Author: mohammed shaikh

Screenshot 20230506 174254 Chrome

ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં વન-ડે વર્લ્ડ કપમાં રમાનાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની શકયતા વ્યક્ત થઈ રહી છે. અમદાવાદના સ્ટેડિયમની ક્ષમતા 1.32 લાખ હોવાને કારણે વિદેશથી આવનારા ક્રિકેટ ચાહકોને ધ્યાનમાં રાખી આ સ્થળની પસંદગી કરવામાં આવે તેવી શકયતા છે. મહત્વનું છે કે પાકિસ્તાની ટીમ 2016 બાદ 2023માં ભારતમાં મેચ રમતી જોવા મળી શકે છે. BCCI આઈપીએલ બાદ સત્તાવાર રીતે ભવ્ય રીતે વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત થશે ત્યારે અમદાવાદમાં ભારત-પાક ની મેચ રમાવાની જાહેરાત થવાની શકયતા છે. વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. આ (પ્રેક્ટિસ મેચ સહિત) માટે અમદાવાદ, રાજકોટ, નાગપુર, બેંગલુરુ, ત્રિવેન્દ્રમ, મુંબઈ, દિલ્હી, લખનઉ,…

Read More
Screenshot 20230506 171749 One UI Home

દુબઈ ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં સુરતની 17 વર્ષીય શિહોરા જીશાને ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર દેશ સહિત ગુજરાત અને સુરતનું નામ રોશન કર્યું હતું. દુબઈ ખાતે તા.30 એપ્રિલે ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં સુરતના કતારગામ સ્થિત ખોડીયાર કૃપા સોસાયટીમાં પરિવાર સાથે રહેતી 17 વર્ષીય શિહોરા જીશાએ ભાગ લીધો હતો. જીશાએ કરાટેમાં પોતાની કારકિર્દી બનાવવા અભ્યાસ સાથે તે કરાટેની ટ્રેનિંગ કરતી હતી અને જીશા ધોરણ 12ની પરીક્ષા આપ્યા બાદ દુબઈ ખાતે કરાટે ચેમ્પિયનશીપમાં ભાગ લેવા ગઈ હતી જ્યાં તેણે કુમેટે(ફાઇટ)માં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. દુબઈ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ બુડોકેન કપ દુબઈ-2023 સ્પર્ધા દરમિયાન સમગ્ર વિશ્વમાંથી 600થી વધુ કરાટે…

Read More
Screenshot 20230506 165315 Chrome

એલિયન્સ બાબતે ફરી એકવાર ચોંકાવનારી વાત સામે આવી છે અને કહેવામાં આવી રહ્યું છે કે એલિયન લોકો હવે મોબાઈલ ટાવરના સિગ્નલના આધારે પૃથ્વી ઉપર વસતા માનવી ઉપર સંશોધન કરી શકે છે. લાઈફ સાયન્સ રિપોર્ટ અનુસાર મોબાઈલ ટાવરમાંથી નીકળતા સિગ્નલની મદદથી એલિયન્સ જાણકારી મેળવી શકે છે. વૈજ્ઞાનિકો જણાવે છે કે, આ ટાવરમાંથી જે એનર્જી નીકળે છે, તેનો ઉપયોગ રેડિયો અને ટીવી ટ્રાન્સમિશનમાં કરવામાં આવે છે. મોરેશિયસ યુનિવર્સિટીના ડૉ.નલિની જણાવે છે કે, સ્પેસમમાં એડવાન્સ સિવિલાઈઝેશનની સંભાવના છે. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ અને જ્યૂપિટર આઈસી મૂન્સ એક્સપ્લોર (JUICE) જેવા એડવાન્સ ડિવાઈસથી નવા સંકેત પણ મળ્યા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, એલિયન્સ ગેલેક્સીમાં એડવાન્સ…

