Author: mohammed shaikh

Screenshot 20230722 181222 Google

અમરેલી જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે,સવારથી સતત વરસાદ પડતા ટોડા ગામ નજીક નાળા પર પાણી ફરી વળ્યા છે. લાઠી હાઇવે પર આવેલા ટોડા ગામ પાસે પુલ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં અમરેલી- ભાવનગર નેશનલ હાઇવે પણ બંધ કરાયો છે. આ ઉપરાંત અમરેલી ઠેબી ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યાં હતા. બીજી તરફ લીલીયાના મધ્યમાંથી પસાર થતી નાવલી નદીમાં ઘોડાપૂર પૂર આવતા મેઈન બજારમાં આવેલી દુકાનોમા પાણી ઘૂસવાની દહેશત ઉભી થઈ છે.

Read More
Screenshot 20230722 173459 Chrome

ઇસ્કોન બ્રિજ અકસ્માતની ઘટનામાં નવ લોકોની જિંદગી છીનવી લેનારા તથ્ય પટેલે 15 દિવસ અગાઉ સિંધુભવન રોડ ઉપર થાર ગાડી વડે અકસ્માત સર્જો હોવાની વાત સામે આવી છે. જેમાં સિંધુભવન રોડ ઉપર આવેલા રેસ્ટોરાંની દિવાલમાં તથ્ય પટેલે થાર ગાડી ઘૂસાડી દીધી હતી ઇસ્કોન બ્રિજ ઉપર 0093 નંબરની જેગુઆર વડે અકસ્માત કરીને 9 લોકોને કચડી નાખ્યા હતા. આજ તથ્ય પટેલે 15 દિવસ પહેલાં જ 0093 નંબરની થાર ગાડી વડે અકસ્માત સર્જી એક રેસ્ટોરન્ટની દીવાલ તોડી નાખી હોવાનું ખુલ્યું છે. દીવાલ તૂટી જતા હાલ અહીં નવી દીવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જોકે આ અકસ્માત બાદ રેસ્ટોરન્ટ વાળા સાથે સમાધાન થઈ ગયું હતું.…

Read More
Screenshot 20230722 172457 Chrome

રાજ્યમાં ભારે વરસાદના વાવડ મળી રહયા છે ત્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થયા છે અને ચારે તરફ પાણી પાણી નજરે પડી રહ્યું છે અને હોનારત સર્જાતા લોકો ભયભીત બન્યા છે. ગિરનાર પર્વત ઉપર 14 ઇંચ જેટલો વરસાદ થતાં પર્વત ઉપરનું પાણી શહેરમાં ઘૂસ્યા બાદ જૂનાગઢ શહેરમાં આજે 8 ઈંચ જેટલો વરસાદ વરસતા અહીં સ્થિતિ વિકટ બની છે. જૂનાગઢમાં હાલ જળ હોનારતનો માહોલ છે, મુબારક બાગ વિસ્તારમાં તો મકાનો ડૂબ્યા હતા. રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે. રસ્તા પર વાહનો ડુબી રહ્યા છે. જેથી વાહનચાલકોની સ્થિતિ હાલ ખુબ ખરાબ જોવા મળી છે. ભવનાથ વિસ્તારમાં કેબિનો, રેકડી, ગાયો સહિત પશુઓ પણ તણાયા હતા.…

Read More
Screenshot 20230722 170546 Chrome

વડોદરામાં ચાલુ સીઝનના ચોમાસામાં પ્રથમવાર માત્ર ચાર કલાકમાં પાંચ ઇંચ અને જિલ્લાના પાદરા તાલુકામાં 4 ઇંચ વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે અને સર્વત્ર પાણી ભરાઇ ગયા છે દરમિયાન દિવસ દરમિયાન ફરી વરસાદ શરૂ રહેતા જન જીવન પ્રભાવિત રહ્યું હતું. વડોદરા શહેરના માંડવી, દાંડિયાબજાર, રાવપુરા, સ્ટેશન ગરનાળા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ઉપરાંત પશ્ચિમ વિસ્તારમાં સારાભાઇ સોસાયટીમાં પાણી ભરાઇ ગયા હતા. આ ઉપરાંત શહેરના સ્લમ વિસ્તારો તુલસીવાડી, કમાટીપુરા, પરશુરામ ભઠ્ઠા, નવાયાર્ડ રોશનનગર, આજવા રોડ, ખોડીયારનગર, વડસર, ગોત્રી, ઇસ્કોન મંદિર સહિતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા. રેસકોર્ષ સર્કલ પાસે ઝાડ રોડ ઉપર પડ્યું હતું. ભારે વરસાદને પગલે…

Read More
Screenshot 20230722 163329 Chrome

વડોદરામાં ભારે વરસાદની સ્થિતિ યથાવત છે અને કેટલીક ભોંય તળિયે આવેલી દુકાનો-ઓફિસોમાં 3થી 4 ફૂટ સુધીના પાણી ભરાઈ જતા વેપારીઓ કફોડી હાલતમાં મુકાયા છે. બેઝમેન્ટની દુકાનોમાં ભરાયેલા પાણીના પગલે વેપારીઓના માલ સામાનને ભારે નુકસાન પહોંચ્યું હતું. સયાજી ગંજમાં આવેલા ફોનિક્સ કોમ્પ્લેક્સની 45 દુકાનો પાણીમાં ગરક થઇ જતા નુકસાન થયુ છે. શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ફોનિક્સ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા 50 જેટલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે. વેપારીઓ દ્વારા પાણીની મોટર મૂકીને પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી. વેપારીઓએ પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પાલિકા…

