Author: mohammed shaikh

Screenshot 20230426 160800 Google

રાજકોટ મનપામાંથી વિપક્ષ નેતાનું કાર્યાલય ખાલી કરવા આદેશ થતાં તેના ઘેરા પ્રત્યાઘાતો ઉઠવા પામ્યા છે અને આ મામલે કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું કે આ ખોટું કહેવાય પણ હવે અમે RMCનાં બગીચામાં બેસીશુ અને લોકપ્રશ્નો સાંભળશુ. રાજકોટ મનપામાંથી વિપક્ષ નેતાનું કાર્યાલય ખાલી કરવા આદેશ બાદ વિપક્ષ નેતા ભાનુબેન સોરાણી અને કોઁગ્રેસ નેતા અશોક ડાંગરે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી જેમાં આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભાજપના શાસકો દ્વારા કાર ભલે પરત લેવામાં આવે પરંતુ અમારું કાર્યાલય ચાલુ રાખવું જોઈએ. આ માટે મેયરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. છતાં જો કાર્યાલય ખાલી કરાવી કોઈ જગ્યા આપવામાં નહીં આવે તો વિપક્ષ નેતા…

Read More
Screenshot 20230426 153745 Chrome

છત્તીસગઢના દંતેવાડામાં આજે બુધવારે નક્સલી હુમલામાં 10 જવાન શહીદ થયા છે. જેમાં એક નાગરિકનું પણ મોત થયું છે. આ જવાન તેમના સાથીઓને લેવા ખાનગી વાહનમાં અરનપુર જઈ રહ્યા ત્યારે નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં કેટલાક નક્સલવાદીઓ પણ ઘાયલ થયા છે. મામલો અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આ ઘટનાની પુષ્ટિ કરતા મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું છે કે આ ખુબજ દુઃખદ છે. શહીદ થયેલા જવાનોના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. નક્સલવાદીઓને કોઈપણ કિંમતે બક્ષવામાં આવશે નહીં. અમે નક્સલવાદને ખતમ કરીને રહીશું.

Read More
Screenshot 20230426 145204 Chrome

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે ચંદીગઢ પહોંચ્યા હતા અને પંજાબના પૂર્વ સીએમ સ્વ.પ્રકાશ સિંહ બાદલને શ્રદ્ધાંજલિ આપી હતી. મોદી ચંડીગઢ એરપોર્ટથી સીધા સેક્ટર-28માં શિરોમણી અકાલી દળની ઓફિસ પહોંચ્યા હતા,જ્યાં સ્વર્ગસ્થ બાદલના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. પીએમ મોદી લગભગ 12:45 વાગ્યે SAD કાર્યાલય પહોંચ્યા અને સંગતની ભીડ વચ્ચે બાદલના નશ્વર દેહને ફૂલ અર્પણ કર્યા હતા. પીએમ મોદી શીખ ધર્મના નિયમો અનુસાર માથા પર કેસરી પટકા બાંધીને પહોંચ્યા હતા. તેઓ લગભગ 10 મિનિટ સુધી શોકસભામાં રહ્યા અને પ્રકાશ સિંહ બાદલને યાદ કર્યા. અરદાસ બાદ પ્રકાશ સિંહ બાદલના પાર્થિવ દેહને પાર્ટીના ઝંડામાં તેમના વતન લઈ જવાશે જ્યાં અંતિમ વિધિ…

Read More
Screenshot 20230426 134828 Facebook

વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાની પોલીસે ધરપકડ કરતા ભારે હોહા મચી છે ત્યારે યુવરાજસિંહે પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર કેટલાક સવાલો કર્યા છે જે અક્ષર: પ્રસ્તુત છે. 1. બિપિનભાઈની ધરપકડ પછી વિડીયો સામે આવ્યો. 2. પોલીસ પોતે શું કામ ફરિયાદી છે?? 3. CCTV માં વ્યક્તિ આવતા અને જતાં દેખાય છે. એના ઉપરથી આરોપ સાબિત કેવી રીતે થાય? 4. કાળી બેગમાં પૈસા જ છે એવું પોલીસે ક્યાં તથ્ય ના આધારે નક્કી કર્યું.? 5. યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સમાં જે વ્યક્તિ/નેતા/અધિકારીના નામ આપ્યાં એમને સમન્સ કેમ નહીં.? 6. વારે વારે પ્રેસ કોન્ફરન્સમાં રેન્જ IG કક્ષાના અધિકારી પ્રથમવાર જોવા મળે છે. આવું કેમ? 7. જે રીતે વિડીયો બારેથી…

