માત્ર 50,000 ના રોકાણ પર મળશે 23 લાખથી વધુ! દીકરીના પિતા માટે સરકાર કરી રહી છે મોટું એલાન
દીકરીઓ માટેની સૌથી લોકપ્રિય બચત યોજના એવી ‘સુક્કન્યા સમૃદ્ધિ યોજના’ (SSY) ને લઈને સરકાર ટૂંક સમયમાં જ મોટો નિર્ણય લેવા જઈ રહી છે. સરકાર દ્વારા આગામી ત્રિમાસિક ગાળા માટે નાની બચત યોજનાઓના નવા વ્યાજદરોની જાહેરાત કરવામાં આવનાર છે, જેના કારણે દેશભરના એવા લાખો વાલીઓની નજર આ જાહેરાત પર છે જેમણે પોતાની દીકરીના ભવિષ્ય માટે આ યોજનામાં રોકાણ કર્યું છે. તો ચાલો વિગતવાર સમજીએ કે આ યોજના શું છે અને તેનાથી શું ફાયદા થઈ શકે છે.

શું છે સુક્કન્યા સમૃદ્ધિ યોજના?
સુક્કન્યા સમૃદ્ધિ યોજના એ ખાસ કરીને દીકરીઓ માટે ચલાવવામાં આવતી સરકારની એક શાનદાર બચત યોજના છે, જે હાલમાં રોકાણ પર વાર્ષિક 8.2% નું આકર્ષક વ્યાજ આપે છે. વાલીઓ પોતાની 10 વર્ષ સુધીની વયની દીકરી માટે આ યોજના હેઠળ ખાતું ખોલાવી શકે છે. આ યોજનામાં સતત 15 વર્ષ સુધી રોકાણ કરવું પડે છે અને દીકરીની ઉંમર કે ખાતું ખોલ્યાના 21 વર્ષ પછી આ રકમ ઉપાડી શકાય છે. દીકરીના ઉચ્ચ અભ્યાસ અને લગ્નના ખર્ચાઓને સુરક્ષિત કરવા માટે આ યોજનાને અત્યંત લાભદાયી માનવામાં આવે છે.
શું વ્યાજદરોમાં વધારો થશે?
સરકાર દર ત્રિમાસિકે નાની બચત યોજનાઓના વ્યાજદરોની સમીક્ષા કરતી હોય છે. સરકારે અગાઉ 1 જાન્યુઆરી, 2024 ના રોજ એસએસવાય (SSY) ના વ્યાજદરોમાં ફેરફાર કર્યો હતો, જે અગાઉ 8% હતા અને તેને વધારીને 8.2% કરવામાં આવ્યા હતા. આગામી સમયમાં વ્યાજદરોને લઈને સરકાર શું નિર્ણય લે છે તે તો આવનારો સમય જ કહેશે, પરંતુ રોકાણકારો હંમેશાં તેમાં વધુ સારા વ્યાજની આશા રાખતા હોય છે.
રોકાણ પર કેટલો મોટો ફાયદો મળે છે?
આ યોજના હેઠળ વાર્ષિક વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરી શકાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વાલી દર વર્ષે 50,000 રૂપિયાનું રોકાણ કરે છે, તો 15 વર્ષમાં કુલ રોકાણ 7.5 લાખ રૂપિયા થશે. જ્યારે 21 વર્ષ પછી પરિપક્વતા (Maturity) પર મળનાર કુલ રકમ 23.94 લાખ રૂપિયાથી વધુ થઈ જશે. સરળ શબ્દોમાં કહીએ તો, તમારા 7.5 લાખ રૂપિયાના કુલ રોકાણ સામે તમને 23.94 લાખ રૂપિયા જેટલી માતબર રકમ પ્રાપ્ત થશે, જે તમારી દીકરીના ભવિષ્ય અને લગ્ન સમયે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

EEE ટેક્સ સ્ટેટસનો શાનદાર લાભ
સુક્કન્યા સમૃદ્ધિ યોજના દેશમાં EEE (એક્ઝેપ્ટ-એક્ઝેપ્ટ-એક્ઝેપ્ટ) ટેક્સ સ્ટેટસ ધરાવે છે, જે તેને રોકાણકારો માટે વધુ આકર્ષક બનાવે છે. જૂની ટેક્સ સિસ્ટમ હેઠળ આ યોજનામાં કરવામાં આવતું રોકાણ સેક્શન 80C હેઠળ ટેક્સ ડિડક્શન માટે પાત્ર બને છે. આનો અર્થ એ થાય છે કે આ યોજનામાંથી મળતું વળતર સંપૂર્ણપણે ટેક્સ-ફ્રી (કરમુક્ત) હોય છે, જેથી રોકાણકારોને ટેક્સમાં પણ મોટી રાહત મળે છે.
