સાઉથ આફ્રિકાના પોચેસ્ટ્રોમમાં બાંગ્લાદેશ સામે રમાયેલી ટ્વેન્ટી-20 સિરીઝની બીજી મેચમાં ડેવિડ મિલરે ઇતિહાસ રચ્યો હતો. મિલરે આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી-20 મેચમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટસમેન બન્યો છે. મિલરે 35 બોલમાં શાનદાર સદી ફટકારી હતી. મિલર 36 બોલમાં 101 રન બનાવી અણનમ રહ્યો હતો. આ પહેલા આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી-20માં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના જ રિચર્ડ લેવીના નામે હતો. લેવીએ વર્ષ 2012માં ન્યૂઝીલેન્ડ સામે હેમિલ્ટનમાં 45 બોલમાં સદી ફટકારી હતી. જ્યારે બીજા નંબર પર દક્ષિણ આફ્રિકાનો બેટસમેન ડૂપ્લેસિસ અને ભારતનો લોકેશ રાહુલ છે, જેણે 46-46 બોલમાં સદી ફટકારી હતી. રાહુલે વેસ્ટઇન્ડિઝ સામે 46 બોલમાં સદી પુરી કરી હતી. જ્યારે ડુપ્લેસીએ પણ 46…
કવિ: Sports Desk
કાનપુરઃ અહીંના ગ્રીનપાર્ક સ્ટેડિયમ ખાતે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ વનડેમાં કિવી ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 337 રન કર્યા હતા. 338 રનના ટાર્ગેટ સામે ઉતરેલી કિવી ટીમ 50 ઓવરમાં 7 વિકેટના ભોગે 331 રન જ કરી શકી હતી. અંતિમ વનડેમાં ભારે રસાકસી બાદ ભારતે 6 રને જીત મેળવી સિરીઝ 2-1થી જીતી લીધી છે. રોહીત શર્મા મેન ઓફ ધ મેચ અને વિરાટ કોહલીને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. ન્યૂઝીલેન્ડની ઈનિંગ…. – કિવી ઓપનર માર્ટીન ગપ્ટીલને આઉટ કરી જસપ્રિત બુમરાબે વનડે ક્રિકેટમાં 50 વિકેટ પૂર્ણ કરી હતી. – બુમરાહ અગરકર…
કાનપુરમાં રમાય રહેલી ત્રીજી અને અંતિમ વન-ડે મેચમાં પહેલા બેટીંગ કરતા ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 50 ઓવરમાં 6 વિકેટના ભોગે 337 રનનો જંગી જુમલો ખડો કર્યો હતો. જેમાં સુકાની વિરાટ કોહલી 113 અને રોહીત શર્માએ આક્રમક 147 રનની ઇનીંગ રમી હતી. તો ન્યુઝીલેન્ડ તરફથી ટીમ અદામ મીલને, સાઉદી અને મીશેલ સેંટનરે 2-2 વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડે પહેલા ટોસ જીતી ભારતને પહેલા બેટીંગ માટે આમંત્રણ આપ્યું હતુ. જેનો ફાયદો ટીમ ઇન્ડિયાએ લીધો હતો અને ન્યુઝીલેન્ડ સામે 337 રનનો જંગી જુમલો ખડો કર્યો હતો. જોકે ગત મેચમાં અડધી સદી ફટકારનાર શિખર ધવન આજે ખાસ બેટીંગ કરી શક્યો ન હતો…