Read More
Screenshot 20230506 162446 Chrome

સુરત-બારડોલી નેશનલ હાઈવે પર કાર અને ડમ્પર સર્જાયેલા અકસ્માતમાં છના કરૂણ મોત થયા હોવાના અહેવાલ છે,આ ઘટનાને પગલે ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે અને રોડ ઉપર ટ્રાફિક જામ થઈ જતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ટ્રાફિક ક્લીઅર કરાવ્યો હતો. સુરત-બારડોલી નેશનલ હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 6 લોકોના સ્થળ ઉપર જ કમકમાટીભર્યા મોત થતાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ મૃતક પરિવાર સુરત જિલ્લાના માંડવીનો હોવાનુ જાણવા મળ્યું છે. આ પરિવાર બારડોલીના તરસાડી ખાતે લગ્ન પ્રસંગમાં ગયો હતો જ્યાંથી પરત ફરતી વખતે કાર ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર 3 મહિલા, 1 બાળકી,…

Read More
Screenshot 20230506 154600 WhatsApp

ખાણ-ખનીજ વિભાગ અને મહેસુલ વિભાગનાં ભ્રષ્ટ અધિકારીઓ શંકાના દાયરામાં આવી ગયા છે કેમકે પગલાં ભરતા નથી વલસાડ,કપરાડા,પારડી તાલુકામાં ઠેર-ઠેર ગેરકાયદેસર ઈંટનાં ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે છતાં તંત્ર કોઈ પગલાં ભરતું નથી અને જાણે છૂટ આપી છે. દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં ઠેરઠેર ગેરકાયદે ઈંટના ભઠ્ઠા ધમધમી રહયા છે. ખાણ-ખનીજ વિભાગ અને મહેસુલ વિભાગનાં ભ્રષ્ટ અધિકારીઓનાં કારણે વલસાડ,કપરાડા,પારડી તાલુકામાં ઠેર-ઠેર ગેરકાયદેસર ઈંટનાં ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે. આવા ચોક્કસ ઈંટના ભઠ્ઠા માલિકોએ જિલ્લા કે તાલુકા કક્ષાએથી કોઈપણ પ્રકારની પરવાનગી લીધી નહી હોવાની વાત ચર્ચાઈ રહી છે એટલુંજ નહિ પણ ગ્રામ પચાયતનાં મહેસુલી તલાટી અને સરપંચોનાં મેળાપીપણામાં પરપ્રાતીય માલિકો દ્રારા ઈંટનાં ભઠ્ઠાઓ…

Read More
Screenshot 20230506 153110 Chrome

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચારના છેલ્લા રાઉન્ડમાં પીએમ નરેન્દ્ર મોદીએ બેલ્લારીમાં યોજાયેલી જાહેર સભામાં જય બજરંગ બલીના નારા લગાવીને ભાષણની શરૂઆત કરતા સભામાં બજરંગબલીનો જોરદાર જયઘોષ થયો હતો. આ પછી તેમણે કહ્યું કે કોંગ્રેસને મારા જય બજરંગ બલી બોલવા સામે પણ વાંધો છે. કર્ણાટકને દેશનું નંબર વન રાજ્ય બનાવવા માટે પીએમએ કહ્યું કે આ માટે સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા સૌથી મહત્વપૂર્ણ જરૂરિયાતો છે. કર્ણાટકની આતંકવાદથી મુક્ત થવું પણ એટલું જ જરૂરી છે ભાજપ હંમેશા આતંકવાદ સામે કડક રહ્યું છે. જ્યારે પણ આતંકવાદ પર કાર્યવાહી થાય છે ત્યારે કોંગ્રેસના પેટમાં દુખવા લાગે છે. ફિલ્મ કેરળ સ્ટોરીમાંથી સત્ય બહાર આવ્યું છે વડાપ્રધાને ફિલ્મ…

Read More
Screenshot 20230506 141659 Chrome

સૌરાષ્ટ્રમાં ધ્રાફા ગામે છકડો પુલ ઉપરથી નીચે ખાબકતા ત્રણ લોકોના મોત થયા છે. દેવભૂમી દ્વારકા જિલ્લામાં આવેલા ધ્રાફા ગામેથી છકડો રિક્ષા ભાણવડ તાલુકાના જામ રોજીવાળા ગામે જતાં સમયે રીક્ષા પુલ પરથી નીચે ખાબકતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે તેમજ આઠ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઈજાગ્રસ્તને હાલ જામનગર અને ખંભાળિયા ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલીક સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ઘરી હતી.

