ખરાબ સમયમાં સાથ આપ્યો- કોહલીએ જીતની ક્રેડિટ અનુષ્કાને આપી

ક્રિકેટર વિરાટ કોહલીએ તમામ આલોચકોને જોરદાર જવાબ આપતા પોતાની શાનદાર ઇનિંગની મદદથી છઠ્ઠી વન ડે મેચમાં દક્ષિણ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ ભારતે 6 મેચની વન ડે સિરીઝ પર 5-1થી કબજો કરી લીધો છે. મેચ બાદ જ્યારે વિરાટ કોહલીને તેના શાનદાર પ્રદર્શન વિશે પૂછવામાં આવ્યુ તો તેને પોતાની જીતની ક્રેડિટ પત્ની અનુષ્કા શર્માને આપી હતી. મહત્વપૂર્ણ છે કે વિરાટ કોહલીએ 129 રનની ઇનિંગ રમી વન ડે કારકિર્દીની 35મી સદી ફટકારી હતી. વિરાટને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.
વિરાટ કોહલીએ મેચ પૂર્ણ થયા પછી કહ્યું, મારા સારા પ્રદર્શન પાછળ મેદાનની અંદર અને બહાર તે લોકો છે જે મારા નજીકના છે. સતત મને સપોર્ટ કરે છે. મારી પત્ની મને સતત પ્રેરિત કરતી રહે છે. તે મારી જીતની ઘણી સારી ક્રેડિટ ડિઝર્વ કરે છે. છેલ્લા કેટલાક સમયથી તેની ઘણી ટીકા થતી રહી છે પરંતુ તે મને માત્ર આ પ્રવાસમાં જ નહીં પરંતુ દરેક ખરાબ સમયમાં મારો સહારો બને છે અને તેનો હું આભારી છું’

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com