લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ રામ મંદિરનો મુદ્દો ફરી ચર્ચામા આવ્યો છે. આ સ્થિતિ વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘે વર્તમાન કેન્દ્રની મોદી સરકાર સામે જ બાયો ચડાવવાના સંકેતો આપ્યા છે. સંઘના નેતા સુરેશ ભૈયાજી જોશીએ ચેતવણી આપી છે કે જો જે પણ લોકો સત્તામાં હાલ બેઠા છે તેમણે લોક લાગણી પર ધ્યાન આપવું જોઇએ અને રામ મંદિર બનાવવાનુ જે વચન આપ્યું હતું તેને પુરુ કરવું જોઇએ. જો જરુર પડે તો સરકાર કાયદો પણ લાવી શકે છે. ભાજપનું નામ લીધા વગર જ ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે હાલ જે લોકો સત્તામાં છે તેમણે રામ મંદિર બનાવવાના…
કવિ: Satya-Day
વિજય માલ્યાના પ્રત્યાર્પણ મામલામાં આજે લંડનના વેસ્ટમિસ્ટર કોર્ટ મોટો નિર્ણય લઇ શકે છે. કોર્ટનો નિર્ણય કોઇ પણ પક્ષમાં આવે કારણ કે વિજય માલ્યા ભારત આવી શકશે નહી કારણ કે નિર્ણય વિરુદ્ધ જવા પર માલ્યા મોટી કોર્ટમાં જઇ શકે છે. સીબીઆઇ અને ઇડીની ટીમ લંડન પહોંચી ચૂકી છે અને વકીલોના સંપર્કમાં છે. ભારતીય તપાસ એજન્સીઓ માલ્યાનું પ્રત્યાર્પણ કરીને ભારત લાવવા માંગે છે. સૂત્રોના મતે ઇડીના બે અધિકારીઓ પણ સીબીઆઇના અધિકારીઓ સાથે છે. સીબીઆઇ સૂત્રોના મતે જો નિર્ણય ભારતના વિરોધમાં ગયો તો ઉપરની કોર્ટમાં જવાની તૈયારી કરી દેવામાં આવી છે. નિર્ણય ભારતના પક્ષમાં આવે છે તો ભારત 2019ની ચૂંટણીમાં આ મુદ્દાનો ફાયદો…
કેટલાક સમયથી સુરતીઓએ મોબાઇલ પર વાત કરતા, વોટ્સ એપ પર મેસેજ કરતા કે પછી કાનમાં હેડફોન લગાવીને ગીત સાંભળતા ધૂમ સ્ટાઇલે બાઇક અને કાર ચલાવાની નવી આદત બનાવી છે. જેને કારણે ઘણી વખત નાના-મોટા અકસ્માત થતાં કેટલાક સુરતીઓ ઘવાયા છે તો કેટલાંકના મોત પણ થયા છે. જેના પર નિયંત્રણ મેળવવા પોલીસે છેલ્લા 365 દિવસમાં ગાડી ચલવતા મોબાઇલ પર વાત કરતા 506 સુરતીઓના લાઇસન્સ રદ કરી નાખ્યા છે. હેડફોન લગાડી ધૂમ સ્ટાઇલે ગાડી ચલાવતા બાઇકર્સને સુધારવા માટે ટ્રાફિક પોલીસ અને આરટીઓએ ઘણાં પ્રયત્નો કર્યાં છે.જેમાં એક વર્ષ દરમિયાન કાર્યવાહી કરી આવા 327ના લાઇસન્સ રદ કરવામાં આવ્યાં છે.
ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો ચર્ચાસ્પદ બની છે ત્યારે સુરતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્રકારે રાજીનામા અંગે પૂછેલા પ્રશ્નનો જવાબ આપ્યા વિના રવાના થઈ ગયા હતા. કટાણું મોં કરીને વિજય રૂપાણી જતા રહેતા નવેસરથી ગુજરાતમાં ચર્ચાએ જોર પક્ડયું છે કે હવે મુખ્યમંત્રીપદેથી રૂપાણીની વિદાય નક્કી છે. ભાજપ દ્વારા નેતૃત્વ પરિવર્તનને લઈ લાંબા સમયથી ગુજરાત સરકારનો રિપોર્ટ કાર્ડ મેળવવામાં આવી રહ્યો હતો અને ગુજરાત સરકારના રિપોર્ટ કાર્ડને બનાવવાની જવાબદારી સંઘના ચોક્કસ નેતાઓને સોંપવામાં આવી હતી. અનેક મોરચે નિષ્ફળ રહેલી ગુજરાત સરકારનો રિપોર્ટ કાર્ડ નેગેટીવ આવતા ભાજપ હાઈકમાન્ડે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન અંગે વિચારણા શરૂ કરી દીધી છે. ભાજપના વર્તુળોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી તરીકે પાંચ…
વલસાડના અતુલ નજીક ત્રિપલ અકસ્માત સર્જાતા બે શખ્સના ઘટના સ્થળે મોત થયા. બે ટ્રક અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. ત્યારે પોલીસે આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરના સાંસદ પૂનમબેન માડમની દિકરી શીવાનીનું સિંગાપુરમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. શિવાની દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે દાઝી ગઈ હતી, જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી. તેની સિંગાપુરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ખુબ ગંભીર ઈજાને કારણે આજ રોજ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોતાની દિકરીના અંતિમ સંસ્કાર માટે પુનમબેન આજે સિંગાપુરથી દિલ્હી પહોંચશે. શીવાનીના અંતિમ સંસ્કાર પણ દિલ્હીમાં કરવામાં આવશે.
