દુનિયા આખી લડી રહી છે અને ચીનની લાગી ગઈ લોટરી! મિસાઈલ અને જેટ માટે જરૂરી ‘દુર્લભ ધાતુ’નો મોટો ખજાનો મળ્યો

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
5 Min Read

વૈશ્વિક યુદ્ધો વચ્ચે ચીનનું નસીબ ચમક્યું: જમીનની નીચેથી મળ્યો ફાઈટર જેટ અને મિસાઈલ બનાવનારો દુર્લભ ધાતુનો ખજાનો

વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં અલગ-અલગ જગ્યાએ ચાલી રહેલા યુદ્ધો અને તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ચીનના હાથમાં એક મોટો જેકપોટ લાગ્યો છે. ‘રેયર અર્થ મિનરલ્સ’ (દુર્લભ ખનિજો) ની દુનિયામાં ચીન પહેલેથી જ બાદશાહ ગણાય છે, પરંતુ તાજેતરમાં થયેલી એક મોટી ખોજે વૈશ્વિક સ્તરે ચીનના પ્રભુત્વને અનેક ગણું વધારી દીધું છે.

ચીનના વૈજ્ઞાનિકોને જમીનની નીચેથી સીરિયમ, નિયોડિમિયમ અને ડિસ્પ્રોસિયમ જેવા અત્યંત દુર્લભ ધાતુઓનો મોટો ભંડાર મળ્યો છે. આ એવા ખાસ તત્વો છે, જેનો ઉપયોગ અદ્યતન ફાઈટર જેટ, ડ્રોન અને ઘાતક મિસાઈલો બનાવવામાં અનિવાર્ય રૂપે કરવામાં આવે છે. આ શોધ સંરક્ષણ ક્ષેત્રે ચીનની તાકાતને નવી ઊંચાઈએ લઈ જશે.

- Advertisement -

બરફીલા પહાડો અને તૂટેલા ખડકો વચ્ચેથી મળી 17 દુર્લભ ધાતુઓ

વિશ્વભરમાં વધી રહેલી સૈન્ય હોડ વચ્ચે ચીનને રેયર અર્થ મિનરલ્સના ક્ષેત્રમાં આ મોટી સફળતા મળી છે. ચીનના અત્યંત દુર્ગમ અને બરફીલા વિસ્તારમાં આવેલા તૂટેલા ખડકોની વચ્ચેથી વૈજ્ઞાનિકોને મિસાઈલ અને જેટના નિર્માણમાં વપરાતા ૧૭ જેટલા દુર્લભ તત્વો મળ્યા છે. ભૂ-વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં આ તત્વોની ઓળખ મુખ્યત્વે સીરિયમ (Cerium), નિયોડિમિયમ (Neodymium) અને ડિસ્પ્રોસિયમ (Dysprosium) તરીકે થઈ છે.

china.jpg

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં પણ સમગ્ર વિશ્વમાં વપરાતા કુલ રેયર અર્થ મિનરલ્સના આશરે 90 ટકા હિસ્સા પર ચીનનો કબ્જો છે અને તે જ દુનિયાભરમાં તેની નિકાસ કરે છે. આ નવી શોધથી ચીન આ વૈશ્વિક બજાર પર પોતાનો એકહથ્થુ પ્રભાવ લાંબા સમય સુધી કાયમ રાખી શકશે.

કેવી રીતે થઈ આ કિંમતી ધાતુઓની શોધ?

