ગાંધીનગર- ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કોરોના વાયરસ સંદર્ભે ચાલી રહેલા લોકડાઉનમાં બે મહત્વના નિર્ણય લીધા છે. એક નિર્ણય એવો છે કે સિંગતેલ અને કપાસિયા તેલના વધતા ભાવ અને અછત દૂર કરવા ઓઇલ મીલો ચાલુ રાખવાનો છે, જ્યારે પોલીસની જેમ સફાઇ, મહેસૂલી તેમજ પુરવઠા સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે પણ 25 લાખ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે. કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતિમાં જામ અને આરોગ્યને જોખમમાં મૂકીને ફરજ બજાવતા પોલીસના સેવા અધિકારીઓ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગાઉ એવો નિર્ણય લીધો હતો કે ફરજ દરમ્યાન પોલીસ કર્મચારીનું અવસાન થાય તો પરિવારને 25 લાખ રૂપિયાની સહાય અપાશે. હવે આવી સહાય તેમણે રાજ્યની પાલિકા કે મહાનગરપાલિકાના…
કવિ: Margi Desai
ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 122 થઇ છે. આજે વધુ 14 નવા કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું મોત થયું છે. રાજ્યમાં સૌથી વધુ 8 કેસો અમદાવાદમાં થયાં છે. જો કે આજે વધુ ચાર વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. નવા કેસોમાં અમદાવાદમાં સાત પુરૂષ અને એક મહિલા છે. બે કેસો ભાવનગર, એક કેસ છોટાઉદેપુર, એક વડોદરા અને બે કેસ સુરતમાં થયાં છે. રાજ્યમાં નવા છ કેસ દિલ્હી કનેક્શનના છે, બાકીના કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. સુરમાં 61 વર્ષની એક મહિલાનું મોત થયું છે, જે અગાઉ ડાયાબિટીશથી પિડીત હતી. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ કહ્યું હતું…
ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા વ્યક્તિઓ પૈકી કુલ 108 વ્યક્તિના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. આજે દિવસ દરમ્યાન વધુ ત્રણ કેસો સામે આવ્યા છે. આરોગ્ય વિભાગે વિવિધ હોસ્પિટલોમાં 2276 વ્યક્તિઓના ટેસ્ટ કર્યા હતા જે પૈકી 2159 ટેસ્ટ નેગેટીવ આવ્યા છે. જ્યંતિ રવિએ કહ્યું હતું કે કોરોના વાયરસમાં હવે લોકલ ટ્રાન્સમિશનના આંકડા વધી રહ્યાં છે. ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ કહ્યું છે કે કોરોના વાયરસના સંક્રમણથી બચવા તેમજ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ગરમ પાણી અને ગોલ્ડન મિલ્ક (ગરમ પાણીમાં હળદર નાંખીને) પીવું જોઇએ. તેમણે આજે કોરોના કેસોની અપડેટ્સ આપી હતી. તેમણે કહ્યું હતું કે દિવસ દરમ્યાન કોરોના…
ગાંધીનગર- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાત્રે નવ કલાકે ઘરની લાઇટો બંધ કરી દીપ પ્રગટાવવાની કરેલી અપીલ પછી રાજ્ય સરકારે લોકોને ચેતવણી આપી છે કે રાત્રે દીપ જલાવ્યા પછી માર્ગો પર કોઇએ રેલી કાઢી તો તેમની સામે લોકડાઉનના કાયદાની કલમો પ્રમાણે ગુનો નોંધી કાર્યવાહી કરાશે. રાજ્યની પોલીસે પણ લોકોને ચેતવણી આપી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે લોકડાઉનનો અમલ કરીને નાગરિકોએ ઘરના આંગણે કે બાલ્કનીમાં રહીને સોશ્યલ ડિસ્ટન્સ સાથે દીપ પ્રગટાવવાનો છે. સરઘસ કે રેલી કાઢીને બહાર નહીં નિકળવાની તેમણે લોકોને અપીલ કરી છે. નીતિન પટેલે કહ્યું હતું કે આવતીકાલ (રવિવાર) એ રાત્રીના નવ કલાકથી નવ મિનિટ માટે…
ગાંધીનગર- કેન્દ્રની સૂચના પછી ગુજરાત સરકારે પોલીસને એવા આદેશ આપ્યાં છે કે લોકડાઉનના સમયમાં બિનજરૂરી બહાર નિકળતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરો. પોલીસે હવે માર્ગો પર વારંવાર દેખાતા વાહનોને સોફ્ટવેરની મદદથી શોધવાનું શરૂ કર્યું છે અને ગુના દાખલ કરવાની તૈયારી કરી છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ કહ્યું છે કે દિલ્હીના નિઝામુદ્દીન મરકઝથી ગુજરાતમાં આવેલા 110 વ્યક્તિને શોધી કાઢવામાં આવ્યા છે. આજે ઓળખ થયેલા સાત વ્યક્તિ નવસારીના હતા. લોકડાઉન બાદ મરકઝથી ગુજરાતમાં આવેલા 10 વ્યક્તિ સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. એક જ દિવસમાં પોલીસે આજે રાજ્યમાં 2724 વ્યક્તિની ધરપકડ કરી છે અને તે સાથે 8142 વાહનો જપ્ત કર્યા…
