આંતર રાષ્ટ્રીય સિધ્ધાશ્રમ શક્તિપીઠના ગૂરૂજી રાજરાજેશ્વર દ્રારા વસુધૈવ કુટુંબકમનું 18 ફ્રેબ્રુઆરીએ અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યુ છે.

વિશ્વમાં શાંતિ અને ધર્મની અર્થે આંતર રાષ્ટ્રીય સિધ્ધાશ્રમ શક્તિપીઠના ગૂરૂજી રાજરાજેશ્વર દ્રારા યુ.કે.નાં સાંસદ અને ચીફ પોલીસની ઉપસ્થિતિમાં વસુધૈવ કુટુંબકમનું 18 ફ્રેબ્રુઆરીએ અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. વિશ્વમાંં ભારત દેશ દ્રારા 5000 વર્ષથી વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ આપણા માટે એક કુટુંબ સમાન છે ની ફિલોસોફી દુનિયામાં તમામ દેશોને સમાજોને આપવામાં આવી છે. આંતર રાષ્ટ્રીય સિધ્ધાશ્રમ શક્તિપીઠનાંં ગુરૂજી રાજરાજેશ્વર દ્રારા અહિંસા વિશ્વ ભારતનાં ડો. લોકેશ ગુરૂજીની પ્રેરણાથી મહાશિવરાત્રીનાં રોજ ન્યૂ દિલ્લી ખાતે અને 18 ફેબ્રુઆરી 2018નાં રોજ અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે સાંજે 5 થી સાંજે 8 સુધી સંગીત, ભજન, મંત્રોચ્ચાર, ડાન્સ, વિવિધ ધર્મો અને માનંવતા વિવિધ સંતો અને વિવિધ ધર્મોનાં સંદેશાઓ અને એવોર્ડનું વિત્તરણ કરવામાં આવશે.

અમદાવાદ સી.જી. રોડ ખાતે ક્રાઉન પ્લાઝા હોયલમાં યોજાયેલ પ્રેસ મીડિયા વાર્તાલાપમાં બ્રિટનનાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ બોબ બ્લેકમેન, ઇંગ્લેન્ડની મહારાણીનાં અધિકૃત પ્રતિનિધિ અને સ્કોટલેન્ડ યાર્ડનાંં પોલીસ ચીફ સાયમન ઓલન્સ બ્રેન્ટની ઉપસ્થીતિમાં ગુરૂજી રાજરાજેશ્વરજીએ મહેમાનોની લંડન અને પુરા યુ.કે.માં હિન્દુ ધર્મ અને ગુજરાત સમાજનાં નાગરિકોને સંસ્કૃતિની ઓળખ આગળ વધારવા મદદની નોંધ લીધી હતી. ગુરૂજીએ કહ્યું હતુ કે સુપ્રભાતે જ્યારે સુરજ આકાશમાંં ઉગે છે ત્યારે તેનો પ્રકાશએ ફક્ત સુર્યની પૂજા કરતા લોકો માટે જ સિમિત નથી રાખતો પરંતુ વિશ્વમાં સર્વે મનુષ્યો તથા દરેક પ્રકારનાં જીવોને પ્રકાશ આપે છે. તે જ રીતે માનવીએ પણ માનવતા માટે સર્વેને એક કુંટુબ સમાન ગણવું જોઇએ સાંસદ બોબ બ્લેકમેને ગુજરાતમાં નમસ્કાર બોલી અંગ્રેજીમાં મીડિયાને જણાવ્યુ હતુ કે હું 50 થી વધુ વખત ભારત આવ્યો છુ પરંતુ ગુજરાતમાંં મારી પ્રથમ મુલાકાત છે. તેમના મત વિસ્તારમાં ગુજરાતની વસ્તી ખૂબ જ છે. અને ગુજરાતીઓ તેમના વિસ્તારમાં સૌથી સારી પ્રજા છે તેમ વખાણ કર્યા હતા. અને વિવિધ તહેવારો ત્યાં ઉજવણી કરવાામાં આવે તેમ જણાવ્યુ હતુ.
ચીફ સુપ્રીમ ઓફ પોલીસ સાયમન ઓલંન્સ બ્રેનટે યુ.કે. ખાતે ગુરુજી રાજરાજેશ્વરના કાર્યક્રમની મહત્વને સમજીને ટેકો આપવાનો તથા સહયોગ કરવાનું નક્કી કરી જણાવ્યું હતું કે, હૈરો અને લંડનમાં ક્રાઇમ રેટ નીચે લાવવા અને સમાજમાં સુમેળ લાવવા માટે ગુરુજીના પ્રયત્નો આદર્શ છે.આ કાર્યક્રમમાં મેયર કાઉન્સીલર ભગવાનજી ચૌહાણ ખાસ ઉપસ્થીત રહેશે. ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ કૌશિક પટેલ ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાંં અને યુવા રાજકિય નેતાઓ અને વિવિધ ધાર્મિક માન્યતાઓનાં સંતો ખાસ હાજરી આપશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com