અહેવાલ મુજબ, આ ધાતુઓ જે વિસ્તારમાંથી મળી આવી છે તે સંપૂર્ણપણે બરફથી ઢંકાયેલો પ્રદેશ છે. શિયાળાની ઋતુ પુરી થયા બાદ જ્યારે ત્યાં બરફ પીગળવા લાગ્યો, ત્યારે વૈજ્ઞાનિકોએ પોતાનું સર્વેક્ષણ અને સંશોધન શરૂ કર્યું હતું.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ચીનના ઉત્તર-પૂર્વીય બરફીલા વિસ્તારો ‘હેઇલોન્ગજિયાંગ’ (Heilongjiang) અને ‘જિલિન’ (Jilin) માં માટીના નમૂનાઓ લઈને એક વ્યાપક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે ખડકોના તૂટેલા ભાગો (સેડિમેન્ટ્સ) દ્વારા કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં, કરોડો વર્ષો પહેલા આ વિસ્તારમાં જે ખડકો હતા, તે આલ્કલાઇન ગ્રેનાઇટ (Alkaline Granite) ના બનેલા હતા. અહીની ભૌગોલિક સ્થિતિ એવી છે કે શિયાળામાં અતિશય ઠંડી અને ઉનાળામાં સખત ગરમી પડે છે. આ વારંવાર બદલાતા તાપમાન અને બરફ જામવા તેમજ પીગળવાના ચક્રના કારણે આ મજબૂત ખડકો ધીમે-ધીમે અંદરથી નબળા પડીને તૂટી ગયા અને માટીમાં ફેરવાઈ ગયા. આ જ વિખરાયેલી માટીના પરીક્ષણ દરમિયાન વૈજ્ઞાનિકોને અદભુત સફળતા મળી છે.

- Advertisement -

મિલિટરી ટેકનોલોજી માટે કેમ ખાસ છે આ ત્રણ ધાતુઓ?

ચીનના ભૂ-વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ શોધ બાદ હવે જમીનમાંથી આ ધાતુઓને વ્યવસાયિક ધોરણે બહાર કાઢવાના પ્લાન પર ખૂબ જ ઝડપથી કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ત્રણ ધાતુઓ સંરક્ષણ ઉદ્યોગ માટે કેમ અમૂલ્ય છે, તે આ વૈજ્ઞાનિક વિશ્લેષણ પરથી સમજી શકાય છે:

નિયોડિમિયમ (Neodymium): આ ધાતુનો ઉપયોગ ફાઈટર જેટ અને મિસાઈલોમાં વપરાતી અત્યંત શક્તિશાળી ઈલેક્ટ્રિક મોટર્સ બનાવવા માટે થાય છે. નિયોડિમિયમથી દુનિયાના સૌથી શક્તિશાળી ચુંબક (Magnets) બને છે, જેના કારણે જેટ અને મિસાઈલના એન્જિન તેમજ ગાઈડન્સ સિસ્ટમ અતિશય ઝડપથી અને સચોટ રીતે કામ કરી શકે છે.

china2.jpg

ડિસ્પ્રોસિયમ (Dysprosium): જ્યારે ફાઈટર જેટ કે મિસાઈલ હવામાં પ્રચંડ ગતિથી ગતિ કરે છે ત્યારે તેની મોટરો ભારે ગરમ થઈ જાય છે. ડિસ્પ્રોસિયમ ધાતુ મોટરને અતિશય ગરમ વાતાવરણમાં પણ ઓગળવા કે ખરાબ થવા દેતી નથી, જેનાથી હથિયારોની વિશ્વસનીયતા વધે છે.

સીરિયમ (Cerium): આ ધાતુનો ઉપયોગ વિસ્ફોટકો અથવા દારૂગોળામાં ‘ચિંગારી ભડકાવવા’ એટલે કે ફાયરિંગની શરૂઆત કરવા માટે પ્રાઈમર તરીકે થાય છે. તે યુદ્ધસામગ્રીને ત્વરિત સક્રિય કરવામાં મદદ કરે છે.

વૈશ્વિક સંરક્ષણ બજાર પર ચીનની નવી પકડ

ચીન માટે આ શોધ એવા સમયે થઈ છે જ્યારે વૈશ્વિક સ્તરે અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, રશિયા અને ભારત જેવા શક્તિશાળી દેશો પોતાની સૈન્ય તાકાત વધારવા માટે મોટા પાયે ફાઈટર જેટ અને આધુનિક મિસાઈલોના નિર્માણમાં લાગેલા છે. આ તમામ દેશો આ હથિયારો બનાવવા માટે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે રેયર અર્થ મિનરલ્સ માટે ચીન પર નિર્ભર છે.

જો ભવિષ્યમાં અમેરિકા કે પશ્ચિમી દેશો સાથે ચીનનો તણાવ વધે છે, તો ચીન આ ધાતુઓની નિકાસ પર પ્રતિબંધ મૂકીને પશ્ચિમી દેશોની સંરક્ષણ પ્રણાલીને ઘૂંટણિયે લાવી શકે છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.