Read More
Screenshot 20230426 133918 Chrome

વડોદરા સાવલી પોલીસ મથકમાં રવિવારે આકાશ માળી નામના બૂટલેગર દ્વારા આત્મવિલોપનના પ્રયાસના મામલામાં નાટ્યાત્મક રીતે વળાંક આવ્યો છે. બૂટલેગર આકાશ માળીએ દવાખાનાના આઈસીયુમાંથી જિલ્લા એલસીબી અને ડી સ્ટાફ સામે ગંભીર આક્ષેપ કરી પોતાને ખોટી રીતે હેરાન કરાતો હોવાની વાત કરી દવાખાનાથી છૂટીને પણ હું મરી જઈશ તેવો વીડિયો વાયરલ કરતાં ચકચાર મચી છે. સાવલી પોલીસ અને એલસીબી થી ત્રાસીને બુટલેગરે આત્મવિલોપન કરવાનો આક્ષેપ કરતા સનસનાટી મચી જવા પામી છે. સાવલી પોલીસ અને એલસીબી સ્ટાફ પર ગંભીર આક્ષેપ કરી સાત લાખ રૂપિયા માગતા હોવાનો તેણે આક્ષેપ કર્યો છે. પોલીસ અને બૂટલેગરોની સાંઠગાંઠનો ઓડિયો પણ વાયરલ થતાં સાવલી પોલીસ અને એલસીબી ટીમ…

Read More
Screenshot 20230426 124523 Chrome

ડમીકાંડમાં યુવરાજસિંહના ખુલાસા બાદ થયેલી તપાસમાં સ્પેશ્યિલ ઈન્વેસ્ટીગેશન ટીમે ડમી કાંડમાં સંડોવાયેલા વધુ ચાર આરોપીઓની ધડપકડ કરી છે, જેથી આ મામલે અત્યાારસુધીમાં કુલ 23 આરોપીઓ ઝડપાયા છે જોકે,ખાસ વાત એ છે કે યુવરાજસિંહ દ્વારા જે મોટા નામો અપાયા છે તે મોટા લોકોની ક્યારે તપાસ થશે? લોકો આ સવાલ ઉઠાવી રહયા છે ત્યારે પોલીસે યુવરાજસિંહના નિવેદન બાદ જે મોટા મંત્રીઓના નામો અપાયા છે તેની પણ તપાસ થાય તો જનતાને લાગે પોલીસ તટસ્થ કામગીરી કરી રહી છે આ વાત લોકોમાં ચર્ચાનો વિષય છે. ભાવનગર એસપી કચેરી બહાર યુવરાજસિંહે શુક્રવારે સવારે પત્રકાર પરિષદ યોજી અનેક મંત્રી, પૂર્વ શિક્ષણમંત્રીનાં નામો આપ્યા હતા. તેમણે જણાવ્યું…

Read More
Screenshot 20230426 122738 Chrome

રાજ્યમાં ભ્રષ્ટાચારની વારંવાર પોલ ખોલનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ઉપર પોલીસ કાર્યવાહી શરૂ થતાં તેના ઘેરા પ્રત્યાઘાતો ઉઠવા પામ્યા છે આ મામલે વિપક્ષ દ્વારા પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે ત્યારે આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશાધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આ સમગ્ર કાર્યવાહીની ટીકા અને આક્ષેપ કરતા કહ્યું કે, “રાજ્યમાં 156 બેઠકો મેળવનાર સરકારની આ પહેલી ગિફ્ટ છે, યુવરાજસિંહને જેલમાં નાખી દેવાય અને દબાવી દેવામાં આવે જેથી આગામી સમયમાં ક્યારેય કોઈ ભ્રષ્ટાચાર જાહેર કરતા પહેલાં સો વાર વિચાર કરે, સરકારની એક ગિફ્ટ છે. ભાજપે પ્રથમ ગિફ્ટ આપી છે.” “જો આ મામલામાં તટસ્થ કાર્યવાહી કરવી હોય તો જે મંત્રીઓ ઉપર આક્ષેપ છે તેમની કેમ ધરપકડ થતી…

