દિલ્લી : દિલ્હીના ફિરોઝશાહ કોટલા ખાતે ચાલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં લંચ બાદ શ્રીલંકન ખેલાડીઓ પ્રદૂષણને કારણે માસ્ક પહેરીને ઉતર્યા હતા. શ્રીલંકન ખેલાડીઓની પ્રદૂષણને કારણે તબિયત બગડતા થોડો સમય સુધી મેચ પણ અટકાવવી પડી હતી. ફિલ્ડ અમ્પાયર્સે ડોક્ટર્સ પાસેથી પ્રદૂષણ લેવલ આધારે મેચ ચાલુ રાખવી કે નહીં તે સંદર્ભે સલાહ પણ લીધી હતી. શ્રીલંકન બોલર લકમલે કરી ઉલ્ટી શ્રીલંકન બોલર લકમલે ઉલ્ટી કરી હતી અને ગામાગેને પણ ફિલ્ડ પર સમસ્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. જોકે ડોક્ટર્સે મેચ રમી શકાય તેવી સ્થિતિ અંગે માહિતી આપતા મેચ ફરી શરુ કરવામાં આવી હતી. જોકે લંકન ખેલાડી તેમછતાં વારંવાર મેચ અટકાવતા રહેતા ભારતે…
કવિ: Sports Desk
દિલ્લી : ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શ્રીલંકાની સામે દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનમાં રમાય રહેલ ત્રીજી ટેસ્ટના બીજા દિવસે બેવડી સદી ફટકારી દીધી છે. આ તેની બીજી સતત બેવડી સદી છે. તેમણે નાગપુર ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારી હતી. સતત 2 ટેસ્ટ મેચમાં બે બેવડી સદી ફટકારનાર તેઓ બીજા ભારતીય બન્યા છે. આની પહેલાં વિનોદ કાંબલી આ કારનામું કરી ચૂકયા છે. વિરાટની બેવડી સદીની કુલ સંખ્યા 6 થઇ ગઇ છે અને કેપ્ટન તરીકે સૌથી વધુ બેવડી સદી ફટકારનાર ખેલાડી બની ગયા છે. પાછલી ટેસ્ટમાં તેમણે વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાની બરાબરી કરી હતી. સુકાની તરીકે 6 બેવડી સદી…
અમદાવાદ : ભારતમાં IPL નું સફળ આયોજન થયા બાદ રીલાયન્સના નિતા અંબાણીએ પુરા ભારત દેશમાં ફુટબોલનો પ્રચાર કરવાનું શરૂ કર્યં છે. આમ તેના માધ્યમથી ઇન્ડિયન સુપર લીગની શરૂઆત થઇ હતી. ઇન્ડિયન સુપર લીગ આજે પુર્વ-દક્ષીણ અને ઉત્તર ભારતમાં વધારે જોવાતી લીગ બની ગઇ છે. ત્યારે ગુજરાતમાં પણ ફુટબોલની રમત અને ઇન્ડિયન સુપર લીગની મેચો જોનારાનો વર્ગ વધી ગયો છે. જેને ધ્યાને લેતા SatyaDay.com ના દર્શકો માટે હવે ઇન્ડિયન સુપર લીગની મેચોની તમામ માહીતી જેમ કે મેચનું પ્રીવ્યું અને મેચના પરીણામોની વિગતો તમને તમારી પોતાની ભાષા ગુજરાતીમાં આપવામાં આવશે. તો ISL ની તમામ અપડેટ માટે જોતા રહો www.satyaday.com
