Author: mohammed shaikh

Screenshot 20230727 100857 Chrome

વલસાડમાં હાલ વરસાદે વિરામ લીધો છે પણ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે જિલ્લાની તમામ નદીઓ બેકાઢે અને ભયજનક સપાટીએ વહી રહી હોય તંત્ર દ્વારા નિચાણવાળા વિસ્તારમાં રહતા લોકોએ એલર્ટ કરાયા છે. વલસાડ જિલ્લાની ઔરંગા, પાર, કોલક દમંગાગંગા સહિતની તમામ નદીઓ ભય નજન સપાટી નજીક પહોંચતા વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. વલસાડ જિલ્લાના નદીના તટ વિસ્તારમાં મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ મુલાકાત લઈને સતત નદીના જળ સ્થર વિશે માહિતીઓ મેળવી રહ્યા છે અને નદીના તટ વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. મહત્વનું છે કે મધુબન ડેમના ચેમેન્ટ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધતા…

Read More
Screenshot 20230727 095546 Chrome

વડોદરામાં આજથી પોલીસકર્મીઓને પણ કાયદાનું પાલન કરાવવા 7 દિવસ ટ્રાફિક પોલીસની ડ્રાઇવ શરૂ થઈ છે જેમાં તમામ પોલીસ ખાતામાં નોકરી કરતા પોલીસકર્મીઓ સહિત અધિકારીઓએ નિયમો પાળવા પડશે અન્યથા દંડ થશે. વડોદરામાં આજથી કોઈપણ પોલીસ કર્મચારી હેલ્મેટ કે સીટબેલ્ટ વગર દેખાશે તો રૂા.500નો દંડ થશે. હાઈકોર્ટે દ્વારા પોલીસ અને કોર્પોરેશન તંત્રને અલ્ટીમેટમ આપી કાયદાનો ડર બતાવવાની ટકોર બાદ વડોદરા ટ્રાફિક પોલીસ સક્રીય થઈ છે. લોકો સામે કાયદાનો કોરડો વિંઝતી પોલીસ શહેરમાં જે પોલીસકર્મી ટ્રાફિક નિયમનોનું પાલન નહીં કરે તેની સામે પણ દંડનીય કાર્યવાહી થશે. હાલમાં પોલીસ ઓવર સ્પીડીંગને લઈને કાર્યવાહી કરી રહી છે અને ચાલકોને ઈ-મેમો પણ આપી રહી છે. ત્યારે…

Read More
Screenshot 20230727 093233 Chrome

સૌરાષ્ટ્રમાં તા.27 જુલાઈ થી તા.5 ઓગષ્ટ સુધી વરસાદ પડવાની ફરી આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં હાલ કેટલાક વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે અને મોટાભાગે વાદળીયું હવામાન જોવા મળી રહ્યું છે અને વરાપ નીકળતા જ્યાં વાવણી થઈ છે અને વધુ વરસાદ નથી તેવા ખેડૂતો કામે લાગ્યા છે જોકે કેટલીક જગ્યાએ ખેતરોમાં પાણી ભરાતા ફરી વાવણી કરવી પડે તેવી સ્થિતિ છે ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. આજે તા.27 જુલાઈ થી 5 ઓગષ્ટ દરમિયાન દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રનાં ભાગોમાં વરસાદ થવાની આગાહી કરી છે. ઉત્તર…

Read More
Screenshot 20230727 083539 Chrome

આજે રાજકોટમાં વડાપ્રધાન મોદી તેમના ડ્રીમ પ્રોજેક્ટ ગ્રીન ફીલ્ડ હિરાસર એરપોર્ટ નું લોકાર્પણ કરશે. રાજકોટમાં એરપોર્ટના લોકાર્પણના કાર્યક્રમમાં રાજકોટવાસીઓ તરફથી પ્રધાનમંત્રીને વિમાનની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવશે. જેમાં રાજકોટનું હુનર ગણી શકાય તેવું ઇમિટેશન આર્ટ દેખાશે. રાજકોટના ઇમિટેશનના કારીગરો દ્વારા પ્રધાનમંત્રીને ભેટ આપવા માટે ખાસ વિમાન તૈયાર કર્યું છે. આ વિમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રધાનમંત્રીને ભેટ સ્વરૂપે આપશે. ઉપરાંત વડાપ્રધાન દ્વારા ફ્લાયઓવર, સૌની યોજના સહિતના વિવિધ 2162.20 કરોડનાં વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાન મોદી આજે રાજકોટમાં 234 કરોડનાં વિકાસ કામોનું લોકાર્પણ કરાશે, જેમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ન્યારી-1 ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધી સ્ટીલની પાઇપલાઇન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, લાઈબ્રેરી, આરોગ્ય કેન્દ્ર,…

Read More
Screenshot 20230727 080110 Google

વડોદરા શહેરમાં મનપાના પત્રિકાકાંડમાં મેયર નિલેશ સિંહ રાઠોડ સામે રૂ. 40થી 60 કરોડના ખોટા આક્ષેપો લગાવી બદનામી કરવાનો પ્રયાસ એ માત્ર નિલેશ સિંહનો નહીં પણ ક્ષત્રિય સમાજને બદનામ કરવાની હીન કોશિશ કરી હોવાની રજૂઆત ક્ષત્રિય સમાજે કરી આ પ્રકરણમાં કોની મુખ્ય ભૂમિકા છે તેની તપાસ કરવા પોલીસ કમિશનરને આવેદન આપી રજુઆત કરી હતી. સમાજના અગ્રણી મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે ‘અલ્પેશ લીંબાચિયા અગાઉ જાહેરમાં કહેતાં હતા કે હું વહીવટદાર છું. તો સવાલ એ થઇ રહ્યો છે કે તે કોનો અને ક્યાં પ્રકારનો વહીવટ કરતાં હતા? તેની તપાસ થવી જોઈએ. તેમણે પૂર્વ મેયર અને કેયુર રોકડીયા સામે આક્ષેપો કર્યા હતા. વધુમાં…

