કવિ: Sports Desk

દિલ્લી : પ્રો રેસલીગ લીગની ત્રીજી સીઝન નજીક આવી રહી છે. ત્યારે રવિવારે ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. જેમાં બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતીય રેસલર સુશીલકુમારે પ્રો રેસલિંગ લીગની લિલામીમાં સૌથી વધુ કિંમત મેળવી હતી. જ્યારે મહિલાઓમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી અમેરિકાની હેલેના મારુલિસ (57 કિગ્રા) માટે હરિયામા હેમર્સની ટીમે 44 લાખ રૂપિયામાં ખરીદી પોતાની ટીમમાં સામેલ કરી હતી. દિલ્હી સુલતાન્સની ટીમે સુશીલકુમારને 55 લાખ રૂપિયામાં ખરીદી પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હેલેનાએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે ભારતમાં યોજાનારી આ પ્રો રેસલિંગ લીગનો હિસ્સો બનવાથી હું અત્યંત ખુશ છું. જ્યારે રિયો ઓલિમ્પિકમાં બારતને બ્રોન્ઝ મેડલ અપાવનારી સાક્ષી…

Read More

મુંબઇ : ભારતના પૂર્વ વિકેટકિપર સબા કરીમને ભારતીય ક્રિકેટ બોર્ડે જનરલ મેનેજર (ક્રિકેટ સંચાલન) તરીકે નિમણુક કરી છે. છેલ્લા કેટલાક સમયથી કરીમનું નામ આ પદ માટે ચાલી રહ્યું હતું. આ પદ માટે ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદ પણ રેસમાં હતો. સબા કરીમ પહેલી જાન્યુઆરીથી પદ સંભાળશે અને તે BCCI ના CEO રાહુલ જોહરીને રિપોર્ટ કરશે. બીસીસીઆઈએ મીડિયાને જણાવ્યું હતું કે બોર્ડની બેઠકમાં તે જોહરીનો સહાયક રહેશે. સબા કરીમે કેટલીક મોટી જવાબદારી નિભાવવી પડશે. સપ્ટેમ્બરમાં હિતોના ટકરાવ બાદ એમવી શ્રીધરે રાજીનામું આપ્યા પછી આ પદ ખાલી હતું. બીસીસીઆઈએ આ પદ માટે અરજી મંગાવી હતી. કરીમને ઘરેલું સ્તરની ઘણી જાણકારીઓ છે. સબા…

Read More

બાર્સેલોના : સ્પેનિશ ફૂટબોલ ક્લબ બાર્સેલોનાના લાયોનલ મેસ્સીએ પોતાના એવોર્ડની યાદીમાં વધુ બે એવોર્ડનો ઉમેરો કર્યો છે. તેને સ્પેનિશ સ્પોર્ટ્સ અખબાર માર્કા તરફથી પિચિચી એવોર્ડ તથા આલ્ફ્રેડો ડી સ્ટેફાનો એવોર્ડ મળ્યો હતો. લા લીગાની 2016-17ની સિઝનમાં સૌથી વધારે ગોલ કરવા બદલ તેને પિચિચી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ઉપરાંત તેને સિઝનના બેસ્ટ પ્લેયર તરીકેનો એવોર્ડ પણ મળ્યો છે. બાર્સેલોનાના અન્ય ખેલાડી આન્દ્રેસ ઇનિએસ્તાને સ્પેનના મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

Read More

બેંગલોર : ભારતીય ક્રિકેટ બોર્ડના નવા નિયમ પ્રમાણે જે ખેલાડી યો-યો ટેસ્ટ પાસ ન કરે તો તે ખેલાડી ટીમની પસંદગીની પ્રક્રિયામાં જોડાઇ શકશે નહી. આમ યો-યો ટેસ્ટમાં પાસ ન થઈ શકવાને કારણે લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે. પણ હવે ક્રિકેટર સુરેશ રૈનાએ નેશનલ ક્રિકેટ એકેડેમી બેંગલુરુમાં થયેલા યો-યો ટેસ્ટને પાસ કરી લીધો છે. સાથે સાથે તેણે ફિટનેસ ટેસ્ટ પણ પાસ કર્યો છે. થોડા સમય પહેલા રૈના આ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. સુરેશ રૈનાએ ટ્વીટર પર આપી જાણકારી સુરેશ રૈનાએ આની જાણકારી સોશિયલ મીડિયા પર આપી. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું કે, ‘આજે મે યો-યો…

Read More

અમદાવાદ : ટીમ ઈન્ડિયાના સુકાની વિરાટ કોહલી માટે તેની લેડી લક અનુષ્કા લકી સાબિત થઈ હોય તેમ એક પછી એક સારા સમાચાર વિરાટ માટે મળી રહ્યા છે. એટલે કે લગ્ન બાદ વિરાટ કોહલીની કિસ્મત ચમકી ગઇ છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડા અનુસાર વિરાટ કોહલી સૌથી વધારે વેલ્યુએબસ સેલિબ્રિટિ બ્રાંડ બની ગયો છે. આ બાબતમાં તેણે બોલિવૂડના કિંગ ખાન શાહરુખને પણ પાછળ રાખી દીધો છે. શાહરુખ ખાનની બ્રાંડ વેલ્યુ 679 કરોડ છે જ્યારે વિરાટ કોહલીની બ્રાંડ વેલ્યુ 922 કરોડ છે. રાઈઝ ઓફ ધ મિલેનિયલ્સ: ઈન્ડિયાઝ મોસ્ટ વૈલ્યૂએબલ સેલેબ્રિટી બ્રાંડે જાહેર કરેલી આ વર્ષની રિપોર્ટમાં પહેલીવાર શાહરુખ ખાન ટોચના સ્થાને નથી. તેનું…

