ગુજરાત સરકાર તરફતી વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાછલા ગુરુવારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે અનેક ઉદ્યોગ અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠક પણ કરી હતી. સીએમ ભુપેન્દ્ર પટેલ મુંબઈ ખાતે ગુજરાત વાઇબ્રન્ટ અંતર્ગત રોડ શો યોજશ્યો હતો. રોડ શોમાં અનેક ઉદ્યોગપતિઓ સાથે ખાસ બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું. Gujarat CM Shri @Bhupendrapbjp and Shri Neeraj Akhoury, CEO of @Holcim (Ambuja Cement & ACC) met and explored avenues of collaboration at Mumbai Roadshow organised as pre-event of #VGGS2022. pic.twitter.com/DloCKcaawA — CMO Gujarat (@CMOGuj) December 2, 2021 મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022ના સંદર્ભમાં બીજી ડિસેમ્બરે મુંબઇમાં રોડ-શોનું…
કવિ: Zala Nileshsinh Editor
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી જીતુ વાઘાણીએ બાકી નીકળતા રુપિયા માટે ટ્વિવટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સહારો લેવાનો વારો આવ્યો છે. જીત વાઘાણીએ ટ્વિટ દ્વારા રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પાસે 559 કરોડ રુપિયાની પઠાણી ઉઘરાણી કરતાં આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખાસ્સી વાયરલ થઈ રહી છે. તો કેટલાક લોકો આવી રીતે બાકી નીકળતા રુપિયાની ઉઘરાણીની રીત અંગે સવાલો ઉભા કરી રહ્યા છે. રાજસ્થાનની કોંગ્રેસ સરકારે માહી બજાજ સાગર ડેમમાંથી ગુજરાતને પાણી નહીં આપવાનું કહીને કરારનો ભંગ કર્યો. ગુજરાત આજે પણ ૦.૫ MFT નર્મદાનું પાણી આપે છે. ગુજરાત રાજસ્થાન પર આધારિત નથી કોંગ્રેસે આવો ભ્રમ ફેલાવી રાજકીય કિન્નાખોરી કરવાનું બંધ કરે : રાજસ્થાન…
ગુજરાત કોંગ્રેસમાં ફેરફાર થઈ રહ્યા છે તે અંગે અનેક વાર અટકળો અને ચર્ચાઓએ જોર પકડ્યું છે. ફરી એક વાર કોંગ્રેસમાં ફેરફારની ચર્ચા ઉપડી છે. આ ચર્ચામાં આ વખતે દક્ષિણ ગુજરાતના ધારાસભ્યનું નામ ખાસ્સું એવું ચર્ચાસ્પદ બન્યું છે. આ ધારાસભ્યને કોંગ્રેસ ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા બનાવી શકે તેવી અટકળો ચાલી રહી છે. આ ધારાસભ્ય બીજા કોઈ નહીં પણ આદિવાસી પટ્ટીની વિધાનસભા સીટ ધરાવતી વાંસદા વિધાનસભા છે. આ વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ છે. અનંત પટેલનું નામ હાલના વિપક્ષી નેતા ભાઈ પરેશભાઈ ધાનાણીની જગ્યાએ ચર્ચામાં આવ્યું છે. પરેશ ધાનાણીના સ્થાને કોંગ્રેસ અનંત પટેલને વિપક્ષી નેતા બનાવી શકે છે એવી ચર્ચા કોંગ્રેસી વર્તુળોમાં ચાલી…