1 લાખમાં વેન્ટીલેટર? હોય નહીં… રૂપાણીએ શું કહ્યું? રાજકોટનો ડંકો વાગ્યો… ગાંધીનગર- મુખ્યમંત્રી વિજય રૂપાણીના વતન શહેર-રાજકોટની એક ખાનગી ઉત્પાદન કંપનીએમાત્ર ૧૦ દિવસમાં જ તૈયાર કરેલા વેન્ટીલેટર ‘ધમણ-૧’ની સફળતાનું નિરીક્ષણ અમદાવાદસિવીલ હોસ્પિટલ સંકુલની કોરોના કોવિડ હોસ્પિટલમા કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ધમણ-૧ વેન્ટીલેટરનું નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું કે, પ્રવર્તમાન કોરોના વાયરસની બિમારીના દરદીઓની સારવાર માટે જરૂરી એવા વેન્ટીલેટરનીમાંગ વિશ્વભરમાં વધી છે અને આની પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધિ માટે સૌ ચિંતીત છે. એટલું જનહિ, અનેક જગ્યાઓએ વેન્ટીલેટર, પ્રોટકશન કિટ, N-95 માસ્ક વગેરેની અછત છે ત્યારેગુજરાતે જનઆરોગ્ય રક્ષામાં એક નવી સિદ્ધિ મેળવી છે. રૂપાણીએ કહ્યું કે ગુજરાતમાં રાજકોટની ખાનગી કંપની જ્યોતિ…
ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણથી કુલ નવ વ્યક્તિના મોત થયાં છે. આ આંકડો સમગ્ર દેશમાં ત્રીજાક્રમે આવ્યો છે. દેશમાં સૌથી વધુ 26 મોત મહારાષ્ટ્રમાં થયાં છે. બીજાક્રમે 11 મોત સાથે તેલંગાણા આવે છે. મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા સૌથી વધુ છે. આરોગ્ય વિભાગના સૂત્રો કહે છે કે સંક્રમણના ત્રીજાતબક્કામાં દેશભરમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા 100ના આંકડાને પાર જઇ રહી છે અને કુલ નવ વ્યક્તિના મોત થયાં છે. રાજ્યના પડોશી મધ્યપ્રદેશમાં કુલ આઠના મોત થયાં છે, જ્યારે પશ્ચિમબંગાળમાં છ, દિલ્હીમાં છ, પંજાબમાં પાંચ, કર્ણાટકામાં ચાર, હિમાચલ, જમ્મુ-કાશ્મિર, ઉત્તરપ્રદેશ અને કેરાલામાં બે-બે તેમજ બિહાર, તામિલનાડુ…
ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ફરી એકવાર વધી ગયા છે. આજે વધુ 10 કેસ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 10ના મોત થયાં છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે આજે જે મોત થયું છે તે 67 વર્ષની અમદાવાદની વ્યક્તિ છે અને તેને અસ્થમા તેમજ ફેફસાની બિમારી હતી. સામાન્ય રીતે મોતના કેસોમાં જોવામાં આવ્યું છે કે ભૂતકાળમાં થયેલી ગંભીર બિમારીના કારણે તેઓ સર્વાઇવલ થઇ શકતા નથી. રાજ્યની હોસ્પિટલોમાંથી ચાર વ્યક્તિને રજા આપવામાં આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ કહ્યું હતું કે નવા નોંધાયેલા કેસમાં એક મુંબઇનો કેસ છે જ્યારે નવ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. નવા કેસોમાં ભાવનગરના બે,…
૧૧૦૦ કેમેરા અને ૧૮ ડ્રોન ક્યાં નજર રાખે છે જાણો… ગાંધીનગર- અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણના કેસો વધતાં પોલીસે ડિજીટલ સર્વેલન્સ શરૂકર્યું છે. પોલીસે લોકડાઉનનો કડક અમલ કરવા ગુગલનો પણ ઉપયોગ કર્યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં શહેરભરના૧૧૦૦ સૌથી વધુ કેમેરાની ફીડ મેળવીને તેના આધારે શહેરમાં એકઠા થતા લોકોની ભીડઓછી કરવામાં આવી છે. સેન્ટ્રલાઇઝ ડ્રોન અને કમાન્ડ સેન્ટર દ્વારા કાર્યરત ચાર ડ્રોનની મદદથી સમગ્ર શહેરની વિગતોમેળવાય છે અને આર્ટિફીશ્યલ ઈન્ટેલિજન્સની મદદથી WHO ના નોર્મ્સ પ્રમાણે એક બીજા વચ્ચે૧.૫ મીટરનું અંતર જાળવે છે કે નહી તે તપાસ દૂર બેઠા એટલે કે સેન્ટરમાં બેઠા બેઠા તપાસકરી શકાય…
ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસની સારવાર કરી રહેલા ડોક્ટરો, આરોગ્ય કર્મચારીઓ, નર્સ તેમજ મેડીકલ સ્ટાફને સરકાર દ્વારા સલામતીના સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે. રાજ્યના મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે કે સારવારનું કામ કરી રહેલા આરોગ્ય સ્ટાફના આરોગ્યનું કોઇ જોખમ ઉભું થવું જોઇએ નહીં. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજ્યના ખાનગી ક્ષેત્રના તબીબોની સ્વાસ્થ્ય સુખાકારીને પ્રાધાન્ય આપતાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે, પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના દવાખાના-કલીનીક-હોસ્પિટલોમાં આવતા પેશન્ટસ-દરદીઓની સારવાર કરતા ખાનગી તબીબોને પણ N-95 માસ્ક વિના મૂલ્યે આપવામાં આવશે મુખ્યમંત્રીના આદેશ અનુસાર ઇન્ડીયન મેડિકલ એસોસિયેશનના ગુજરાત પ્રેસિડેન્ટ ડૉ. મોના દેસાઇને આ હેતુસર રપ હજાર N-95 માસ્ક રાજ્ય સરકારે વિનામૂલ્યે પુરા પાડયા…