હાર્દિક પટેલે છેવટે જાહેરાત કરી જ દીધી કે તે પોતે નહીં પણ અલ્પેશ કથીરીયા રહેશે પાટીદાર અનામત આંદોલનનો ચહેરો. જાહેરાત થતાં જ વાતોનાં વડાંના પડીકા બંધાતા થઈ ગયા છે. હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરીયા વચ્ચે કશીક ગરબડ ચાલી રહી હોવાનો મામલો ચર્ચાની ચાકડે ચઢી ગયો છે. સવાલો અનેક છે પણ સાચો જવાબ કદાચ હાર્દિક અને અલ્પેશ જ આપી શકે છે. જાણકારો કહી રહ્યા છે કે PAASમાં ભાગલા પડવાનો આ સીધો પ્રારંભ છે. અલ્પેશ કથીરીયાને ગંભીર અને અસરકરાક માનવામાં આવે છે જ્યારે હાર્દિકને ગંભીર ગણવામાં આવતો નથી. મતલબ કે હાર્દિકને ગંભીરતાથી લેતા નથી જ્યારે અલ્પેશ કથીરીયાને ગંભીરતાથી લેવામાં આવે છે. અલ્પેશને…
ફિલ્મ પ્રોડ્યુસર પ્રેરણા અરોડા ફરી એક વખત મુશ્કેલીમાં મુકાઈ છે. મુંબઈ પોલીસે શનિવારે તેને ગિરફતાર કરી છે. તેના પર 16 કરોડ રૂપિયાના ફ્રોડનો આરોપ છે અને આ મામલે સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની ફિલ્મ કેદારનાથ સાથે જોડાયેલો છે. પ્રેરણા ક્રિઅર્ઝ એન્ટરટેઈન્મેન્ટ પ્રોડ્ક્શન હાઉસની ઓનર છે. આ પ્રોડક્શન હાઉસ રૂસ્તમ, ટોઈલેટ, પેડમેન અને પરી જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી ચુક્યું છે. જ્યારે ક્રિઅર્ઝ એન્ટરટેઈન્મેન્ટએ ફિલ્મ કેદારનાથના રાઈટ્સ રોની સ્કૂવાલાને વેચી દીધા હતા, ત્યારે જૂન 2018એ ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર વાસુ ભગનાનીએ પ્રેરણા અને ક્રિ અર્ઝ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ભગનાનીનો આરોપ છે કે ગેરકાયદેસર રીતે રોની સ્કૂવાલાને રાઈટ્સ વેચવાના કારણે તેમને 16…
પાટીદાર અનામત આંદોલન(PAAS) અંગે મોટો ધડાકો હાર્દિક પટેલે કર્યો છે. હાર્દિક પટેલે આજે જાતે અલ્પેશ કથીરીયાને એક રીતે અનામત આંદોલનની કમાન સોંપવામાં આવી રહી હોવાનું કહેતા હવેથી પાટીદાર અનામત આંદોલનની કમાન સીધી રીતે અલ્પેશ કથીરીયાના હાથમાં આવી ગઈ છે. અલ્પેશ કથીરીયાની આજે જેલમૂક્તિને વધાવી લેવા માટે લાજપોર જેલથી રેલી આકારે પાટીદાર યુવાનો નીકળ્યા હતા અને ઉધના દરવાજા ખાતેથી સત્તાવાર રીતે રેલી કાઢવામાં આવી હતી. મોરબીમાં પણ મનોજ પનારાની આગેવાની હેઠળ અલ્પેશની જેલમૂક્તિને વધાવી લેવામાં આવી હતી. ઉધના દરવાજાથી યોગી ચોક સુધીની પાટીદાર અનામતની માંગ સાથેની સંકલ્પ યાત્રા કાઢવામાં આવી છે હાર્દિક પટેલ પણ હાજર છે અને હાર્દિકે કહ્યું કે હવેથી…
જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઇશાની પ્રી-વેડિંગ સેરેમની શનિવારથી શરૂ થઇ ગઇ છે. આ સેરેમનીમાં સામેલ થવા માટે દેશ-વિદેશમાંથી મહેમાન ઉદયપુર આવી રહ્યાં છે. શહેરના ડબોક એરપોર્ટ પર દર 16 મિનિટે એક પ્લેન લેન્ડ થઇ રહ્યું છે. જેમાં 50 ચાર્ટર્ડ અને 40 નિયમિત ફ્લાઇટ્સ પણ સામેલ છે. નોંધનીય છે કે 1500 મેહમાનો માટે 92 જેટલા ચાર્ટર્ડ પ્લેન હાયર કરવામાં આવ્યા છે. ઉદયપુર એરપોર્ટ પર પાર્ક કરવા માટે જગ્યા ઓછી પડતાં અમુક પ્લેનને અમદાવાદ એરપોર્ટ પર પાર્ક કરવામાં આવ્યા છે. ઉદયપુર એરપોર્ટમાં પ્લેન પાર્કિંગની ક્ષમતા ઓછી હોવાથી સેરેમનીમાં આવી રહેલા મહેમાનોના પ્લેનને પાર્કિંગ માટે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર…