ગાંધીનગર- કચ્છમાં દર વર્ષે યોજાઇ રહેલા રણોત્સવમાં કુલ પ્રવાસીઓની સાથે સાથે વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે વર્ષમાં માત્ર 12500 વિદેશી પ્રવાસીઓ રણોત્સવ જોવા માટે આવ્યા હતા. એક વર્ષમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કચ્છનો રણોત્સવ તેની બ્યુટી ગુમાવતો જાય છે તેની પાછળનું મુખ્ય કારણ પ્રાઇવેટાઇઝેશન છે. સ્થાનિક લોકોના ભૂંગા જેવા આવાસ છોડીને વિવિધ એજન્સીઓએ ફાઇવસ્ટાર હોટલોનું નિર્માણ કરી દેતાં કચ્છનો રણોત્સવ ફીક્કો પડી રહ્યો છે. ઓનલાઇન બુકીંગમાં પણ સામાન્ય વ્યક્તિ રણોત્સવ માટે બુકીંગ કરાવી શકે નહીં તેવી ઉંચી ફી વસૂલ કરવામાં આવે છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે રણોત્સવ શરૂ કર્યો હતો ત્યારે…
કવિ: Margi Desai
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને બેટરી ઓપરેટેડ દ્વિચક્રી વાહનો આપશે ગાંધીનગર- ગુજરાતમાં પર્યાવરણની રક્ષા માટે ક્લાયમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા આગામી વર્ષે રાજ્ય સરકારે ત્રણ લાખ રહેણાંકના મકાનો પર રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવાની યોજના બનાવી છે. એ સાથે સ્કૂલના વિદ્યાર્થીઓને બેટરી ઓપરેટેડ વાહનો ઉપરાંત ઇ-રીક્ષા લોંચ કરશે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે રહેઠાણના મકાનો પર સોલાર સિસ્ટમ લગાવવા સરકારે 912 કરોડ રૂપિયા ફાળવવાનું નક્કી કર્યું છે. સ્કૂલના બાળકોને બેટરી ઓપરેટેડ દ્વિચક્રી વાહનો ખરીદવા માટેની મંજૂરી આપશે. પ્રથમ તબક્કે 10,000 વિદ્યાર્થીઓને આવા વાહનો અપાશે, જ્યારે રાજ્યમાં 40,000 રૂપિયાની સહાય સાથે બેટરી સંચાલિત ઇ-રીક્ષા ખરીદવા માટે પ્રોત્સાહિત કરશે. ગુજરાત સરકારે 5922…
ગાંધીનગર- ગુજરાતમાં સરકારી પ્રાથમિક સ્કૂલોની ગુણવત્તા સુધરી હોવાનો દાવો રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કર્યો છે. તેમણે કહ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં ખાનગી સ્કૂલો છોડીને 3 લાખ જેટલા વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલોમાં એડમિશન લીધું છે. હવે તો એડમિશન માટે વેઇટીંગ લિસ્ટ બનાવવું પડે છે. શિક્ષિત યુવાનોને જે તે ક્ષેત્રમાં રોજગારી મળે તે માટે શિક્ષણ વિભાગ દ્ધારા જિલ્લા દીઠ જોબ પ્લેસમેન્ટ ફેરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉદીશા પ્લેસમેન્ટ પ્રોજેકટ હેઠળ 3.62 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. વર્ષ 2019-20ના પ્લેસમેન્ટ કેમ્પ દ્ધારા 17148 વિદ્યાર્થીઓ અને પ્રી-પ્લેસમેન્ટ ઘ્વારા 2936 સાથે કુલ 20084 વિદ્યાર્થીઓને રોજગારીની તકો પ્રાપ્ત થઈ છે, જેમને વધુમાં વધુ વાર્ષિક નવ…
ગાંધીનગર— ગુજરાતમાં રાજ્યસભાની ત્રીજી બેઠક જીતવા માટે મરણિયા બનેલા ભાજપના નેતાઓને મહાત કરવા માટે કોંગ્રેસે રાજ્યમાં ફરી એકવાર રિસોર્ટ પોલિટીક્સ ની તૈયારી શરૂ છે. રાજ્યના 73 ધારાસભ્યો તેમજ કોંગ્રેસને સપોર્ટ કરનારા અપક્ષ ધારાસભ્યને ગુજરાત બહાર ખસેડવામાં આવી શકે છે. કોંગ્રેસે એવો વ્યૂહ અપનાવ્યો છે કે 26મીએ રાજ્યસભાનું મતદાન શરૂ થાય તે સમયે તમામ ધારાસભ્યોને એકસાથે મતદાન માટે લઇ જવામાં આવશે. કોંગ્રેસના ધારાસભ્યોને સાચવવા માટે પાર્ટીના સિનિયર નેતાઓને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપ પાસે હાલ 103 ધારાસભ્યો છે અને તેમને બીજા ત્રણનો સપોર્ટ મળે તેમ છે. ભાજપને ત્રીજો ઉમેદવાર જીતાડવા માટે 111 સભ્યોની આવશ્યકતા છે. સૂત્રો કહે છે કે કોંગ્રેસના…
ગાંધીનગર- ગુજરાત સરકારના ઉર્જા વિભાગે દેશના 10 રાજ્યોને વીજળીનું વેચાણ કર્યું છે. ગુજરાતમાં સરપ્લસ વીજળી હોવાના દાવા વચ્ચે રાજ્ય સરકારે દેશના વિવિધ રાજ્યોમાં વીજ વેચાણના કરાર કર્યા છે અને તે પ્રમાણેની વીજળી વેચી છે. સૌથી વધુ 9.54 મિલિયન યુનિટ વીજળી ઉત્તરપ્રદેશે ગુજરાત પાસેથી ખરીદી છે. વિધાનસભામાં ઉર્જા વિભાગે આપેલા આંકડા પ્રમાણે બિહાર રાજ્ય પણ ગુજરાત પાસેથી વીજળી ખરીદે છે. બિહારમાં 7.13 મિલિનય યુનિટની વીજળી આપવામાં આવી છે જ્યારે મમતા બેનરજીના પશ્ચિમબંગાળમાં પણ ગુજરાતે 8.55 મિલિયન યુનિટ વીજળી વેચી છે. ગુજરાત સરકારે દાવો કર્યો છે કે રાજ્યમાં કૃષિ ક્ષેત્ર સહિતની તમામ વીજ માંગ પૂર્ણ કર્યા બાદ વધારાની વીજળી દેશમાં જરૂરિયાતવાળા રાજ્યોને…
ગાંધીનગર- ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ કલ્પસર યોજનાની ભૂતકાળમાં અનેકવાર જાહેરાત થઇ ચૂકી છે છતાં આજે ગુજરાત સરકાર કહે છે કે કલ્પસર યોજનાની હજી અમે જાહેરાત કરી નથી. વિધાનસભામાં કલ્પસર યોજનાની જાહેરાત ક્યારે કરવામાં આવી તેવા પૂછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં નાયબ મુખ્યમંત્રી (કલ્પસર) નીતિન પટેલે કહ્યું હતું કે, અમે કલ્પસર યોજનાની જાહેરાત કરી નથી પરંતુ કલ્પસર યોજનાનો શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવા માટે જરૂરી અભ્યાસોની કામગીરી માટે 2003થી સરકારે મંજૂરીઓ આપેલી છે. કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલના યોજના પાછળ થયેલા ખર્ચના પૂરક પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં કલ્પસર યોજનાના અભ્યાસ…
ગાંધીનગર- દિલ્હીમાં યુપીએ સરકાર હોય કે એનડીએ સરકાર, ગુજરાતને હંમેશા નુકશાન થતું આવ્યું છે. મોસાળમાં જમણ અને મા પિરસતી હોવા છતાં ગુજરાતને અન્યાય થઇ રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં કેન્દ્ર સરકારે ગુજરાતને વળતર તરીકે 7099 કરોડ રૂપિયા ઓછા આપ્યાં છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારના એક પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે આંકડા આપતાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય કરવેરાની વસૂલી છે તેવી રકમ પૈકી રાજ્ય સરકારને મળવાપાત્ર રકમ 2017-18માં 23817.86 કરોડ રૂપિયા છે જ્યારે 2018-19માં 27553.38 કરોડ રૂપિયા થતા હતા. આ બન્ને વર્ષોમાં ગુજરાત સરકારે કરવેરા પેટે લોકો પાસેથી 51370 કરોડ ઉઘરાવ્યા હતા. સરકારે ઉઘરાવેલી…