Read More
Screenshot 20230506 135049 Chrome

પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોની બે દિવસીય ભારત મુલાકાત સમયે જ કાશ્મીરમાં રાજૌરી અને બારામુલ્લામાં આતંકીઓએ એકસાથે હુમલા કર્યા છે અને જેમાં ભારતના પાંચ જવાન શહીદ થયા છે. જમ્મુ-કાશ્મીરમાં રાજૌરીના કાંડી વિસ્તારમાં સવારે 7.30 વાગ્યાથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં લશ્કરનો એક આતંકવાદી માર્યો ગયો છે, જ્યારે અન્ય એક આતંકવાદી ઇજાગ્રસ્ત થયો છે. આતંકીઓએ એક બ્લાસ્ટ કરતાં સેનાના 5 જવાન શહીદ થયા હતા. શહીદ થયેલા જવાનોમાં લાન્સ નાઈક રુચિન સિંહ, નાઈક અરવિંદ કુમાર, હવાલદાર નીલમ સિંહ અને પેરાટ્રૂપર સિદ્ધાંત ચેત્રી, પ્રમોદ નેગીનો સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરીના કાંડી જંગલમાં છુપાયેલા આતંકવાદીઓએ મોડી રાત્રે 1.15 વાગ્યે ફાયરિંગ શરૂ કર્યું હતું, જે હજુ પણ ચાલુ…

Read More
Screenshot 20230506 133704 Chrome

રાજ્યમાં અનેક સ્થળે વરસાદ પડવાનું ચાલુ છે અને હજુ બે દિવસ  શનિ અને રવિવાર સુધી કમોસમી વરસાદનું વાતાવરણ રહેશે તેમ હવામાન વિભાગનું કહેવું છે. દરમિયાન ખેતીમાં નુકશાન થતાં ખેડૂતો માટે વિશેષ સહાય પેકેજની સરકારે જાહેરાત કરવામાં આવી છે. 48 તાલુકાઓ માટે સરકારે સહાય પેકજ જાહેરાત કરી રાજ્ય સરકારે 48 તાલુકા માટે સહાય પેકેજની જાહેરાત કરી છે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે પાકમાં થયેલા નુકસાન સંદર્ભે સરકાર દ્વારા વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં માર્ચ-2023માં થયેલા કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાન અન્વયે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં ટોપ-અપ સહાય અપાશે. આ ખેતી અને વર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂ.13,500…

Read More
Screenshot 20230506 133140 Chrome

રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કમોસમી વરસાદ થયો છે અને ગત સાંજે રાજકોટ જિલ્લાના પાટણવાવ, કલાણામાં એક જ કલાકમાં અનરાધાર 4-4 ઈંચ વરસાદ પડ્યા બાદ આજે ધોરાજી અને ઉપલેટામાં ધોધમાર પડયાના અહેવાલ છે. ધોરાજીના પાપટવાવના ઓસમ ડુંગર પરથી પાણીનો ધસમસતો ધોધ વહેતો થયો હતો. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા જ્યારે જેતપુર, જસદણ પંથકમાં પણ હળવો વરસાદ વરસ્યો હતો. ધોરાજી તાલુકાના કલાણા, છત્રાસા, ચિચોડ, રવની સહિતનાં ગામોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે ધોધમાર 4 ઇંચ વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારમાં ખાલી પડેલા તમામ ચેકડેમો ઓવરફ્લો થતા જોવા મળ્યા હતા. આ ગામોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.…

Read More