શાંતિની વાતો વચ્ચે ભીષણ યુદ્ધ! તેહરાનમાં ઇમામ અલી હોસ્પિટલ પર મિસાઇલ એટેક, ટ્રમ્પના દાવાઓ પર ઉઠ્યા સવાલો

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત છતાં ઇઝરાયેલ-અમેરિકાનો તેહરાન પર હુમલો: ઈમામ અલી હોસ્પિટલને બનાવી નિશાન

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન પરના હુમલા પાંચ દિવસ માટે રોકવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, મંગળવારે ઇઝરાયેલ અને અમેરિકી દળોએ તેહરાનની એક પ્રમુખ હોસ્પિટલ પર ભીષણ હુમલો કર્યો છે. આ હુમલામાં હોસ્પિટલની ઇમારતને ભારે નુકસાન થયું છે અને તમામ તબીબી સેવાઓ ખોરવાઈ ગઈ છે.

ઈરાનની સરકારીના અહેવાલ મુજબ, દક્ષિણ-પશ્ચિમ શહેર એન્ડીમેશ્કમાં આવેલી ઈમામ અલી હોસ્પિટલ પર અમેરિકા અને ઇઝરાયેલે સીધો હવાઈ હુમલો કર્યો છે. આ હુમલા બાદ હોસ્પિટલને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી છે અને હાલમાં તે સંપૂર્ણપણે સેવા બહાર થઈ ગઈ છે.

- Advertisement -

 iran.jpg

હોસ્પિટલમાં સર્જાયેલી તબાહીનો વીડિયો આવ્યો સામે

સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલો પર આ તબાહીનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હોસ્પિટલના ઓપીડી (OPD), આઈપીડી (IPD) અને ઇમરજન્સી વિભાગો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા છે. એન્ડીમેશ્ક શહેરની આ એકમાત્ર મોટી હોસ્પિટલ હતી, જેના કારણે ગંભીર હાલતમાં રહેલા દર્દીઓને અન્ય શહેરોની હોસ્પિટલોમાં ખસેડવાની ફરજ પડી છે. હોસ્પિટલના મેડિકલ સાધનો, લેબોરેટરી અને કોરિડોરમાં માત્ર કાટમાળ જ જોવા મળી રહ્યો છે.

- Advertisement -

આ હુમલો ખુઝેસ્તાન પ્રાંતના એન્ડીમેશ્ક વિસ્તારમાં કરવામાં આવેલા શ્રેણીબદ્ધ સંયુક્ત હુમલાઓનો એક ભાગ હોવાનું માનવામાં આવે છે.

ઈરાને આ હુમલાને ‘યુદ્ધ અપરાધ’ ગણાવ્યો

ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા હોસૈન કરમાનપુરના જણાવ્યા અનુસાર, હવાઈ હુમલામાં હોસ્પિટલના માળખાને જે નુકસાન થયું છે તે અકલ્પનીય છે. ઈરાન સરકારે આ ઘટનાની આકરી નિંદા કરતા તેને ‘યુદ્ધ અપરાધ’ (War Crime) ગણાવ્યો છે. આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ નાગરિક સ્વાસ્થ્ય સુવિધાઓને યુદ્ધ દરમિયાન નિશાન બનાવી શકાય નહીં.

જોકે, સત્તાવાર રીતે કોઈ મોટી જાનહાનિની ​​પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ સ્થાનિક અહેવાલોમાં એક નિર્દોષ બાળકના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ હુમલાને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સમગ્ર વિસ્તારમાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ છે.

- Advertisement -

iran2.jpg

ટ્રમ્પની મધ્યસ્થી સામે સવાલો

નોંધનીય છે કે માત્ર એક દિવસ પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેહરાન સાથેની તેમની વાતચીત સકારાત્મક રહી છે અને તેમણે હુમલા રોકવાનો આદેશ આપ્યો છે. પરંતુ આ હુમલાએ ટ્રમ્પના દાવાઓ અને અમેરિકા-ઇઝરાયેલના આગામી કદમ પર અનેક સવાલો ઉભા કર્યા છે. આ ઘટનાથી પશ્ચિમ એશિયામાં શાંતિની આશા રાખતા મધ્યસ્થી દેશોને પણ મોટો ઝટકો લાગ્યો છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.