Read More
Screenshot 20230426 115707 Chrome

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વેંસ્ટર્ન ડિસ્ટબનર્સ સિસ્ટમને કારણે રાજ્યમાં ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવાનીની આગાહી કરવામાં છે. ત્યારે આવો જાણીએકે રાજ્યમાં ક્યાં ક્યાં સ્થળોએ કઇ તારીખે વરસાદ થશે તે માહિતી નીચે મુજબ છે. હવામાન વિભાગના સુત્રોનું માનીએતો રાજ્યમાં આજથી ત્રણ દિવસ વરસાદ થઈ શકે છે જેમાં તા.26 એપ્રિલના રોજ દાહોદ, તાપી, ડાંગ, નર્મદા, કચ્છ, અમદાવાદ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. આ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્ય વરસાદ પડવાની સંભાવના રહેલી છે. 27 એપ્રિલને ગુરુવારના રોજ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, બોટાદ સહિતનાં શહેરોમાં…

Read More
Screenshot 20230426 114114 Chrome

અતિક-અશરફ મર્ડર કેસમાં યોગી સરકાર વિરુદ્ધ ટિપ્પણી કરનાર મુસ્લીમ પર્સનલ-લૉ-બોર્ડના ઉત્તર પ્રદેશના પ્રમુખ હાફીઝ-નૂર-અહમદ રઝા અઝહરી વિરૂદ્ધ એફ.આઈ.આર. નોંધવામાં આવી છે. અતીક અહમદ અને તેના ભાઈ અશરફની હત્યા પછી સોશ્યલ મીડીયા ઉપર કોણ શુ બોલી રહ્યું છે તે ઉપર પોલીસ વોચ રાખી રહી છે તે દરમિયાન મુસ્લીમ પર્સનલ-લૉ-બોર્ડના ઉત્તર પ્રદેશના પ્રમુખ અઝહરીએ એક વિડીયોમાં અતીક-અશરફની હત્યા અંગે નારાજગી દર્શાવતા જણાવ્યું હતું કે અતીક અપરાધી હતા તે વાત સ્વીકારીએ છીએ, પરંતુ તે સાંસદ અને વિધાયક પણ હતા. અપરાધીને સજા કરવાનો અધિકાર ન્યાયાલયને છે પણ સરકારે જ અતીક અને અશરફની હત્યા કરાવી છે. અઝહરીએ વધુમાં કહ્યું હતું કે થોડા દિવસો પહેલા મુખ્યમંત્રીએ…

Read More
Screenshot 20230426 110156 Chrome

–લોકોનો એકજ મત, સરકારી જમીન છે અને નિયમ મુજબ સરકારમાં પરત જવી જ જોઈએ! –જ્યાં સુધી આ જમીન સરકારશ્રીના હસ્તક નહીં લેવાય ત્યાં સુધી સત્યડે આમુહીમને જનહિત માટે ચાલુ રાખશે ગુજરાત સરકાર પાસેથી વલસાડ પાલિકાના કર્મચારીઓ માટે મ્યુનિ.સ્ટાફ ક્વાર્ટસ એપાર્ટમેન્ટ માટે સીટી સર્વે નંબર 1772/2 ની જમીન મેળવ્યા બાદ પાલિકાના કર્મચારીઓ પાસેથી વલસાડના બિલ્ડર હિમાંશુ વશીએ સરકારી ફ્લેટો ખરીદ્યા બાદ તેને વેચી મારવાનું પ્રકરણ ભારે ગાજયું છે ત્યારે પ્રેસવાળાને બોલાવી ફોટા પડાવી વાહવાહી કરનારું અને નાના ગરીબ માણસો ઉપર હાવી થઈ જતું નપાનું તંત્ર આવા મોટા ખેલ કરે ત્યાં કોને કહેવું? વલસાડમાં જો દુકાન પાસે જો એક ઓટલો પણ બની…

Read More