બદલાતો આર્થિક ટ્રેન્ડ: ભારતમાં હવે ખેતી કે બાઇક નહીં, પણ મોબાઈલ અને ફ્રિજ બની રહ્યા છે પહેલી ક્રેડિટની પસંદ

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
5 Min Read

ફોનની EMIથી શરૂ થઈ રહી છે ક્રેડિટની સફર: જાણો બદલાતા ભારતની લોન લેવાની આદતો પાછળનું સત્ય

છેલ્લા ૧૦ વર્ષમાં ભારતમાં નાણાકીય લોન લેવાની પદ્ધતિ અને લોકોની જરૂરિયાતોમાં મોટો બદલાવ આવ્યો છે. એક જમાનો હતો જ્યારે પહેલીવાર લોન લેનાર એટલે કે ‘ન્યુ-ટુ-ક્રેડિટ’ (NTC) ગ્રાહકો માટે ખેતીવાડી કે ટુ-વ્હીલર લોન મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા હતા. પરંતુ સમય બદલાયો છે અને આજનો યુવાન કે સામાન્ય નાગરિક પોતાના મોબાઈલ ફોન, ફ્રિજ, વોશિંગ મશીન જેવા કન્ઝ્યુમર-ડ્યુરેબલ્સ માટે EMI પર સામાન ખરીદીને પોતાના ક્રેડિટ પ્રવાસની શરૂઆત કરી રહ્યો છે. આ બદલાવ વચ્ચે મોટો સવાલ એ ઊભો થાય છે કે શું લોકો પોતાના શોખ અને આરામ પાછળ ખર્ચ કરીને EMIના જાળમાં ફસાતા તો નથી જઈ રહ્યા?

loan .jpg

- Advertisement -

NBFCsની ભૂમિકા બમણી થઈ: કન્ઝ્યુમર ડ્યુરેબલ લોનનો વધતો વ્યાપ

ટ્રાન્સયુનિયન સિબિલ અને ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સિલ (FIDC) ના એક સંયુક્ત અહેવાલ મુજબ, જૂન ૨૦૨૬માં પૂરી થયેલી ત્રિમાસિક ગાળામાં પહેલીવાર ક્રેડિટ લેનારા ગ્રાહકોને લોન આપવામાં બિન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (NBFCs) ની હિસ્સેદારી વધીને ૫૦ ટકા સુધી પહોંચી ગઈ છે. વર્ષ ૨૦૧૬માં આ હિસ્સેદારી માત્ર ૨૪ ટકા જ હતી. એટલે કે છેલ્લા ૧૦ વર્ષમાં NTC ગ્રાહકોને લોન પૂરી પાડવામાં NBFCsની ભૂમિકા બમણી કરતા પણ વધુ થઈ ગઈ છે.

હવે સ્થિતિ એવી છે કે ગ્રાહકો ફોર્મલ ક્રેડિટ સિસ્ટમમાં પ્રવેશવા માટે મોટા વાહનો કે જમીન ખરીદવાને બદલે નાના ઇલેક્ટ્રોનિક્સ સામાનને પ્રાધાન્ય આપી રહ્યા છે. જાન્યુઆરીથી જૂન ૨૦૨૬ વચ્ચે NTC લોનમાં એકલા કન્ઝ્યુમર-ડ્યુરેબલ લોનની હિસ્સેદારી ૩૦ ટકા રહી છે, જ્યારે પર્સનલ લોન ૧૨ ટકા, ગોલ્ડ લોન ૧૧ ટકા અને ટુ-વ્હીલર લોન ૧૦ ટકા રહી છે. બાકીની ૩૭ ટકા હિસ્સેદારી અન્ય પ્રોડક્ટ્સની છે.

- Advertisement -

૧૦ વર્ષ પહેલાં કેવું હતું ચિત્ર? ખેતીથી થતી હતી ક્રેડિટની શરૂઆત

આજે જે સ્થિતિ છે તેનાથી ૧૦ વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૬ની પ્રથમ છમાસિકમાં ચિત્ર બિલકુલ અલગ હતું. તે સમયે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) NTC લોનમાં સૌથી મોટું પ્રોડક્ટ હતું, જેની એકલાની હિસ્સેદારી ૧૮ ટકા હતી. ત્યારબાદ સામાન્ય ખેતીવાડી લોન ૧૧ ટકા, ટુ-વ્હીલર લોન ૧૦ ટકા, ગોલ્ડ લોન ૮ ટકા અને કન્ઝ્યુમર-ડ્યુરેબલ લોન માત્ર ૬ ટકા હતી.