Read More
Screenshot 20230726 130329 Chrome

વડોદરાના પંડ્યા બ્રિજ પાસે એક બેકાબુ બનેલી કાર નજીકમાં દીવાલ સાથે અથડાતા કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ ગઈ હતી અને કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટનામાં 24 વર્ષના યુવાન કારચાલકનું મોત નીપજ્યું છે. જોરદાર અવાજ સાંભળી મધરાત્રે રોડ ઉપર ફરી રહેલા લોકો દોડી આવ્યા હતા અને કારમાંથી બંનેને બહાર કાઢી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં કારચાલક ગુંજન સ્વામી નામના 24 વર્ષના યુવાન નું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મધરાત્રે 2 વાગ્યાના સુમારે બનેલી આ ઘટના અંગે મળેલી માહિતી મુજબ શહેરના હરણી એરપોર્ટ સામે આવેલી F-9 ગોકુલ રહેતો 24 વર્ષીય ગુંજન જિજ્ઞેશભાઇ સ્વામી તેના બાજુમાં રહેતા અર્જુનસિંહ…

Read More
Screenshot 20230726 103901 Chrome

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28 જુલાઇના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ઘણા વિકાસના પ્રકલ્પોની ભેટ આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનાર કાર્યક્રમને લઈને પોલીસ દ્વારા બંદોબસ્તની તૈયારી કરવામાં આવી રહી છે. એરપોર્ટથી લઈ રેસકોર્સ સુધીના સમગ્ર રૂટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે અને સુરક્ષામાં ભૂલ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. સાથે વડાપ્રધાનની સુરક્ષાને પગલે આવતીકાલ સુધી રાજકોટ શહેરમાં ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે. આગામી 27મી જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત રાજકોટ શહેરની મુલાકાતે છે. હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના…

Read More
Screenshot 20230726 101313 Chrome

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર 9 લોકોના મોત નિપજાવનાર તથ્ય પટેલની જેગુઆર કારનો કંપનીના હેડ ક્વાર્ટર યુકેથી આવેલા માઈક્રો રિપોર્ટમાં ચોંકાવનારી વાત સામે આવી છે. રિપોર્ટ મુજબ જ્યારે જેગુઆર કાર બ્રિજ પર હતી ત્યારે 137 KMની ઝડપ હતી અને કાર ચાલક તથ્ય પટેલે કારનું એક્સિલેટર પૂરે પૂરું દબાવેલું હોવાની વાત ખુલી છે, બીજું જ્યારે કાર લોકો સાથે ભટકાઈ ત્યારે તે ઓટોમેટીક લોક થઈ હતી ત્યારે કાર ઉભી રહી ગઇ તે સમયે 108 કિમીની સ્પીડે કાર ભટકાતી-ભટકાતી લોક થઈ ગઈ હતી. તથ્ય પટેલે કારને બ્રેક મારવાનો પ્રયાસ પણ નહોતો કર્યો તેવું જેગુઆર કારના રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે. આ રિપોર્ટ ઉપરથી તથ્યની માનસિકતા…

Read More
Screenshot 20230726 095727 Chrome

વડોદરા શહેર પોલીસ કમિશનર શમશેરસિંઘ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસકર્મીઓનું કોપ ઓફ ધ મન્થ એવોર્ડથી સન્માનિત કરી તેઓનું મોરલ વધારવાની કામગીરી શરૂ થઈ છે પરિણામે પોલીસકર્મીઓમાં ઉત્સાહ જોવા મળી રહયો છે ત્યારે આ વખતે કારેલીબાગના બે પોલીસકર્મીઓને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું છે. કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ સંદિપકુમાર ગજસિંહ અને અનાર્મ લોકરક્ષક પ્રદિપકુમાર પ્રવિણભાઇની સારી કામગીરીને લઈ તેઓ એવોર્ડ માટે હક્કદાર બન્યા છે. કારેલીબાગ પોલીસ સ્ટેશન અને જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચાર ગુનામાં સંકલનમાં રહીને ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી મુદ્દામાલ પણ જપ્ત કરવાની બન્ને પોલીસકર્મીઓની શ્રેષ્ઠ કામગીરીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ કમિશનર શમશેરસિંઘના…

Read More
Screenshot 20230726 092312 WhatsAppBusiness

અમદાવાદના નરોડા વિસ્તારમાં હંસપુરા ખાતે રહેતા વિનોદભાઈ વાઘેલાના પત્ની અનિતાબેન વાઘેલાની હત્યા થયા બાદ હજુસુધી પોલીસને હત્યારાઓ અંગે કોઈ સુરાગ નહિ મળતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ કેસના આરોપીઓને ઝડપી લઈ કડક સજાની માંગ ઉઠવા પામી છે દરમિયાન આ વિસ્તારના લોકો તેમજ દલિત આગેવાનો એકત્ર થયા હતા અને કેન્ડલ લાઈટ સાથે સભા યોજી હતી અને હત્યારાઓને કડક સજા થાય તેવી માંગ સાથે પોલીસ દ્વારા ઝડપી તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હત્યાનો ભોગ બનનાર અનિતા બેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તા.18 મી જુલાઈ 2023 ના રોજ સવારે 8 કલાકે અનિતાબેન વાઘેલા પોતાના…

Read More