મુંબઇ : લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં ખરાબ દોર માંથી પસાર થઇ રહેલ શ્રીલંકાની ટીમને નવો કેપ્ટન મળી ગયો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (એસએલસી)એ ઉપુલ થારંગા પાસેથી વન-ડે અને ટી-20 ટીમની કેપ્ટન્સી પાછી લઇને કેપ્ટન્સીની કમાન સ્ટાર ઓલરાઉન્ડર થિસારા પરેરાને સોંપી દીધી છે. ઉપુલ તરંગાની કેપ્ટન્સીમાં શ્રીલંકાની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં રમવામાં આવેલી વન-ડે સીરીઝમાં ભારતે શ્રીલંકાની ટીમનો 0-5થી વ્હાઇટ વોશ કર્યો હતો. સાથે જ શ્રીલંકા ઓક્ટોબરમાં જ પાકિસ્તાન સામે રમાયેલી વન-ડે સીરીઝમાં શ્રીલંકા 0-5થી સીરીઝ હારી હતી. પરેરાને કેપેટન્સી સોંપતાં પહેલાં પસંદગીકર્તાઓએ અનેક નામો પર વિચાર કર્યો હતો અને અનેક નામો પર ચર્ચા પણ…
કવિ: Sports Desk
પુણેઃ એફસી પુણે સિટીએ ઘરઆંગણાની મેચમાં વિરોધી ટીમ મુંબઈ સિટીને પરાજય આપ્યો હતો. છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં રમાયેલી આ મેચમાં પુણે 2-1ના અંતરથી મેચ પોતાના નામે કરી હતી. એફસી મુંબઈ સિટીએ પ્રથમ હાફમાં 1-0ની સરસાઈ મેળવી હતી, જોકે પુણેની ટીમ બીજા હાફમાં અને ખાસતો મેચની અંતિમ ક્ષણોમાં બાજી મારી લીધી. આ મેચમાં એમિલિયાનો એલફેરો પુણે માટે હીરો સાબિત થયો હતો. તેણે જ બંને વિજયી ગોલ ફટકાર્યા હતા. એમિલિયાનોના બહુમૂલ્ય ગોલ…. મેચના પ્રારંભમાં મુંબઈ સિટીએ પુણે સામે સારી રમત દાખવી હતી અને 15મી મિનિટે બલવંત સિંઘે કરેલા ગોલને કારણે પ્રથમ હાફ સમયે 1-0ની લીડ પણ મેળવી લીઘી હતી. મેચની 73 મિનિટ…
અમદાવાદ : ખોખરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલી ખેલ મહાકુંભની સ્ટેટ લેવલની ટેનિસ ટુર્નામેન્ટમાં અમદાવાદની ઝીલ દેસાઈએ વિજેતા બની ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઝીલ દેસાઈએ ફાઈનલમાં રુજુ ચૌહાણને 6-0થી હરાવી હતી. રુજુ ચૌહાણ પણ અમદાવાદની જ ખેલાડી છે. જોકે તે હારતા રનર્સ અપ રહી હતી. ઝીલ દેસાઈએ તાજેતરમાં જ પોતાની ફર્સ્ટ ITF વુમેન્સ ટુર્નામેન્ટમાં(પુણે ઓપન 2017માં) ભાગ લીધો હતો. જેમાં તે સેમિફાઈનલ સુધી પહોંચી હતી. 100થી વધુ ટાઇટલ જીતી, જગ્યા ખૂટતા માળિયામાં મુકે છે ટ્રોફી… ઝીલ દેસાઈએ રાષ્ટ્રિય કક્ષાએ એટલા ટાઈટલ જીત્યા કે તેના માતા-પિતા હવે ગણવાનું જ છોડી દીધું છે અને ઘરમાં ટ્રોફીઓ મુકવાની જગ્યા પણ ખૂટી પડી છે. ઝીલના પિતાએ…