ગાંધીનગર- ગુજરાતમાં ગાય આધારિત પ્રવાસન વિકસાવવા માટે રાજ્ય સરકારે પ્રયાસ શરૂ કર્યા છે. દેશના જે રાજ્યોમાં ગાયોનું મહત્વ વધારે છે તેવા રાજ્યોમાં પ્રવાસન સરકીટ બનશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગની રચના આ હેતુથી કરવામાં આવી છે. દેશી ગાયની નસલ પેદા કરે છે તેવા રાજ્યોમાં આ સરકીટ બનાવવામાં આવે તેવી સંભાવના છે. ભારત સરકાર દેશમાં ગાય સરકીટ બનાવવા માગે છે જેમાં ગુજરાતને પણ જોડવામાં આવ્યું છે. ગાય આધારિત પ્રવાસન અર્થવ્યવસ્થાને ઉત્તેજન આપશે. નવરચિત રાષ્ટ્રીય કામધેનું આયોગે એક એવો માર્ગ બનાવવાનો પ્રયાસ કર્યો છે કે જેના દ્વારા ગાયની સમજ અને તેના ઉત્પાદનોનો વિદેશોમાં પણ પ્રચાર પ્રસાર થઇ શકશે. આયોગે આ સરકીટ માટે હરિયાણા, ઉત્તરપ્રદેશ,…
ગાંધીનગર- વિશ્વના દેશો ક્લાયમેટ ચેન્જની વાતો કરી રહ્યાં છે ત્યારે યુએનના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના દરિયાકિનારા વિસ્તારો, દેશના મુંબઇ અને કોલક્તા જેવા મોટા શહેરોમાં દરિયાના પાણીની સપાટીમાં વધારો થતાં જમીનનું ધોવાણ થઇ રહ્યું છે જે ક્રમશ વસતીને ખાલી કરાવી શકે છે, કારણ કે પાણીનું લેવલ વધી રહ્યું છે. રાજ્યના આઠ જિલ્લામાં દરિયાના પાણીના કારણે જમીનનું ધોવાણ થયું છે. જમીન ધોવાણ અંગે રાજ્યના બજેટમાં દર વર્ષે ફાળવણી કરવામાં આવતી હોય છે પરંતુ યોગ્ય પગલાંના અભાવે દરિયાના પાણી દરિયા કિનારાના વિસ્તારોમાં ઘૂસી રહ્યાં છે. સૌથી વધારે મુશ્કેલી નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં થઇ છે. દરિયાના પાણી નર્મદા નદીમાં આવી રહ્યાં…
ગાંધીનગર- ગુજરાતમાં કોલ્ડસ્ટોરેજની અછત હોવા છતાં ખેડૂતો ફુલોની ખેતી તરફ વળ્યા છે. અત્યારે ફુલોનો વાવેતર વિસ્તાર વધીને 21000 હેક્ટર થયો છે જે 2008-09માં 11000 હેક્ટર હતો. રાજ્યમાં જો કોલ્ડસ્ટોરેજ અને ગ્રીનહાઉસ બનાવવાનો ખર્ચ ઓછો થાય તો રાજ્યમાં ફુલો માટેનું વાતાવરણ સારૂં છે. રોકડિયો પાક હોવાથી ખેડૂતો ધીમે ધીમે ફુલોની ખેતી તરફ વળી શકે છે. રાજ્યમાં ગ્રીનહાઉસના કારણે ફુલોનું ઉત્પાદન વધ્યું છે. કટ ફ્લાવરના માર્કેટને પણ મોટું બુસ્ટઅપ મળ્યું છે. છેલ્લા 10 વર્ષમાં ફુલોના ઉત્પાદનમાં 100 ટકાનો વધારો નોંધાયો છે. ફુલોમાં સૌથી મોટું બજાર ગુલાબ, મેરીગોલ્ડ, મોગરા અને લીલીનું છે. ખેડૂતો ગુલાબની ખેતીમાં પાછળ પડતાં જાય છે. નિકાસ કરવાના ટાંચા સાધનો…