દિલ્લી: અમેરિકાના કેન્ટકીમાં એક ક્રિકેટ ગ્રાઉન્ડનું નામ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનિલ ગાવસ્કરના નામ પર રાખવામાં આવ્યું હતું. ગાવસ્કરે જ આ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ‘સુનિલ એમ. ગાવસ્કર ક્રિકેટ ફીલ્ડ’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સુનિલ ગાવસ્કરે કહ્યું હતું કે, મારા નામ પર ક્રિકેટ ગ્રાઉન્ડનું નામ રખાય એ અદ્વિતિય સન્માન છે. ખાસ કરીને એવા દેશમાં જ્યાં ક્રિકેટ મુખ્ય રમત નથી. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ક્રિકેટ એટલું લોકપ્રિય નથી.
કવિ: Sports Desk
આજે ચેન્નઇના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ જામશે મેદાન-એ-જંગનો માહોલ. કારણ કે અહી આજે વીવો પ્રો કબડ્ડી લીગ સિઝન-૫ની ફાઇનલમાં ગત વર્ષની ચેમ્પિયન પટના પાઇરેટ્સનો સામનો લીગમાં નવી પ્રવેશેલી ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ સામે થવાનો છે. આ મેચમાં રોમાંચ પેદા કરતી તમામ સામગ્રી જોવા મળશે કારણકે બે વખત અહી ચેમ્પિયન રહી ચૂકેલી અને પીકેએલની સૌથી સફળ ટીમ પટના પાઇરેટ્સ હેટ્રિક મેળવવા માટે ઝઝૂમશે. જ્યારે બીજી બાજુ આ સ્પર્ધામાં નવી પ્રવેશેલી ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટ્સની ટીમ પીકેએલની સિઝન-૫માં પટના પાઇરેટ્સને સતત ત્રીજી વખત હરાવી હેટ્રિક પ્રાપ્ત કરવા પોતાનું તમામ બળ અજમાવશે. ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સની ટીમ સ્પર્ધામાં પ્રથમ વખત ઉતરી ફાઇનલમાં પ્રવેશનારી પ્રતમ ટીમ બનશે. ગુજરાત…
પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે 18 ઓક્ટોબરે અબુ ધાબીમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં પાકિસ્તાન તરફથી ઈમામ ઉલ-હકે પદાર્પણ કર્યુ છે. 21 વર્ષીય બેટ્સમેને સદી ફટકારી અને ક્રિકેટપ્રેમીઓએ આ ક્રિકેટરના ખૂબ વખાણ કર્યા. મેચ પૂર્ણ થયા બાદ પાકિસ્તાનની ટીવી પત્રકાર ફજીલા સબાએ પોતાના ટિ્વટર એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો અને તેને શુભેચ્છા પાઠવી. ટીવી પત્રકાર ફજીલાએ કેપ્શનમાં લખ્યુ, ‘પદાર્પણ બાદની મેચમાં જ સદી. ઈમામ ઉલ હકને વધુ એક સફળતા.’ આ ટિ્વટ જોયા બાદ ઈમામે ‘આંટી’ કહી તેણીને આભાર પ્રગટ કર્યો. ફજીલાએ પોતાને ‘આંટી’ ગણાવી ઈમામે આંટી કહ્યા બાદ ફજીલા પોતાને રોકી શકી નહીં અને તેણે વધુ એક ટિ્વટ કર્યુ. તેણે ટિ્વટમાં લખ્યુ,…
