ઘરઆંગણે પુણે FCનો નોર્થઇસ્ટ યુનાઇટેડ FCને 5-0 થી હરાવ્યું

પુણે : પુણે એફસીએ પોતાના ઘરઆંગણે શાનદાર પ્રદર્શન કરતા 5-0 થી નોર્થ ઇસ્ટ યુનાઇટેડ એફસીને કરામી હાર આપી હતી. મેચમાં શરૂઆતથીજ પુણે એફસીએ મેચ પર શાનદાર પકડ જમાવી હતી અને હાફ ટાઇમ સુધી 3-0 થી મેચ પર પકડ મજબુત કરી દીધી હતી. આ જીત સાથે પુણે એફસી ટીમ 15 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે પહોચી ગઇ છે.

આજની મેચની શરૂઆતથી જ પુણે એફસીએ શાનદાર પ્રદર્શન કરતા નોર્થઇસ્ટ યુનાઇટેડ એફસી પર મજબુત પકડ જમાવી હતી. નોર્થઇસ્ટ યુનાઇટેડને મેચમાં એક પણ વાર ગોલ કરવા માટે તક આપી ન હતી. મેચની 8મી મીનીટે આશીક્યુ કુરૂનિયનને પુણે તરફથી પહેલો ગોલ કર્યો હતો. ત્યાર બા 27મી મીનીટે માર્સેલો પેરયેરાએ બીજો ગોલ કરીને મેચમાં મજબુત પકજ જમાવી હતી. પહેલો હાફ પુરો થતા મેચની 45મી મીનીટે માર્સેલો પેરયેરાએ પોતાનો બીજો અને ટીમનો ત્રીજો ગોલ કરીને મેચમાં હાફ ટાઇમ પુરો થતા સ્કોર 3-0 સુધી પહોચાડ્યો હતો.

પહેલા હાફમાં નબળા પ્રદર્શન બાદ નોર્થઇસ્ટ યુનાઇટેડ એફસીએ મેચમાં વાપસી કરવાના તમામ પ્રયાસો કર્યા હતા. પરંતુ નોર્થઇસ્ટ યુનાઇટેડ એફસી એક પણ ગોલ કરવામાં સફળ રહી ન હતી. મેચમાં 86 મીનીટે માર્સેલો પેરયેરાએ પોતાનો ત્રીજો અને ટીમનો ચોથો ગોલ કર્યો હતો. તેના બે જ મીનીટ એટલે 88મી મીનીટે પુણે એફસીએ પાંચમો ગોલ કર્યો હતો. આ પુરી મેચ એક તરફી રહી હતી અને પુણે એફસીએ મેચ 5-0 થી જીતી લીધી હતી. પુણે એફસીના માર્સેલો પેરયેરાએ ગોલની હેટ્રીક કરી હતી.

આ જીત બાદ પુણે એફસી 15 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે પહોચી ગયું હતું તો નોર્થ ઇસ્ટ યુનાઇટેડ ટીમ 4 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં 9માં ક્રમે યથાવત રહી હતી. પુણે એફસી ટીમ અત્યાર સુધી 8 મેચમાંથી 5 મેચમાં જીત અને 3 મેચમાં હારી છે તો નોર્થઇસ્ટ યુનાઇટેડ 7 મેચમાંથી 1 મેચમાં જ જીતી શકી છે અને 5 મેચમાં હારનો સામનો કર્યો છે જ્યારે 1 મેચ ડ્રોમાં પરીણમી હતી.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com