મદરેસામાં 70 વર્ષના મૌલવીએ 9 વર્ષની માસૂમ પર કર્યો રેપ

નરેલા વિસ્તારમાં એક 9 વર્ષની બાળકી પર મદરેસાની અંદર રેપ કરાયો હોવાનો મામલો સામે આવ્યો છે.આરોપ મદરેસાના 70 વર્ષના મૌલવી પર છે. પેટમાં પીડા અને પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળવાથી પરિવારજનોને વાત ખબર પડી. બાળકીને પૂછ્યું તો તેણે આખી વાત જણાવી પછી હોબાળો શરુ થઈ ગયો. પરિવારજનો તાત્કાલિક તેને નજીકના ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાંથી તેને આંબેડકર હોસ્પિટલમાં રિફર કરવામાં આવી.
આ દરમિયાન પોલીસ પહોંચી ગઈ. મેડિકલ રિપોર્ટ અને બાળકાના નિવેદનના આધારે રેપ, પોક્સો તથા અન્ય કલમોના આધારે કેસ નોંધવામાં આવ્યો. આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે.
પોલીસ અધિકારીઓએ ઘટનાની પુષ્ટી કરી છે. આરોપીની ઓળખ બિહારના મુઝફ્ફરપુરના નિવાસી 70 વર્ષીય મોહમ્મદ જફીર આલમ તરીકે થઈ છે. તે નરેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી જેજ કૉલોનીના ઈ-બ્લોકમાં પોતાના દીકરા સાથે રહે છે, જેણે મદરેસા બનાવ્યું છે અને ત્યાં નાના બાળકોને તાલીમ આપે છે. 9 વર્ષની બાળકી પણ પરિવાર સાથે જેજે કૉલોનીમાં રહે છે. પિતા ફેક્ટરીમાં કામ કરે છે. તે આસપાસના બાળકો સાથે તે જ મદરેસામાં ભણવા જાય છે. આ ઘટના શનિવાર સાંજની છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે બાળકી આરોપી મોલવી પાસે ભણવા લઈ હતી. પીડિતા બાળકી તેને દાદા કહે છે. લગભગ સાંજે 7 વાગ્યા જ્યારે બધા બાળકો જતા રહ્યા ત્યારે આરોપીએ તેને બહાનું બનાવીને રોકી લીધી.
આરોપ છે કે અંદરથી દરવાજો બંધ કરીને બાળકીને 5 સિક્કા આપ્યા. તે પછી આરોપી મૌલવીને ડરાવી ધમકાવીને માસૂમની સાથે રેપ કર્યો. ઘટના પછી પીડિતા જ્યારે ઘરે જતી હતી ત્યારે આ અંગે કોઈને ન જણાવવા માટે કહ્યું અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી દીધી. ડરેલી બાળકીએ 2 દિવસ સુધી ઘટના અંગે કોઈને કશું જણાવ્યું નહીં અને ગુમસુમ રહી.
સોમવારે રાત્રે બાળકીની તબીયત ખરાબ થઈ ગઈ, તેને વધારે પીડા થવા લાગી. પરિવારના સભ્યોએ જોયું તો તેના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળી રહ્યું હતું. પરિવાર તેને હોસ્પિટલ લઈ ગયો, જ્યાં ડૉક્ટરે માહિતી આપી કે તેના પર રેપ થયો છે. તે પછી બાળકીએ આપવીતી જણાવી. પરિવારજનોએ ઘટનાની ફરિયાદ પોલીસમાં કરી. પોલીસે મામલાને ગંભીરતાથી લઈને કેસ નોંધીને આરોપીની મંગળવારે સાંજે ધરપકડ કરી લીધી.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com