રીયો ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપની સિલ્વર મેડાલિસ્ટ પી.વી.સિંધુએ શુક્રવારે શાનદાર પ્રદર્શન કરતા ચીનની ચેન યૂફેઇને ગેમમાં માત આપીને ફ્રેન્ચ ઑપન સુપર બેડમિન્ટન સીરિઝની મહિલા સિંગલની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. પીવી સિંધુ પહેલી વખત આ ટૂર્નામેન્ટની સેમી ફાઇનલમાં પોતાની જગ્યા બનાવવા માટે સફળ રહી છે. ઓલ્મિપિકમાં સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુએ ક્વૉર્ટરફાઇનલમાં વર્લ્ડમાં 10માં નંબરની યૂફેઇને માત્ર 41 મિનિટમાં 21-14, 21-14થી હરાવી હતી. આ જીતથી સિંધુનો આ ચીની ખેલાડી પર જીતનો રેકોર્ડ 3-2 થઈ ગયો છે. તેણે પાછલા અઠવાડિયે ડેન્માર્ક ઑપનની શરૂઆતમાં જ યુફેઈ સામે હાર મળી હતી. હવે સિંધુ સેમિફાઇનલમાં કોરિયી સુંગ જિ હુન અને જાપાનની પાંચમી ક્રમાંકિત વરીય…
યુરોપની બે પાવરફુલ ટીમો સ્પેન અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ફિફા અંડર-૧૭ વર્લ્ડ કપની ફાઇનલ મેચ યોજાવવાની છે. ફિફા અંડર-૧૭ વર્લ્ડ કપના ઇતિહાસમાં આ પ્રથમ વખત એવુ બનવાનું છે કે જ્યારે બે યુરોપિયન ટીમો સામ સામે ટકરાશે. આ પહેલા આ ટૂર્નામેન્ટમાં યુરોપની ત્રણ ટીમો સોવિયેટ યુનિયન, ફ્રાન્સ અને સ્વિટ્ઝરલેન્ડ ચેમ્પિયન બની છે. એટલે 8 વર્ષ બાદ ફિફા અંડર 17 વર્લ્ડ કપને આજે નવો ચૈમ્પિયન અને નવી ચૈમ્પિયન ટીમ મળશે. સ્પેન અને ઇંગ્લેન્ડ ટીમ હજુ સુધી એક પણ વાર ચૈમ્પિયન બની નથી. એટલે જે પણ ટીમ ચૈમ્પિયન બનશે તે પહેલીવાર ખિતાબ જીતી ઇતિહાસ રચશે. ભારતમાં આ ચેમ્પિયનશિપનું પ્રથમ વખત આયોજન કરવામાં…
ક્રિકેટના મેદાન બહાર હોય કે ક્રિકેટના મેદાનમાં હોય ધોનીનો જાદુ બધી જગ્યાએ જોવા મળે છે. આમ ધોનીનો જાદુ ફરી ક્રિકેટન મેદાનમાં જોવા મળ્યો હતો અને વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પુણેમાં બુધવારે રમાયેલી બીજી વન ડે મેચમાં ભારતીય ટીમના પૂર્વ સુકાની અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય વિકેટકીપર બન્યો છે. ધોનીએ વિકેટની પાછળ ભારતની જમીન પર પોતાના કરિયરના 200 કેચ પૂરા કર્યા છે. ધોનીએ ન્યૂઝીલેન્ડના બેટસમેન માર્ટિન ગુપ્ટિલનો કેચ ઝીલીને આ સિદ્વિ હાંસલ કરી હતી. પોતાની જમીન પર 200 કેસ પકડનાર ધોની…
ભારતીય ટીમના પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને તેની પુત્રી જીવા હમેશા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બનતા રહે છે. આ વખતે ઘણા સ્વીટ કારણથી ધોનીની પુત્રી જીવા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ઝીવાએ તાજેરતમાં ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યુ છે ત્યારે બે વર્ષની જીવાએ ઇન્સ્ટાગ્રામ પર આવતાની સાથે ધમાલ મચાવી દીધી છે. ધોની અને સાક્ષીએ જીવાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું છે, અને બંને તેને ફોલો પણ કરી રહ્યાં છે. જીવાના ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો મૂકવામાં આવ્યો છે. જેમાં જીવા એક ગીત ગાતી નજરે આવી રહી છે. જીવા જે ગીત ગાઇ રહી છે તે વાસ્તવમાં એક કૃષ્ણ ભજન છે, જે મલયાલી ભાષામાં છે.…
