોરે 2 વાગ્યાથી વિધાનસભામાં બજેટ રજૂ કરશે. આ બજેટમાં સામાજિક યોજનાઓની જાહેરાતની સાથે…

Read More

અમદાવાદમાં સ્કૂલ જતા બાળકોને જો વાહન આપવામાં આવશે તો તેના પિતા સામે ગુનો નોંધવા પોલીસે તજવીજ હાથ ધરી છે,કારણ કે અમદાવાદમાં એક સગીરનું મોત થઈ ગયું છે ત્યારે આ પ્રકરણમાં બાળકને વાહન આપનાર પિતા સામે ખુદ પોલીસે ફરીયાદી બની ગુનો દાખલ કર્યો છે અને આગામી સમયમાં અમદાવાદમાં આ માટે સ્પેશ્યલ અભિયાન છેડવામાં આવશે. અમદાવાદમાં કુબેરનગરની ભાગ્યોદય સોસાયટીમાં રહેતા હીરાનંદ ગનવાણીએ પોતાની 16 વર્ષીય પુત્રી ભૂમિને સ્કૂલે જવા ટુ-વ્હીલર આપતા ભૂમિએ સ્કૂલે જતી વખતે પોતાની સાથે આવનાર સગીર વયના દેવેષ જસરાજાણીને વાહન ચલાવવા આપતા સોસાયટીના ગેટ પાસે જ ટુ-વ્હીલર સ્લીપ થઈ જતા બંનેને ગંભીર ઈજા થઇ હતી દરમિયાન લોકો એકત્ર થઈ…

Read More

સ્થાનિક શેરબજારમાં આજે ટ્રેડિંગની શરૂઆત લાલ નિશાન સાથે થઈ છે. આજે બજારની શરૂઆતમાં બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 60,879 પર ખુલ્યો હતો અને એનએસઈનો 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી આજે 17,885 પર ખુલ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી શરૂઆતના કારોબારમાં ઘટાડાનાં લાલ નિશાન સાથે કારોબાર કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 600 પોઈન્ટના ઉછાળા સાથે 61,032 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 159 પોઈન્ટના ઉછાળા સાથે 17,930 પોઈન્ટ પર બંધ થયો હતો.

Read More

ખાદ્યતેલમાં ફરી વધારો થયો છે,માત્ર બે દિવસમાં સિંગતેલના ડબ્બામાં ભાવ રૂ.150 વધી જતા રૂ.3 હજારને વટાવી ગયો છે. ચીનમાં મોટાપાયે સિંગતેલની નિકાસ થતાં નવા ડબાનો ભાવ રૂ.100-150 વધ્યો હોવાનું સૂત્રો જણાવે છે. ચીનમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પ્રતિ ટન 2000-2200 ડોલરના ભાવે સિંગતેલના મોટાપાયે સોદા થયા હતા જેની ડિલિવરીનો સમય ચાલી રહ્યો છે જેના કારણે સ્થાનિક બજારમાં ભાવ વધ્યા છે. ચીનની નિકાસ ઘટવા ઉપરાંત સ્થાનિકમાં માંગ ઘટે તો જ બજારમાં ભાવ સ્થિર બની શકે તેવું કારણ આપવામાં આવી રહ્યું છે. ઓઇલમિલરોનું કહેવું છે કે નિકાસ વેપાર અને ખેડૂતોની મગફળીની વેચવાલી પર બજારનો ટ્રેન્ડ નિર્ભર બનશે. હજુ પણ ભાવો વધે તેવી વાતો વચ્ચે 3200-3300નો…

Read More

કેનેડાના મિસીસોગામાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરીને તેના પર ભારત વિરોધી સૂત્રો લખવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના મંગળવારની છે, જ્યાં મિસિસોગાના શ્રીરામ મંદિરમાં આ ઘટના બની હતી. કેનેડાના ટોરોન્ટો સ્થિત ભારતના કોન્સ્યુલેટ જનરલે તેની નિંદા કરી છે અને કેનેડા સરકાર પાસેથી ગુનેગારો સામે કડક સજાની માંગ કરી છે. કોન્સ્યુલેટ જનરલે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે ‘અમે મિસીસૌગામાં રામ મંદિરને બદનામ કરવાની અને તેના પર ભારત વિરોધી સૂત્રો લખવાની નિંદા કરીએ છીએ. અમે કેનેડા સરકારને આ મામલાની તપાસ કરવા અને દોષિતો સામે કડક પગલાં લેવાની માંગણી કરી છે. કેનેડામાં હિન્દુ મંદિરને નિશાન બનાવવાની આ પહેલી ઘટના નથી.…

Read More

દિલ્હીમાં બીબીસીની ઓફિસમાં 21 કલાકથી  આવકવેરા દ્વારા સર્વેની કામગીરી ચાલુ છે,BBC બ્રિટનનું નેશનલ બ્રોડકાસ્ટર છે.  આવકવેરાની ટીમ મંગળવારે સવારે લગભગ 11.15 વાગે બીબીસી ઓફિસ પહોંચી અને સર્વેનું કામ શરૂ કર્યું હતું જે હજુ યથાવત છે. આવકવેરાની ટીમમાં 15 થી 20 જેટલા અધિકારીઓ હાજર છે. તે જ સમયે, યુકે સરકારે કહ્યું કે તે આ બાબત પર નજર રાખી રહી છે. જો સૂત્રોનું માનીએ તો બીબીસીના એકાઉન્ટ્સ અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ તપાસવામાં લાંબો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં આવકવેરા વિભાગની કાર્યવાહીમાં લાંબો સમય લાગી શકે છે. તે જ સમયે, બીબીસી ઓફિસમાં આવકવેરાના દરોડા પછી રાજકારણ પણ તેજ બન્યું છે. વિપક્ષ મોદી સરકાર…

Read More