અમદાવાદ : આવતા વર્ષે થનારા કોમનવેલ્થ રમતોમાં ભારતીય પુરૂષ હોકી ટીમને પુલ બીમાં જગ્યા મળી છે. મહત્વની વાત એ છે કે પુલ બીમાં ભારતની સાથે તેનું કટ્ટર હરીફ દેશ પાકિસ્તાનને પણ સ્થાન મળ્યું છે. પુલ બીમાં ભારતની સાથે પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, મલેશિયા અને વેલ્સની ટીમોને સ્થાન મળ્યું છે. આ પ્રમાણે જોવા જઇએ તો ભારત માટે પુલ બી સાથેની ટીમો સામેની રમત આસાન નહી હોય. ભારતીય મહિલા હોકી ટીમની વાત કરીએ તો મહિલા ટીમને પુલ એમાં જગ્યા મળી છે. પુલ એમાં ભારતીય મહિલા ટીમ સાથે ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, મલેશિયા અને વેલ્સની ટીમોનો સમાવેશ થયો છે. પુલમાં દરેક ટીમ એકબીજા સાથે રમશે.…
કોલકત્તા : ભારતીય ટીમના પુર્વ સુકાની અને બંગાળ ક્રિકેટ એસોસીએશનના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના મોટા ભાઇ સ્નેહાશીષ ગાંગુલીની તબીયત ઘણી ગંભીર બની ગઇ છે. ડેંગુ પીડિત સ્નેહાશીષની પ્લેટલેટનું કાઉન્ટીંગ 20,000 સુધી પહોચી ગયું છે. ડોક્ટરના કહેવા પ્રમાણે સ્વસ્થ માણસના શરીરના લોહીમાં પ્રતિ માઇક્રોલિટર 1.5 થી 4.5 લાખ પ્લેટલેટ હોય છે. હોસ્પિટનમાં સિનીયર ડોક્ટરોએ પીટીઆઇને આપેલી માહિતી પ્રમાણે તેના શરીરનું તાપમાન 99 ડિગ્રી માપવામાં આવ્યું છે. તેને હજુ કોઇ દુખાવાની કોઇ ફરીયાદ નથી કરી પરંતુ સ્થિતિ ચિંતાજનક લાગી રહી છે.
આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફુટબોલર લિયોનલ મેસ્સી ફરી ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ આ વખતે મેદાનની અંદર નહી પણ મેદાન બહાર ચર્ચાનો વિષય બન્યો છે. લિયોનલ મેસ્સીએ બાર્સેલોના સાથે પોતાનો કોન્ટ્રાક્ટ આગળ વધારી લીધો છે. આ કોન્ટ્રાક્ટ અંતરગત હવે વર્ષ 2021 સુધી મેસ્સી બાર્સેલોના ક્લબ સાથે જોડાયેલો રહેશે. પાંચ વાર FIFA પ્લેયર ઓફ ધ યર રહી ચુકેલા મેસ્સીનો વર્ષ 2018 જુનમાં કરાર પુરો થાય છે. મેસ્સીને લઇને એવી વાતો સામે આવી હતી કે પોતાનો બાર્સેલોના ક્લબ સાથેનો કરાર પુરો થયા બાદ ક્લબને છોડી દેવાનો હતો. પરંતુ આ નવા કરાર થયા બાદ મેસ્સીએ આ બધી ચર્ચાઓનો અંત લાવી દીધો હતો. બાર્સેલોનાએ લિયોનલ મેસ્સી…
ભારતના સ્ટાર સ્નુકર ખેલાડી પંકજ અડવાણીએ શાનદાર પ્રદર્શન કરતા વિશ્વ સ્નુકર ચૈમ્પિયશિપની ફાઇનલ મેચમાં ઇરાનના આમિર સરખોશને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ સાથે પંકજ અડવાણીએ પોતાની કારકિર્દીમાં 18મો ખિતાબ જીત્યો હતો. ફાઇનલમાં પંકજ અડવાણીએ 8-2 થી આમિર સરખોશને હાર આપી હતી. બેસ્ટ ઓફ 15 ફ્રેમ પ્રારૂપમાં રમાયેલી ફાઇનલ મેચમાં આમિર સરખોશે પહેલી ફ્રેમ 1-0 થી જીતી લીધી હતી. જોકે ત્યાર બાદ પંકજ અડવાણીએ સતત ચાર ફ્રેમ જીતીને 4-1થી આગળ નીકળી ગયો હતો. છટ્ઠી ફ્રેમ આમિર સરખોશે 134 નો સ્કોર કરીને જીતી લેતા મેચ રોમાંચક બની હતી. પરંતુ પંકજ અડવાણીએ પોતાની શાનદાર રમત દાખવતા ત્યાર બાદના ચાર ફ્રેમ…
