મધુશ્રીવાસ્તવનું વાયરલ થયેલા નિવેદન પર ચૂંટણી પંચની લાલઆંખ

0
44

વિધાનસભાની ચૂંટણી હવે આવી ચૂકી છે જેની છેલ્લા 6 મહિનાથી ભારે ચર્ચા ચાલી રહી છે અને ગુજરાતમાં ચૂંટણી એટલે એક પર્વનો માહોલ જયાં તમામ રાજ્કીય પાર્ટીઓ 6 મહિના આગાઉથી તડામાર તૈયારીઓમાં જોતરાઇ જતી હોય છે. હવે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે જેમાં કયાંક ખુશીથી તો કયાક અસંતોષ જોવા મળી રહ્યો છે.

ભાજપ દ્રારા વઘોડિયાના ધારાસભ્ય અને છેલ્લા ટર્મથી જીતતા આવતા એવા બાહુબલી નેતા મધુશ્રીવાસ્તવની ટિકિટ કાપતા શ્રી વાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી તમામ પાર્ટીઓ સામે બંડ પોકાર્યો છે અને ઉમેદવારી ફોર્મ દરમિયાન તેમનો એક વિડિયો પણ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે જયાં તેમણે કહ્યુ કે કોઇનાથી ડરતા નહી ભાઇ આ બાહુબલી હજુ છે કોઇ મારા કાર્યકરોનું કોલર પણ પકડે ને ઘરે જઇને ગોળીઓ ન મારો તો મારું નામ મધુશ્રીવાસ્તવ નહી આ વિડિયો વાયરલ થયા બાદ ચૂંટણી આયોગે પણ ગંભીર નોંધી લીધી છે અને સુઓમોટો અરજી પણ કરી છે મુખ્ય ચૂંટણી અધિકારી તરફથી ડિટેઇલ રિપોર્ટ પણ મંગાવાયો છે અને સાંજ સુધીમાં આ ડિટેઇલ રિપોર્ટ વડોદરા કલેકટરને મોકલી દેવામાં આવશે