ગાંધીનગર સેક્ટર 7માં 28 હજાર ચોરસ મીટરમાં 140 કરોડના ખર્ચે ધારાસભ્યો માટે નવા અત્યાધુનિક આવાસો બનાવવામાં આવશે. 9 માળના 12 ટાવર ઉભા કરવામાં આવશે. એક ક્વાર્ટર 216 સ્ક્વેર બિલ્ટઅપ એરિયામાં બનાવવામાં આવશે. ગાંધીનગર સેક્ટર-7માં નિર્માણ પામી રહેલા નવા એમએલએ ક્વાર્ટસની મેમ્બર હાઉસિંગ કમિટીએ બેઠક યોજી હતી. માર્ગ પરિવહન મંત્રી પૂર્ણેશ મોદીએ ધારાસભ્યો માટે 28 હજાર ચોરસ મીટરમાં રૂ. 140 કરોડના ખર્ચે નવા અત્યાધુનિક આવાસના નિર્માણ માટેની સભ્ય આવાસ સમિતિની માંગણીને મંજૂરી આપી હતી. ધારાસભ્યો માટે બનાવવામાં આવી રહેલા નવા ફ્લેટમાં 4 બેડરૂમ સહિત 9 રૂમ હશે. જેમાં રીડીંગ રૂમ, હોલ, કિચન, ડ્રાયીંગ હોલ, ડ્રાઈવર રૂમ સહિત અન્ય અત્યાધુનિક સુવિધાઓ હશે.…
ગુજરાતમાં પોલીસ ભરતીની તૈયારીઓ કરતા યુવાનો હાલ તનતોડ મહેનત કરીને તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક અનોખો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ઉમેદવારોને પ્રોત્સાહન પુરું પાડવા માટે તેમની સાથે દોડતા જોવા મળી રહ્યા છે. ગેનીબેને ભાભરના સદારમ લાઈબ્રેરીના બાળકોને અનોખું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પ્રેકિટસ ગ્રાઉન્ડ ખાતે વિધાર્થીઓ સાથે ગેનીબેન ઠાકોરે સાડીમાં દોડ લગાવી હતી. નોંધનીય છે કે, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, ગેનીબેન ઠાકોર પોતે જ સાડી પહેરીને યુવાનો અને યુવતીઓ સાથે દોડતા નજરે પડે છે. ગેનીબેન ઠાકોરે અહીં ઉમેદવારોનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે, બાળકો જાતે…
ગુજરાતમાં કોંગ્રેસના અદ્યપતનના પ્રારંભની ગાથા બહુ જૂની છે. ગુજરાતમાં કોંગ્રેસનો પનોતીકાળ અયોધ્યાની કાર સેવા પછી શરુ થયો અને આજદિન સુધી પૂર્ણ થયો નથી. ભૂતકાળમાં કોંગ્રેસે આઝાદીની લડાઈ લડી, દેશની બાગડોર સંભાળી, ઘણું-ઘણું કર્યું પણ ગુજરાતની વાત કરીએ તો કોંગ્રેસ નાની હોય કે મોટી હોય દરેક ચૂંટણીમાં હારની માનસિક્તા સાથે મેદાનમાં ઉતરે છે અને ભવ્ય રીતે હારે પણ છે. ગુજરાત કોંગ્રેસ પર આક્ષેપ થયા કરે છે કે વર્ષોથી ભાજપ સાથે તારું-મારું સહિયારું કરીને ગાડું ગબડાવ્યું છે. ગુજરાતને ભાજપના હાથોમાં તાસક પર ભેટ ધરવાની વાત હવે નવી રહી નથી અને કોંગ્રેસની હારથી હવે લોકોમાં ઝાઝો શોક પણ દેખાતો નથી. અરે, ખુદ કોંગ્રેસના…
વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ફરી એક વાર કોંગ્રેસનો જનાજો નીકળ્યો છે. કોંગ્રેસને સમ ખાવા પુરતી સીટો મળી છે. ભાજપનો વિજય ડંકો વાગ્યો છે. ભાજપના કાર્યકરો આને ગુજરાત સરકારના મંત્રી કનુ દેસાઈની કામગીરીના પરિણામ સ્વરુપ જોઈ રહ્યા છે જ્યારે કોંગ્રેસની ખોદાયેલી ઘોર માટે નેતાઓ અને કાર્યકરો એકબીજા પર દોષારોપણ કરતાં જોવા મળી રહ્યા છે. ભાજપના ખોળામાં 44માંથી 37 સીટ આવી છે અને કોંગ્રેસ માંડ માંડ સાતડા સુધી પહોંચી શકી છે. કોંગ્રેસની હારનાં કારણોની શોધ કરવામાં આવી રહી છે પણ દેખીતા કારણોમાં વાપી-વલસાડ કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી, તારું-મારું સહિયારું ચલાવવાનું જવાબદાર છે. નેતાઓ અને કાર્યકરોનો લોકો સાથે સંપર્ક નથી રહ્યો અને કોંગ્રેસ અહીંયા પણ…