Read More

વડોદરા: ભારતીય ઓલ રાઉન્ડર ક્રિકેટર અને IPL સ્ટાર કૃણાલ પંડ્યા ગર્લફ્રેન્ડ પંખુરી શર્મા સાથે 27 ડિસેમ્બરે લગ્ન કરવા જઇ રહ્યો છે. કૃણાલ પંડ્યાએ લગ્ન પહેલા પંખુરી શર્મા સાથે એક પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવ્યુ હતું જેની તસવીરો તેને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. હાર્દિક પંડ્યાના ભાઇ કૃણાલનું આ ફોટોશૂટ ક્રિકેટ થીમ પર આધારિત હતું. કૃણાલે સાથે જ કેપ્શન પણ લખ્યા હતા. મુંબઇમાં યોજાનારા આ લગ્નમાં બોલિવુડ અને ક્રિકેટ જગતના સ્ટાર ખેલાડી હાજર રહે તેવી શક્યતા છે. કૃણાલ પંડ્યાના લગ્ન મુંબઇની JW મેરિયટ હોટલમાં યોજાશે. છેલ્લા સમયે લગ્નનો દિવસ નક્કી કરવામાં આવ્યો કૃણાલ કહે છે, હું અને હાર્દિક બંને ખૂબ જ વ્યસ્ત હતા…

Read More

કટક: ભારતે પ્રથમ ટી-20 મેચમાં શ્રીલંકાને 93 રને હરાવ્યુ હતું. ભારતના 181 રનના પડકારના જવાબમાં શ્રીલંકા 87 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું. ભારત તરફથી લોકેશ રાહુલે સૌથી વધુ 61 રન બનાવ્યા હતા જ્યારે એમએસ ધોની 39 અને મનિષ પાંદે 32 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી ઉપુલ થારંગા (23) અને કુસલ પરેરા (19) સીવાય કોઇ બેટ્સમેન રન બનાવી શક્યુ નહતું. ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ 4, હાર્દીક પંડ્યાએ 3 જ્યારે કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી હતી. આ સાથે જ ત્રણ મેચની સિરીઝમાં ભારત 1-0થી આગળ થઇ ગયુ છે.હવે બીજી ટી-20 મેચ 22 ડિસેમ્બરે ઇન્દોરમાં રમાશે. ચહલ સામે શ્રીલંકા ઝુકી ભારત તરફથી…

Read More

કટકમાં ચાલી રહેલી ટી20 શ્રેણીની પહેલી ટી20 મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને પહેલા બેટીંગ માટે મોકલી હતી. ભારતે શ્રીલંકાને જીતવા માટે 20 ઓવરમાં 181 રનનો લક્ષ્યાંક આપ્યો છે. જેમાં ભારતની સારી શરૂઆત રહી ન હતી અને સુકાની રોહીત શર્મા 17 રને સસ્તામાં આઉટ થઇ ગયો હતો. જોકે ત્યાર બાદ લોકેશ રાહુલે શાનદાર 61 રન કર્યા હતા. તો અંતિમ ઓવરોમાં ધોની અને મનિષ પાંડેએ શાનદાર બેટીંગ કરતા છેલ્લી 4 ઓવરમાં 61 રન કર્યા હતા. ભારતીય ટીમે સારી શરૂઆત કરી ન હતી અને સુકાની રોહીત શર્મા 17 રને સસ્તામાં આઉટ થઇ ગયો હતો. ત્યાર બાદ લોકેશ રાહુલ અ શ્રેયશ અય્યર વચ્ચે…

Read More

અમદાવાદ : ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી-૨૦ સિરીઝનો પ્રથમ ટી20 મેચમાં શ્રીલંકાએ ટોસ જીતી પહેલા ફિલ્ડીંગ પસંદ કરી. આજની પ્રથમ મેચમાં શ્રીલંકા ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં વિશ્વા ફર્નાન્ડો પોતાની પહેલી આંતરરાષ્ટ્રિય ટી20 મેચ રમશે. જ્યારે ભારતીય ટીમે શિખર ધવન અને ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવ્યો છે. તેની જગ્યાએ ગુજરાતના જયદેવ ઉનડકટ અને લોકેશ રાહુલને તક આપવામાં આવી છે. ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતે રોહિતની કેપ્ટનશિપમાં વન-ડે સિરીઝ ૨-૧થી જીતી હતી. ભારતીય ટીમ હવે ટી-૨૦ સિરીઝમાં બેન્ચ સ્ટ્રેન્થને અજમાવી શકે છે. ટીમ ઇન્ડિયા ફોર્મમાં છે તેવામાં આ સ્ટેડિયમમાં પોતાના જૂના રેકોર્ડને ભૂલી…

Read More

અમદાવાદ : આ સિઝનમાં આઇપીએલની પૂર્વ બે ટીમો ચેન્નઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પણ પરત ફરવાની છે. એવું માનવામાં આવે છે મહેન્દ્રસિંહ ધોની સહિતના કેટલાક ખેલાડીઓ ચેન્નઇ સુપર કિંગ્સમાં પરત ફરવાના છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 11મી સિઝન માટે ખેલાડીઓની હરાજી બેંગ્લુરૂ ખાતે 27 અને 28 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. BCCI ના એક અધિકારીએ આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ વખતની હરાજીમાં ઘણા બધા ખેલાડીઓ ભાગ લઇ રહ્યા હોવાના કારણે આ હરાજી ખૂબ મોટા પાયે કરવામાં આવશે. આ ઉપરાંત અગાઉની દરેક હરાજી બેંગ્લુરૂમાં થઇ હોવાને કારણે તેની જ ઓટોમેટિક પસંદગી કરવામાં આવી છે. આ હરાજીમાં દરેક ફ્રેન્ચાઇઝી ખેલાડીઓ…

Read More