ભારે વરસાદની સંભાવના : ગુજરાત રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

0
70

રાજ્યમાં સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં પણ વરસાદ પડશે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર- મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ અને મોરબીમાં ભારે વરસાદની આગાહી છે. સુરત, તાપી, નવસારી, આણંદ, ભરૂચ, નર્મદા, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અમરેલી,

ગીર-સોમનાથમાં પણ વરસાદની આગાહી છે.
સોમવારે 12 સપ્ટેમ્બરે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત વડોદરા, ભરૂચ, નવસારી, તાપી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડી શકે છે.