ભારતીય ટીમનો દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની રવિવારે જમ્મૂ-કાશ્મીરના બારામૂલા સ્થિત કુંજરમાં ચિનાર ક્રિકેટ પ્રીમીયર લીગમાં ચીફ ગેસ્ટ બનીને પહોંચ્યો. આ કાર્યક્રમ ભારતીય સેના તરફથી આયોજિત કરવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટનને જોવા માટે ઘણા લોકો ભેગાં થયા હતા, પણ ત્યારે જ ત્યાં શાહિદ આફ્રિદીના નારા બોલાવા લાગ્યા. વિચિત્ર પરિસ્થિતિમાં મૂકાયો ધોની ધોની સૈન્યમાં ઓનરરીમાં લેફ્ટનન્ટ કર્નલના પદ પર છે. આ દરમિયાન તેને એક વિચિત્ર સ્થિતિમાંથી પસાર થવું પડ્યું જ્યારે તેને જોવા માટે ઉમડેલી ભીડે આફ્રિદી-આફ્રિદીના નારા લગાવ્યા. આફ્રિદી પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન રહી ચૂક્યો છે અને તે કાશ્મીરમાં ખૂબ જ લોકપ્રિય છે. કાશ્મીરના લોકલ મીડિયાએ આ મુ્દ્દાને જોરશોરથી ઉઠાવ્યો અને…
મુંબઇ : આજે ભારતીય ટીમે શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચ એક ઇનીંગ અને 239 રને જીતી લીધી છે. ત્યારે શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટ મેચ અને વન-ડે તથા ટી20 સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિરાટ કોહલી ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમની કમાન સંભાળશે. પરંતુ શ્રીલંકા સામેની વન-ડે અને ટી20 શ્રેણીમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલીની જગ્યાએ રોહીત શર્માને વન-ડે શ્રેણીમાં સુકાની પદ સોપવામાં આવ્યું છે. જ્યારે રવિન્દ્ર જાડેજા અને અશ્વીનને વન-ડે શ્રેણીમાં અવગણના કરવામાં આવી છે. શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટ માટેની ટીમ ઇન્ડિયા આ પ્રમાણે છે: વિરાટ કોહલી(સુકાની), મુરલી વિજય, કે.એલ. રાહુલ, શિખર ધવન,…
દોહા : 17 વારના વિશ્વ ચૈમ્પિયન પંકજ અડવાણીએ દોહામાં ચાલી રહેલી વિશ્વ સ્નુકર ચૈમ્પિયનશિપમાં સેમી ફાઇલમાં પહોચીને દેશ માટે એક મેડલ નક્કી કર્યો છે. સેમી ફાઇનલમાં તેનો મુકાબલો ઓસ્ટ્રિયાના ફ્લોરિયન નુબલે સામે થશે. વિશ્વ બિલિયર્ડસ ચૈમ્પિયનશિપમાં નાના અને લાંબા પ્રારૂપની રમતમાં ગોલ્ડ અને કાસ્ય પદક જીતેલા પંકજ અડવાણી સ્નુકર ચૈમ્પિયનશિપમાં સેમી ફાઇનલમાં પહોચનાર પહેલો ભારતીય ખેલાડી છે. ક્વાટર ફાઇનલ મેચમાં પંકજ અડવાણીએ ચીનના યુવા પ્રતિભાવાન ખેલાડી લ્યુ હોંગાઓને 6-2 થી હાર આપી હતી. પંકજ અડવાણીએ ક્વાટર ફાઇનલમાં શરૂઆતની ત્રણ ફ્રેમ જીતવા માટે સફળ રહ્યો હતો. પરંતુ હોંગાઓએ સતત બે ફ્રેમ પોતાના નામે કરીને સ્કોર 3-2 સુધી પહોચાડી દીધો હતો. ત્યાર…