આ આંકડા સ્પષ્ટ સાબિત કરે છે કે સમયની સાથે લોકોની જરૂરિયાતો બદલાઈ છે. અગાઉ મોટા ખર્ચા માટે જ લોન લેવાનો રિવાજ હતો, જ્યારે હવે નાના ટિકિટ સાઇઝના કન્ઝ્યુમર લોન પણ લાખો લોકોને ઔપચારિક બેંકિંગ અને ક્રેડિટ સિસ્ટમ સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

Loan.jpg

- Advertisement -

ફોનની EMI બની રહી છે ક્રેડિટ એન્ટ્રીનું મુખ્ય સાધન

ટ્રાન્સયુનિયન સિબિલના એમડી અને સીઈઓ ભાવેશ જૈનના જણાવ્યા અનુસાર, કન્ઝ્યુમર-ડ્યુરેબલ લેન્ડિંગમાં સ્માર્ટફોન ફાઇનાન્સિંગ સૌથી ઝડપથી આગળ વધતું ક્ષેત્ર છે. આજના યુવા વર્ગમાં મોટાભાગના લોકો સૌથી પહેલા મોબાઈલ ફોન ખરીદે છે અને તેની EMI ભરવાથી તેમના ક્રેડિટ સ્કોરની સફર શરૂ થાય છે.

૨૦૨૬ના પ્રારંભમાં ‘જનરેશન ઝેડ’ (Gen Z) ના યુવા ઉધારકર્તાઓને આપવામાં આવેલા કુલ લોનમાંથી લગભગ ૪૬ ટકા લોન NBFCs દ્વારા આપવામાં આવી હતી. જોકે, ડેટામાં મોબાઈલ ફોન માટે લીધેલી લોન અલગથી તારવી શકાતી નથી, પરંતુ લોનની ઓછી રકમ (ટિકિટ સાઇઝ) પરથી તેનો અંદાજ સરળતાથી લગાવી શકાય છે.

૫૦ હજાર રૂપિયાથી ઓછી રકમની લોનનો દબદબો

આ બદલાવનું સૌથી મોટું પ્રમાણ એ છે કે જૂન ૨૦૨૬ના અંતે કન્ઝ્યુમર-ડ્યુરેબલ લોનમાં ૫૦ હજાર રૂપિયાથી ઓછી રકમની લોનનો હિસ્સો આશ્ચર્યજનક રીતે ૯૩ ટકા જેટલો ઊંચો રહ્યો હતો. જૂન ૨૦૧૯ની સરખામણીમાં આ પ્રકારની નાની લોનની સંખ્યામાં અઢી ગણો (૨.૬ ગણો) વધારો થયો છે. આ દર્શાવે છે કે લોકો હવે માત્ર મોટા પ્રોજેક્ટ્સ માટે જ નહીં, પરંતુ ઘરના નાના-મોટા ઉપકરણો વસાવવા માટે પણ ફાઇનાન્સનો સહારો લઈ રહ્યા છે.

શું EMIનો આ વધતો ટ્રેન્ડ જોખમી છે?

બજારમાં NBFCs ની પકડ સતત મજબૂત થઈ રહી છે. FIDCના ચીફ એક્ઝિક્યુટિવ રમણ અગ્રવાલના મતે, NTC ગ્રાહકોમાં NBFCsની ૫૦ ટકા ભાગીદારી એ વાતની સાક્ષી છે કે તેઓ સામાન્ય માનવીને ફાઇનાન્સિયલ સિસ્ટમ સાથે જોડવામાં મોટું યોગદાન આપી રહ્યા છે. આનાથી ગ્રાહકો પોતાનો સારો ક્રેડિટ હિસ્ટ્રી બનાવી શકે છે અને ભવિષ્યમાં બેંકોમાંથી મોટા લોન મેળવવા માટે યોગ્ય બને છે.

જોકે, સવાલ એ થાય છે કે શું આનાથી દેવાનો બોજ વધી રહ્યો છે? નિષ્ણાતોનું માનવું છે કે માત્ર કન્ઝ્યુમર લોન વધવાથી એવું ન કહી શકાય કે આમ જનતા દેવાના બોજ નીચે દબાઈ રહી છે. આ માત્ર આધુનિક જીવનશૈલી અને ઉપભોક્તા સંસ્કૃતિમાં આવેલા બદલાવનું પરિણામ છે. કોરોના મહામારી પછી સ્માર્ટફોનની અનિવાર્ય જરૂરિયાત અને જાહેર પરિવહનમાં આવેલા સુધારાને કારણે યુવાનોની લોન લેવાની પેટર્નમાં આ ક્રાંતિકારી બદલાવ આવ્યો છે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.