ટીમ ઈન્ડિયાનો મહત્વનો ઓલરાઉન્ડર ઈરફાન પઠાણની કારકિર્દી પર હવે પૂર્ણ વિરામ મૂકાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. 1 નવેમ્બરથી ત્રિપુરા વિરૂદ્ધ રિલાયન્સના મેદાન પર રમાનાર ચાર દિવસીય રણજી ટ્રોફી મેચ માટે બરોડાની ટીમમાંથી સીનિયર ખેલાડી ઈરફાન પઠાણની બાદબાકી કરી દેવામાં આવી છે. ઈરફાનની જગ્યાએ યુવા દિપક હુડ્ડાને કેપ્ટનસીની જવાબદારી આપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર સિલેક્ટરોએ ઈરફાન પઠાણના નામ પર ચર્ચા વિચારણા કર્યા વગર જ ટીમમાંથી હકાલપટ્ટી કરી નાંખી હતી. સિલેક્ટરોએ તે માટે કોઈ મહત્વપૂર્ણ કારણ પણ જણઆવ્યું નહતું. પસંદગીકારોએ આટલા મોટા ફેરફાર વિશે જણાવતા કહ્યું હતું કે, બરોડા ટીમનું નવસર્જન કરવા માટેનો સમય આવી ગયો છે, જેના કારણે…
આજે કાનપુરના મેદાન પર ત્રીજી અને અંતિમ વન-ડેમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતી પહેલા બોલીંગ પસંદ કરી છે. તો બન્ને ટીમો પોતાની પ્લેઇંગ ઇલેવનમાં કોઇ જ ફેરફાર કર્યો નથી. આ પહેલા ન્યૂઝીલેન્ડને બીજી વન-ડેમાં 6 વિકેટથી માત આપીને શાનદાર વાપસી કરનાર ભારતીય ટીમ જ્યારે રવિવારે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં આવશે ત્યારે તેની નજર સાતમી વનડે સીરિઝ જીતીને પોતાના રેકોર્ડ પૂરા કરવાની છે. મુંબઇમાં ન્યૂઝીલેન્ડથી મળેલી હાર અને સીરિઝમાં 0-1થી પાછળ રહ્યા પછી ભારતીય ટીમે પૂનામાં જીત મેળવીને સીરિઝ 1-1થી બરાબર કરી લીધી હતી. 7 બાઇલેટરલ વનડે સીરિઝ જીતવાનો રેકોર્ડ: જો ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડની વિરુદ્ઘ વનડે સીરિઝ જીતી લે છે, તો તે પોતાનો…
ફિફા અંડર 17 વર્લ્ડ કપનું ભારતે ઘમાકેદાર આયોજન કર્યું હતું. જેમાં ગઇકાલે ઇંગ્લેન્ડે શાનદાર રમત દાખવતા સ્પેનને હરાવીને પહેલીવાર ચૈમ્પિયન બન્યું હતું. જોકે ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ ખરાબ પ્રદર્શન કરતા પહેલા જ બહાર થઇ ગયું હતું. તેમ છતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિફા અંડર 17 વર્લ્ડ કપના વિજેતા ઇંગ્લેન્ડના યુવા ખેલાડીઓને અને સ્પેનના યુવા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખિતાબ જીતનારી ઇંગ્લેન્ડની ટીમને શુભકામનાઓ આપી છે અને બીજા સ્થાને રહેનાર રનર્સ અપ ટીમ સ્પેનની ટીમને સારી રમવા બદલ પ્રશંસા કરી હતી. મોદીએ ટ્વીટ કરતા લખ્યું હતું કે “FIFA U17 વર્લ્ડ કપ જીતવા માટે ઇંગ્લેન્ડના યુવા ખેલાડીઓને શુભકામનાઓ. હું…
ભારતમાં પહેલીવાર યોજાયેલ FIFA U17 વર્લ્ડ કપની ‘ઓલ યુરોપિયન’ ફાઇનલમાં સ્પેનને ૫-૨થી હરાવી ઇંગ્લેન્ડની ટીમ ચેમ્પિયન બની ગઇ છે. ઇંગ્લેન્ડ તરફથી આ મેચમાં ફિલ ફોડેને બે તથા રિયાન બ્રેસ્ટર, મોર્ગન ગિબ્સ વ્હાઇટ, અને માર્ક ગૂહીએ એક-એક ગોલ નોંધાવ્યો હતો. જ્યારે સ્પેન તરફથી બમને ગોલ ર્સિજયો ગોમેઝે ફટકાર્યા હતા. આ જીત સાથે ઇંગ્લેન્ડની ટીમે ફિફા અંડર-૧૭ના વર્લ્ડ કપના ઇતિહાસમાં પ્રથમ વખત ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી છે. જ્યારે બીજી બાજુ સ્પેનની ટીમને ચોથી વખત ફાઇનલમાં પરાજયનો સામનો કરવો પડયો છે. સ્પેનની ટીમ આ પહેલા ૧૯૯૧માં ઘાનાએ, ૨૦૦૩માં બ્રાઝિલે અને ૨૦૦૭માં નાઇજિરિયાએ સ્પેનને આ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પરાજય આપ્યો હતો. આ જીત સાથે ઇંગ્લેન્ડની…
