ગુજરાત આણંદથી મુંબઈ જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ટક્કરથી 54 વર્ષીય મહિલાનું મૃત્યુ

0
98

ગુજરાતના આણંદ રેલ્વે સ્ટેશન નજીક મંગળવારે મુંબઈ જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ટક્કરથી 54 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. એક અધિકારીએ અહીં જણાવ્યું કે, મહિલાની ઓળખ બીટ્રિસ આર્ચીબાલ્ડ પીટર તરીકે થઈ છે. આ અકસ્માત સાંજે 4.37 કલાકે થયો હતો જ્યારે તે ટ્રેક ક્રોસ કરી રહી હતી. રેલવે પોલીસે જણાવ્યું કે, અમદાવાદની રહેવાસી મહિલા આણંદમાં તેના સંબંધીને મળવા જઈ રહી હતી. ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી મુંબઈ સેન્ટ્રલ તરફ જઈ રહી હતી.

રેલવે પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે ગુજરાતના આણંદ રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું કોઈ સ્ટોપેજ નથી. મામલાની તપાસ ચાલી રહી છે. નોંધનીય છે કે છેલ્લા એક મહિનામાં આ ટ્રેનની અડફેટે પશુઓના મોત થયાના ઓછામાં ઓછા ત્રણ બનાવો બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બરે આ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.

પશ્ચિમ રેલવેના પોલીસ અધિક્ષક રાજેશ પરમારે મંગળવારે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ટ્રેકની નજીક રિપેરિંગ અને એન્જિનિયરિંગનું કામ ચાલી રહ્યું હતું. જેના કારણે ટ્રેનની બારીઓના કાચમાં કેટલાક ગટ્ટા ઘૂસી ગયા હતા. જેથી કાચ તૂટી ગયો હતો. આ કોઈ પથ્થરબાજીનો મામલો નથી. ઘટના સમયે ઓવૈસી બારીથી દૂર બેઠા હતા. તૂટેલી બારી બદલવામાં આવી છે. નાયબ પોલીસ અધિક્ષક રેન્કના અધિકારી આ મામલાની વિગતવાર તપાસ કરી રહ્યા છે.

બીજી તરફ વારિસ પઠાણે સોમવારે રાત્રે સુરતમાં એક રેલીમાં દાવો કર્યો હતો કે ટ્રેનની બારી પર એક પછી એક બે પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. પથ્થરો એટલા ભારે હતા કે બારીના કાચ તૂટી ગયા હતા. ઓવૈસી અને તેના સાથીઓ બારીથી થોડે દૂર બેઠા હતા. વારિસ પઠાણે પૂછ્યું શું થઈ રહ્યું છે મોદીજી? ક્યારેક વંદે ભારત ટ્રેન દ્વારા પશુઓને કચડવામાં આવે છે, તો ક્યારેક પથ્થરમારો કરવામાં આવે છે. વારિસ પઠાણે કહ્યું કે ભલે તમે પત્થરો ફેંકો, આગ લગાવો, પરંતુ હકનો અવાજ બંધ નહીં થાય. પઠાણે એવો પણ દાવો કર્યો હતો કે તેની પાસે આ ઘટનાના ફોટોગ્રાફ્સ છે.

પોતાના ટ્વિટર હેન્ડલ પર વારિસ પઠાણે ટ્રેનની બારીના તૂટેલા કાચની તસવીરો શેર કરી છે જેમાં ઓવૈસી અને અન્ય AIMIM સભ્યો બેઠા છે. બીજી તરફ પોલીસ અધિક્ષક રાજેશ પરમારે જણાવ્યું હતું કે આ કોઈ પથ્થરબાજીનો મામલો નથી. છ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના જવાનો અને ત્રણ સરકારી રેલવે પોલીસ (GRP)ના કર્મચારીઓ વંદે ભારત કોચના ચાર દરવાજા પર ઊભા હતા જેમાં ઓવૈસી મુસાફરી કરી રહ્યા હતા. સમારકામનું કામ ચાલતું હોવાથી ટ્રેન ધીમી ગતિએ આગળ વધી રહી હતી. બારી પર કંઈક અથડાતાં કાચ તૂટી ગયો.