IPLની સંચાલક પરિષદના એક પ્રસ્તાવના અનુસાર આગામી સીઝનમાં વાપસી માટે તૈયાર ચેન્નાઇ સુપરકિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સને ગત 2 વર્ષમાં રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ અને ગુજરાત લાયન્સની તરફથી રમી રહેલા પ્લેયર્સને રિટેન કરવાની સ્વીકૃતિ આપવામાં આવી શકે છે. આવતા મહિને થનારા વર્કશોપમાં જો ફ્રેન્ચાઇઝીઓ આ મુદ્દા પર તૈયાર થાય તો તેનાથી મહેન્દ્ર સિંહ ધોનીનો ચેન્નાઇ સુપરકિંગ્સમાં પરત આવવાનો ચાન્સ વધી જશે. IPLની સંચાલક પરિષદના એક સભ્ય અનુસાર, ”અમે ઓછામાં ઓછા 3 પ્લેયર્સને રિટેન કરવાનો પ્રસ્તાવ રાખીશું – જેમાં એક ભારતીય અને 2 વિદેશી.” શું કહ્યું IPLના અધિકારીએ: અધિકારીએ કહ્યુ હતું કે, ”ગત 2 વર્ષમાં પૂના અને ગુજરાતની તરફથી રમી રહેલા પ્લેયર્સને ચેન્નાઇ સુપરકિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સ…
ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન સ્ટીવન સ્મિથ અને ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે ICCની ચાર દિવસીય ટેસ્ટ મેચ માટે પોતાની અનિચ્છા દર્શાવી છે. તાજેતરમાં ઓકલેન્ડમાં મળેલી બેઠકમાં ICCએ નવ દેશો વચ્ચે ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ટી-૨૦ ક્રિકેટના ઝડપી વિકાસને જોઇને પાંચ દિવસના સ્થાને ચાર દિવસની ટેસ્ટ મેચનું આયોજન કરવાની વાતને સમર્થન આપ્યું હતું. આ માટે ડિસેમ્બરમાં ટ્રાયલ રૂપે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે ચાર દિવસની ટેસ્ટ મેચનું આયોજન કરવા સહમતી પણ આપી હતી. જોકે, સ્મિથ અને ડેવિડ વોર્નર બંનેને ચાર દિવસની ટેસ્ટ મેચ રમવામાં કોઇ રસ નથી. સ્ટીવ સ્મિથે શું કહ્યું સ્ટીવન સ્મિથે જણાવ્યું હતું કે “તેને પાંચ દિવસની ટેસ્ટ મેચ પસંદ છે. તેમાં પણ ખાસ કરીને…
રિયાન બ્રેસ્ટરની સતત બીજી મેચમાં હેટ્રિકની મદદથી ઇંગ્લેન્ડે ફિફા અંડર-૧૭ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ત્રણ વખતની ચેમ્પિયન બ્રાઝિલને ૩-૧થી પરાજય આપી રવિવારે યોજાનારી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ફાઇનલમાં ઇંગ્લેન્ડનો સામનો સ્પેન સામે થશે. સ્પેને અન્ય એક સેમિફાઇનલમાં સ્પેને એબલ રૂઇઝના બે ગોલ તથા ફેરન ટોરેસના એક ગોલની મદદથી માલીને ૩-૧થી પરાજય આપ્યો હતો. મેચનો હીરો સ્ટ્રાઇકર બ્રેસ્ટર રહ્યો ઇંગ્લેન્ડ માટે મેચનો હીરો સ્ટ્રાઇકર બ્રેસ્ટર રહ્યો હતો જેણે સતત બીજી મેચમાં ત્રણ ગોલ ફટકાર્યા હતા. આ પહેલાં ક્વાર્ટર ફાઇનલમાં બ્રેસ્ટરે અમેરિકા સામે હેટ્રિક ફટકારી હતી. જોકે, બ્રાઝિલ સામેની હેટ્રિક તેના માટે ખાસ રહી હતી કારણકે આ સાથે જ તેની ટીમે આ…