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કે.રહેમાન ખાને પાર્ટીમાં પોતાને “ઉપેક્ષિત” ગણાવતા, રેહમ ખાને રવિવારે કહ્યું કે પાર્ટી મુસ્લિમ સમુદાયના યોગ્ય લોકોને પ્રતિનિધિત્વ આપી રહી નથી અને હવે મુસ્લિમો દેશની સૌથી જૂની પાર્ટી સાથે જોડાયેલા હોવાનો અહેસાસ નથી કરી રહ્યા જેની પાર્ટી ચૂકવણી કરી રહી છે. તેમણે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના બેઠેલા મુસ્લિમ નેતાઓની યોગ્યતા પર પણ સવાલ ઉઠાવ્યા અને દાવો કર્યો કે મુસ્લિમ સમુદાયના યોગ્ય લોકોને રાષ્ટ્રીય સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું નથી. રાજ્યસભાના ભૂતપૂર્વ ડેપ્યુટી ચેરમેને એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ જીવનભર “કોંગ્રેસી” રહેશે કારણ કે પાર્ટી છોડવાનું તેમના ડીએનએમાં નથી. ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર કર્ણાટકમાં કોંગ્રેસના…
ગુજરાત કોંગ્રેસમાં ઘરમૂળથી ફેરફાર થવાના સંકેતો મળી રહ્યા હતા પણ હાલ ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રદેશ પ્રમુખ અને નવા વિપક્ષી નેતા અંગેનો મામલો ઘોંચમાં પડી ગયો હોય એવું લાગે છે.કોંગ્રેસમાં ખદબદીરહેલી જૂથબંધીનાં કારણે કાર્યકરોમાં હતાશા-નિરાશા ઉપરાંત નિષ્ક્રીયતા પણ વધી ગઈ હોવાનું સ્પષ્ટ જણાઈ આવી રહ્યું છે. એક પછી એક હાર પછી કોંગ્રેસના હારના કારણોમાં મુખ્ય કારણ ગુજરાતમાં બુથ સુધીનું સંગઠનના હોવાનું સામે આવતું આવ્યું છે. કોંગ્રેસના સંગઠનની નબળી કડીને વધારે મજબુત બનાવવા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સંયોજકની રણનીતિ લઇને આવ્યા છે. જે કોંગ્રેસના નબળા સંગઠનને મજબુત બનાવશે. કોંગ્રેસમાં પ્રમુખ પદ માટે જે નામોની ચર્ચા ચાલી હતી તેમાં રાજ્યસભાના સાંસદ અને…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો તખ્તો અત્યારથી જ ગોઠવાઈ રહ્યો છે. ભાજપ કોંગ્રેસ સિવાય 2022માં નવી બે પાર્ટીઓ પર ગુજરાતના લોકોની નજર રહેશે. આ બે નવી પાર્ટીઓમાં કેજરીવાલની આમ આદમી પાર્ટી( AAP) છે અને ઔવેસીની ઓલ ઈન્ડીયા ઈત્તેહાદુલ મુસ્લિમીન નામની પાર્ટી છે. ઔવેસીની પાર્ટીને શોર્ટમાં મીમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં મુસ્લિમ મતદારોની વાત કરવામાં આવે તો 25 સપ્ટેમ્બર, 2017 ના રોજ ગુજરાતમાં 43.3 લાખ નોંધાયેલા મતદારો હતા. ગુજરાતના 182 મતવિસ્તારોમાંના દરેક મતદાન મથકમાં VVPAT સ્લિપની ગણતરી કરવામાં આવી હતી. તેના આધારે આ આંકડો જાણવા મળી રહ્યો છે. હવે ગુજરાત વિધાનસભામાં મુ્સ્લિમ ધારાસભ્યોની સ્થિતિ જોઈએ તો 2008માં વિધાનસભાના નવા સીમાંકન બાદ…