ગાંધીનગર- ગુજરાત સરકારના ઉર્જા વિભાગે દેશના 10 રાજ્યોને વીજળીનું વેચાણ કર્યું છે. ગુજરાતમાં સરપ્લસ વીજળી હોવાના દાવા વચ્ચે રાજ્ય સરકારે દેશના વિવિધ રાજ્યોમાં વીજ વેચાણના કરાર કર્યા છે અને તે પ્રમાણેની વીજળી વેચી છે. સૌથી વધુ 9.54 મિલિયન યુનિટ વીજળી ઉત્તરપ્રદેશે ગુજરાત પાસેથી ખરીદી છે. વિધાનસભામાં ઉર્જા વિભાગે આપેલા આંકડા પ્રમાણે બિહાર રાજ્ય પણ ગુજરાત પાસેથી વીજળી ખરીદે છે. બિહારમાં 7.13 મિલિનય યુનિટની વીજળી આપવામાં આવી છે જ્યારે મમતા બેનરજીના પશ્ચિમબંગાળમાં પણ ગુજરાતે 8.55 મિલિયન યુનિટ વીજળી વેચી છે. ગુજરાત સરકારે દાવો કર્યો છે કે રાજ્યમાં કૃષિ ક્ષેત્ર સહિતની તમામ વીજ માંગ પૂર્ણ કર્યા બાદ વધારાની વીજળી દેશમાં જરૂરિયાતવાળા રાજ્યોને…
કવિ: Margi Desai
ગાંધીનગર- ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ કલ્પસર યોજનાની ભૂતકાળમાં અનેકવાર જાહેરાત થઇ ચૂકી છે છતાં આજે ગુજરાત સરકાર કહે છે કે કલ્પસર યોજનાની હજી અમે જાહેરાત કરી નથી. વિધાનસભામાં કલ્પસર યોજનાની જાહેરાત ક્યારે કરવામાં આવી તેવા પૂછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં નાયબ મુખ્યમંત્રી (કલ્પસર) નીતિન પટેલે કહ્યું હતું કે, અમે કલ્પસર યોજનાની જાહેરાત કરી નથી પરંતુ કલ્પસર યોજનાનો શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવા માટે જરૂરી અભ્યાસોની કામગીરી માટે 2003થી સરકારે મંજૂરીઓ આપેલી છે. કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલના યોજના પાછળ થયેલા ખર્ચના પૂરક પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં કલ્પસર યોજનાના અભ્યાસ…
ગાંધીનગર- દિલ્હીમાં યુપીએ સરકાર હોય કે એનડીએ સરકાર, ગુજરાતને હંમેશા નુકશાન થતું આવ્યું છે. મોસાળમાં જમણ અને મા પિરસતી હોવા છતાં ગુજરાતને અન્યાય થઇ રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં કેન્દ્ર સરકારે ગુજરાતને વળતર તરીકે 7099 કરોડ રૂપિયા ઓછા આપ્યાં છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારના એક પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે આંકડા આપતાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય કરવેરાની વસૂલી છે તેવી રકમ પૈકી રાજ્ય સરકારને મળવાપાત્ર રકમ 2017-18માં 23817.86 કરોડ રૂપિયા છે જ્યારે 2018-19માં 27553.38 કરોડ રૂપિયા થતા હતા. આ બન્ને વર્ષોમાં ગુજરાત સરકારે કરવેરા પેટે લોકો પાસેથી 51370 કરોડ ઉઘરાવ્યા હતા. સરકારે ઉઘરાવેલી…