Read More
Screenshot 20230722 161002 Chrome

વડોદરા શહેરમાં મોડી રાત્રે ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ તૂટી પડતા સર્વત્ર જળ બંબાકાર સર્જાયો છે ત્યારે વડોદરા નજીક આવેલા ઉંડેરા ગામ સ્થિત તળાવની આસપાસના વિસ્તારો પણ પાણીથી તરબોળ બનતા સ્થાનિક લોકોની મુસીબતો વધી ગઈ છે. ઉંડેરા ગામનું તળાવ પુરાણ કરવાથી પાણી તળાવની આસપાસમાં ફરી વળતા આ સ્થિતિ ઉભી થઇ રહી હોવાનું લોકોનું કહેવું છે. તળાવની આસપાસમાં રહેતા લોકો પાણીની વચ્ચે ફસાયા હોવા અંગેની જાણ વોર્ડ નંબર-9ના ભાજપાના કાઉન્સિલર સુરેખાબહેન પટેલને થતાં તેઓ કાર્યકરો સાથે દોડી ગયા હતા પરંતુ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને લોકોએ કાઉન્સિલરને મોઢા ઉપર કહી દીધું કે તળાવના પુરાણના કારણે આ સ્થિતી સર્જાઇ છે.…

Read More
Screenshot 20230722 131853 Chrome

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે ભાવનગર, નવસારી અને વલસાડમાં રેડએલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આજે નવસારી જિલ્લામાં ચાર કલાકમાં 13 ઇંચ વરસાદ પડતા સર્વત્ર જળ બંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. નવસારીમાં આજે 12 વાગ્યા સુધીમાં 13 ઇંચ વરસાદ ખાબકતાં શહેર જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. નવસારીમાં સ્ટેશનની દાંડી તરફ જતો રસ્તો બંધ થઇ ગયો છે, જ્યારે વિઠ્ઠલ મંદિરમાં પાણી ભરાઇ ગયાં છે. નવસારી શહેરના શાંતાદેવી વિસ્તારમાં દીવાલ ધસી પડતા 2 કાર દબાઈ ગઈ છે. ભારે વરસાદને કારણે એક ગેસ એજન્સીમાં ગોડાઉનમાં પડેલા ગેસના બાટલા તણાયા હતા. ભારે વરસાદને પહલે દુકાન અને ઘરોમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતા અને નવસારીની…

Read More
Screenshot 20230722 130745 Chrome

ભાવનગરના શિહોરમાં આંગડિયા પેઢીના કર્મચારી લૂંટાયો હોવાની ઘટના સામે આવી છે,શિહોર બસ સ્ટેન્ડ નજીક બંદૂકની અણીએ અંદાજે રોકડ અને હીરા સહિત રૂ. 1 કરોડની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. ભાવનગરના શિહોરમાં બસ સ્ટેન્ડ પાસે આવેલ ઢાળ પાસે ઘટના બની છે, આંગડિયા પેઢીની કર્મચારીને આંતરી લૂંટ ચલાવાઈ છે. આર. મહેન્દ્રકુમાર એન્ડ કુ. ના કર્મચારી ને 4 થી વધુ લૂંટારાઓએ બંદૂકની અણીએ લૂંટ ચલાવી છે. આજે વહેલી સવારે બનેલી ચકચારી ઘટના, ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને CCTV ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર ઢસાથી બાઇક લઈને આર.મહેન્દ્ર…

Read More
Screenshot 20230722 110351 Chrome

આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી થઈ છે અને વહેલી સવારે વડોદરા શહેરમાં પાંચ ઇંચ વરસાદ પડતાં રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા પરિણામે કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. આજે રાજ્યમાં એલર્ટ અપાયું છે. રાજ્યના દ્વારકા,ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં હવામાન વિભાગે રેડ અલર્ટ જાહેર કર્યું છે. દ્વારકામાં આજે વરસાદી સ્થિતિને જોતા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત સહિત રાજકોટ, જૂનાગઢ,ગીર સોમનાથ, અરવલ્લીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત જામનગર, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે.…

Read More
Screenshot 20230722 103635 Chrome

રાજ્યમાં સુરત,રાજકોટ, અમદાવાદ, બાદ હવે વડોદરામાં પણ આંખ આવવાના કેસોએ દેખા દીધી છે. આંખના રોગ કન્જક્ટિવાઇટિસના કેસ વધવાને તંત્ર એલર્ટ થઈ ગયું છે. શહેરની એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલ રહેતા 150 વિદ્યાર્થીઓને કન્જક્ટિવાઇટિસનો ચેપ લાગતાં ભારે અફરા તફરી મચી હતી. શહેરની સયાજી હોસ્પિટલમાં આંખના 100 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે જમનાબાઈમાં 150 દર્દી અને ગોત્રી હોસ્પિટલમાં 85 આંખ આવવાના દર્દી નોંધાયા છે. શહેરમાં વધી રહેલા દર્દીઓની સંખ્યાને પગલે પાલિકાનો આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યુ છે અને જાહેર જનતાને અપીલ કરી છે કે પરિવારમાં એક જણને લક્ષણ હોય અને ડોક્ટરે જે ડ્રોપ આપ્યા હોય તો એ જ ડ્રોપ બીજી વ્યક્તિએ વાપરવા નહીં કારણ કે…

Read More