કાનપુર : રવીવારે કાનપુરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણીની અંતિમ અને ત્રીજી વન-ડે મેચ રમાશે. શ્રેણીમાં હાલ બન્ને ટીમોએ એક-એક મેચ જીતીને 1-1 થી શ્રેણી સરભર કરી છે. ત્યારે અંતિમ મેચ જીતીવાના ઇરાદા સાથે બન્ને ટીમો કાનપુર ખાતે આવી પહોચી છે. ત્યારે બન્ને ટીમો પુરજોશથી તૈયારી કરી રહી છે. પરંતુ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ થોડા હળવા મુળ માટે અન્ય રમત પર પોતાનો હાથ અજમાવ્યો હતો. ટીમ ઇન્ડિયા ગઇ કાલે કાનપુરમાં અલગ અલગ રમતો રમી હતી. જેવી કે બિલીયર્ડસ, સ્નુકર, એર હોકી સહીની રમતો રમી હતી અને રીલેક્સ થયા હતા. ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલી, પુર્વ સુકાની ધોનીએ બિલીયર્ડસ પર પોતાનો હાથ…
વિશ્વ ડોપિંગ વિરોધી એજન્સી (વાડા)ની 2016ની રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે બીસીસીઆઇના માન્યતા પ્રાપ્ત 153 ક્રિકેટરોમાંથી એક ભારતીય ક્રિકેટર ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ નીવડ્યો હતો. આ ક્રિકેટરનો પ્રતિબંધિત દવાના સેવન સંબંધિત ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. જોકે, હજુ સુધી આ ક્રિકેટરના નામની જાહેરાત કરવામાં આવી નથી. તે ભારત અંડર-19 પૂર્વ ખેલાડી પ્રદીપ સાગવાન બાદ ડોપિંગ ટેસ્ટમાં પોઝિટીવ આવનારો બીજો ભારતીય ક્રિકેટર બન્યો હતો. 2013માં કોલકત્તા નાઇટરાઇડર્સ તરફથી રમતા સાંગવાનનો ડોપિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. વર્ષ 2016માં ડોપિંગ વિરોધી પરીક્ષણના આંકડાઓ અનુસાર, બીસીસીઆઇના 138 રજીસ્ટ્રર ક્રિકેટરોનું સીરિઝ દરમિયાન ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં એક ક્રિકેટરનો ટેસ્ટ પોઝિટીવ…
ભારતીય ક્રિકેટર હરભજન સિંહ ભલે હાલમાં ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર છે પરંતુ તે સોશ્યલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. ભજ્જીએ તાજેતરમાં એક ટ્વીટ જોયુ જેમાં એક બાળકી ‘કાવ્યા’ને જોઇને તેનું દિલ પીગળી ઉઠ્યું હતું. વાસ્તવમાં કાવ્યા, માથાની સોજાની બિમારીથી પીડાઇ રહી છે. હરભજને કાવ્યાની મદદ માટે કરેલું એક ટ્વીટ જોયુ અને રિપ્લાઇ કરતા કહ્યુ કે તે તેની મદદ કરવા ઇચ્છે છે. જે પછી ભજ્જી કાવ્યાને મળવા માટે હોસ્પિટલ પણ પહોંચીને તેને મળ્યો હતો. આ બાળકી માટે 4600 અમેરિકન ડોલરની મદદ માંગવામાં આવી હતી. હરભજને ટ્વિટ કરીને કહ્યું કે, ”કાવ્યા અમારી જ દીકરી છે. ભગવાન તેની રક્ષા કરશે. અમે તો…