ગાંધીનગર- ગુજરાતમાં ગાય આધારિત પ્રવાસન વિકસાવવા માટે રાજ્ય સરકારે પ્રયાસ શરૂ કર્યા છે. દેશના જે રાજ્યોમાં ગાયોનું મહત્વ વધારે છે તેવા રાજ્યોમાં પ્રવાસન સરકીટ બનશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગની રચના આ હેતુથી કરવામાં આવી છે. દેશી ગાયની નસલ પેદા કરે છે તેવા રાજ્યોમાં આ સરકીટ બનાવવામાં આવે તેવી સંભાવના છે. ભારત સરકાર દેશમાં ગાય સરકીટ બનાવવા માગે છે જેમાં ગુજરાતને પણ જોડવામાં આવ્યું છે. ગાય આધારિત પ્રવાસન અર્થવ્યવસ્થાને ઉત્તેજન આપશે. નવરચિત રાષ્ટ્રીય કામધેનું આયોગે એક એવો માર્ગ બનાવવાનો પ્રયાસ કર્યો છે કે જેના દ્વારા ગાયની સમજ અને તેના ઉત્પાદનોનો વિદેશોમાં પણ પ્રચાર પ્રસાર થઇ શકશે. આયોગે આ સરકીટ માટે હરિયાણા, ઉત્તરપ્રદેશ,…
ગાંધીનગર- વિશ્વના દેશો ક્લાયમેટ ચેન્જની વાતો કરી રહ્યાં છે ત્યારે યુએનના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના દરિયાકિનારા વિસ્તારો, દેશના મુંબઇ અને કોલક્તા જેવા મોટા શહેરોમાં દરિયાના પાણીની સપાટીમાં વધારો થતાં જમીનનું ધોવાણ થઇ રહ્યું છે જે ક્રમશ વસતીને ખાલી કરાવી શકે છે, કારણ કે પાણીનું લેવલ વધી રહ્યું છે. રાજ્યના આઠ જિલ્લામાં દરિયાના પાણીના કારણે જમીનનું ધોવાણ થયું છે. જમીન ધોવાણ અંગે રાજ્યના બજેટમાં દર વર્ષે ફાળવણી કરવામાં આવતી હોય છે પરંતુ યોગ્ય પગલાંના અભાવે દરિયાના પાણી દરિયા કિનારાના વિસ્તારોમાં ઘૂસી રહ્યાં છે. સૌથી વધારે મુશ્કેલી નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં થઇ છે. દરિયાના પાણી નર્મદા નદીમાં આવી રહ્યાં…
ગાંધીનગર- ગુજરાતમાં કોલ્ડસ્ટોરેજની અછત હોવા છતાં ખેડૂતો ફુલોની ખેતી તરફ વળ્યા છે. અત્યારે ફુલોનો વાવેતર વિસ્તાર વધીને 21000 હેક્ટર થયો છે જે 2008-09માં 11000 હેક્ટર હતો. રાજ્યમાં જો કોલ્ડસ્ટોરેજ અને ગ્રીનહાઉસ બનાવવાનો ખર્ચ ઓછો થાય તો રાજ્યમાં ફુલો માટેનું વાતાવરણ સારૂં છે. રોકડિયો પાક હોવાથી ખેડૂતો ધીમે ધીમે ફુલોની ખેતી તરફ વળી શકે છે. રાજ્યમાં ગ્રીનહાઉસના કારણે ફુલોનું ઉત્પાદન વધ્યું છે. કટ ફ્લાવરના માર્કેટને પણ મોટું બુસ્ટઅપ મળ્યું છે. છેલ્લા 10 વર્ષમાં ફુલોના ઉત્પાદનમાં 100 ટકાનો વધારો નોંધાયો છે. ફુલોમાં સૌથી મોટું બજાર ગુલાબ, મેરીગોલ્ડ, મોગરા અને લીલીનું છે. ખેડૂતો ગુલાબની ખેતીમાં પાછળ પડતાં જાય છે. નિકાસ કરવાના ટાંચા સાધનો…
ગાંધીનગર- ગુજરાતમાં ફરીથી નબળી પડેલી કોંગ્રેસને ભાજપના નેતાઓની નજર લાગી છે. કોંગ્રેસમાંથી ઓછામાં ઓછા 12 ધારાસભ્યો ખેરવવાની ભાજપની યોજના છે જેને સાકાર કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મથાપણ કરી રહ્યાં છે. કોંગ્રેસના એક સિનિયર સદસ્યએ કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓની તાકાત હોય તો તેમના ધારાસભ્યોને ભાજપમાં જતાં બચાવી લે, અન્યથા તેઓ કેસરિયો ધારણ કરવા જઇ રહ્યાં છે. રાજ્યમાં વિપક્ષના કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવા સંકેત મળ્યા છે. રાજ્યમાં 26મી માર્ચે રાજ્યસભાની ખાલી પડનારી ચાર બેઠકોની ચૂંટણી થવાની છે ત્યારે તે પહેલાં ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ આવે તો નવાઇ પામવા જેવું નથી. કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી સંભાવના એટલા…