અમદાવાદ : ભારતીય ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીની દિકરી ઝીવાનો સોન્ગ ગાતો વધૂ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એમએસ ધોની ફેન્સના પેજે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શેર કર્યો છે. આ વીડિયોને શેર કરીને તેમણે ટ્વીટ કરતા લખ્યું કે, ‘સરદી, તાવ, તેમ છતાં બેબી ઝીવા ગીત ગાઈ રહી છે. જેવા પિતા, તેવી દીકરી’. ટ્વિટર પર શેર કરવામાં આ વીડિયોમાં તમે ઝીવાને ગીત ગાતા સાંભળી શકો છો. જીવાના અવાજથી માલુમ પડે છે કે તે ખૂબ બીમાર છે. તાવ હોવા છતાં તે પોતાના ક્યૂટ અવાજમાં લોકોને ગીત સાઈને સંભળાની રહી છે. સોશિયલ મીડિયામાં ઝીવાના આ વીડિયોએ યૂઝર્સનું દિલ જીતી લીધું…
દિલ્લી : ઇન્ડિયન સુપર લિંગમાં ચોથી સિઝનમાં આજે શનિવારે દિલ્લી ડાયનેમોજ અને નોર્થ ઇસ્ટ યુનાઇટેડ વચ્ચે રોમાંચક મુકાબલો યોજાયો હતો. જેમાં દિલ્લી ડાયનેમોજ ટીમે પોતાના ઘર આંગણે હારનો સામનો કરવો પડ્યો હતો. નોર્થ ઇસ્ટ યુનાઇટેડે શાનદાર પ્રદર્શન કરતા દિલ્લી ડાયનેમોઝને 2-0 થી હાર આપી હતી. આ સિઝનમાં ઘર આંગણાના મેદાન પર પોતાની પહેલી મેચ રમી રહેલી દિલ્લી ડાયમેનોઝની ટીમ પુરી મેચ દરમ્યાન પુરા દબાણ હેઠળ જોવા મળી હતી. નોર્થ ઇસ્ટ યુનાઇટેડ તરફથી મેચમાં પહેલો ગોલ માર્કિયો ડીસુજાએ 17મી મીનીટે કર્યો હતો. જ્યારે મેચમાં બીજો ગોલ નોર્થ ઇસ્ટ યુનાઇટેડની ટીમ તરફથી 22મી મીનીટે ડૈનિલો લોપેજે કર્યો હતો અને આમ મેચમાં શરૂઆતથી…
દિલ્લી : ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગ દરમિયાન વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિઅરના 5 હજાર રન પૂર્ણ કર્યા હતા. કોહલી આ સિદ્ધી મેળવનારો 11મો ભારતીય બેટ્સમેન બની ગયો છે. મેચમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટીંગનો નિર્ણય લીધો હતો. શિખર ધવનને લોકેશ રાહુલના સ્થાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જોકે પ્રથમ ઈનિંગમાં તે 23 રન કરી આઉટ થયો હતો. પરેરાએ તેને આઉટ કર્યો હતો. ચેતેશ્વર પુજારા પણ 23 રનના સ્કોરે ગામાગેનો શિકાર બન્યો હતો. મુરલી વિજયે શાનદાર પ્રદર્શનને આગળ વધારતા અડધી સદી ફટકારી હતી. ભારત પાસે આ વર્ષે સૌથી વધુ સિરીઝ જીતવાની તક… જો ભારત શ્રીલંકા સામેની અંતિમ મેચ ડ્રો કરવા અથવા…
દિલ્લી : ક્રિકેટના વિશ્વમાં ખુબ જ લોકપ્રિય એવા આઇપીએલનું હવે સરકારી ચેનલ દૂરદર્શન ઉ૫ર પ્રસારણ થાય તેવા ઉજળા સંજોગો સર્જાયા છે. કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા છેલ્લા બે-ત્રણ્ સપ્તાહથી આ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હતાં. આ બાબતને રમત-ગમત મંત્રાલય દ્વારા ૫ણ સમર્થન આ૫વામાં આવ્યુ છે. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાનીએ આ અંગેની એક દરખાસ્ત રમત-ગમત મંત્રાલય સમક્ષ કરી છે. શરુઆતથી અત્યાર સુઘી હમેંશા ખાનગી ચેનલો ઉ૫ર જ પ્રસારિત થતી વિશ્વની આ સૌથી મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટ તેના ગ્લેમરસ તથા ક્રિકેટરોના ખુબ મોટી રકમના કરારોને લઇને હમેંશા ચર્ચામાં રહે છે. કેન્દ્ર સરકારના રમત-ગમત…
ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન અને ધુંઆધાર ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની હાલ તો પોતાનું વેકેશન માણી રહ્યો છે. શ્રીલંકા સામેની આગામી વન ડે સિરીઝમાં તે ફરીથી નવી તૈયારી સાથે મેદાનમાં ઉતરવા માગે છે. એટલે જ કદાચ ધોની અત્યારથી કંઈક તુફાની કરવા નીકળી પડ્યો છે. 36 વર્ષનો ધોની સ્કાઈ ડાઈવિંગની મજા ઉઠાવી રહ્યો છે. કરી રહ્યો છે સ્કાઈ ડાઇવિંગ ધોની સ્કાઈ ડાઇવિંગ કરતા પહેલા પોતાના ઇંસ્ટાગ્રામ પર ફોટ શેર કર્યો હતો. જેમાં તે પ્લેનમાંથી જમ્પ લગાવતા પહેલા તૈયારી કરતો જોઈ શકાય છે. ધોની કહે છે કે, ‘હજારો ફૂટ ઉપરથી ખુલ્લા આકાશમાં કુદવાનો અને પછી પેરેશુટ સાથે ઉડવાનો અનુભવ જ કંઈક અલગ…
ઠાકા : બાંગ્લાદેશની રાજધાની ઠાકામાં 24 થી 30 નવેમ્બર દરમ્યાન રમાય રહેલી એશિયન આર્ચરી ચૈમ્પિયનશિપમાં ભારતે 3 ગોલ્ડ મેડલ સહીત 9 મેડલ પોતાના નામે કરી લીધા છે. ચૈમ્પિયનશિપના કેડેટ રિકર્વમાં ગોલ્ડ મેડલ જીતનારા આકાશે અને રિકર્વ કેડેટમાં કાસ્ય પદક જીતનારી હિમાનીએ આર્જેન્ટિનામાં 2018માં યોજાનારા યુથ ઓલિમ્પિક્સમાં પોતની જગ્યા નક્કિ કરી લીધી છે. હરિયાણાની 15 વર્ષીય હિમાની કુમારે મંગોલિયાની બાયાસ્ગાલન બદામજુઆનીને રિકર્વ કેડેટ સ્પર્ધામાં 7-1 થી હરાવીને કાસ્ય પદક પોતાના નામે કર્યું હતું.
માર્કો મરૈસે પહેલી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારીને એક સપ્તાહથી વધુ સમયમાં વિશ્વ રેકોર્ડ બનાવનાર દક્ષિણ આફ્રિકાનો બીજો ખેલાડી બની ગયો છે. 24 વર્ષનો મરૈસ એ દક્ષિણ આફ્રિકાના ત્રણ દિવસની પ્રાંતીય મેચમાં પૂર્વ લંડનમાં બોર્ડરની તરફથી રમતા ઇસ્ટર્ન પ્રોવિંસની સામે 191 બોલમાં 300 રન ફટકારી નોટ આઉટ રમ્યો. આની પહેલાં સૌથી ઝડપી ત્રેવડી સદી 1921ના વર્ષમાં ચાર્લી મૈકાર્ટનીએ 221 બોલ પર ફટકાર્યા હતા. તેમણે નોટિંઘમશાયરની સામે ત્રેવડી સદી ફટકારી હતી. મરેસે પોતાની તોફાની ઇનિંગ્સમાં 35 ચોગ્ગા અને 13 છક્કા ફટકાર્યા. તે સમયે બેટિંગ કરવા આવ્યો જ્યારે તેમની ટીમ 82 રન પર 4 વિકેટ ગુમાવી મુશ્કેલમાં હતા. મરૈસ અને…