હું ભાજપમાં જન્મ્યો છું અને ભાજપમાં જ મરીશ, કોંગ્રેસ સપનાં ના જુએ – નીતિન પટેલ ગાંધીનગર- ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે હું ભાજપમાં જ જન્મ્યો છું અનેભાજપમાં જ મરીશ. કોંગ્રેસે કોઇ ખ્વાબ જોવાની જરૂર નથી. તેમણે વિધાનસભામાં કોંગ્રેસનીટીખળનો જવાબ આપતાં આમ કહ્યું છે. વિધાનસભાની પ્રશ્નોત્તરી સમયે એક પ્રશ્નના ઉત્તરમાં જ્યારે કોંગ્રેસના સભ્યોએ ભાજપનાસભ્યો અંતે કોઇ કોમેન્ટ કરતાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે તમારામધ્યપ્રદેશમાં તો કોંગ્રેસના કાંગરા ખરવા માંડ્યાં છે. કોંગ્રેસના સભ્ય વિરજી ઠુમર કહેતા હતા કેદુખી નિતીનભાઇ કોંગ્રેસમાં આવી જાય, તેમને અમે મુખ્યમંત્રી બનાવીશું. વિરજીભાઇ તમારાસપનાં પુરાં થવાના નથી. પ્રદીપસિંહે સભાગૃહમાં વિપક્ષના નેતા પરેશ ધાનાની…
ગાંધીનગર- ગુજરાત ભાજપના રાજ્યસભા માટેના બે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જો કે કોંગ્રેસે હજી તેના બે નામો જાહેર કર્યા નથી. ભાજપ ત્રીજો ઉમેદવાર ઉભો રાખે તો 26મી માર્ચે ચૂંટણી થશે, અન્યથા બન્ને પાર્ટીના બે ઉમેદવારોને વિજેતા જાહેર કરી દેવામાં આવશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને બજેટ સત્ર દરમ્યાન રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય ભાજપે ગુજરાત ભાજપ માટે બે નામો જાહેર કર્યા છે જેમાં એક નામ અભય ભારદ્વાજનું છે અને બીજું નામ પૂર્વ ધારાસભ્ય રમિલાબેન બારાનું છે. કોંગ્રેસે હજી કોઇ ઉમેદવાર જાહેર કર્યા નથી. ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ 13મી માર્ચ છે. ભાજપે તેના સત્તાવાર ઉમેદવારો ઉપરાંત…
ગાંધીનગર- ગુજરાતમાં બાળલગ્ન થાય છે તે હકીકત છે પરંતુ સરકાર પગલાં લઇ શકતી નથી, કારણ કે છીંડે ચઢ્યો તે ચોર… એ ઉક્તિ પ્રમાણે કોઇ ફરિયાદ કરે તો બાળલગ્ન અટકી જાય છે પરંતુ લગ્ન થયા પછી કાયદા પ્રમાણે કામ થઇ શકતું નથી. મોટાભાગના કેસોમાં બાળલગ્ન થઇ ચૂક્યાના ચાર-પાંચ વર્ષ પછી ફરિયાદ થઇ હોય છે અને એ સમયે બાળલગ્ન કરનાર યુગલ પુખ્તવયનું બની ચૂક્યું હોય છે. બાળલગ્ન કરવા એ ગુનો છે છતાં કાયદાનું ઉલ્લંઘન કરતાં એવા પરિવારો મોજૂદ છે કે જેમણે કાયદો તોડીને બાળલગ્નો કર્યા છે. એકલા અમદાવાદમાં 20,000 કરતાં વધુ કિસ્સા એવા છે જેમાં બાળવિવાહ થયાં છે. આજે તેમની સામે પગલાં…