વિરાટ કોહલીએ ભાડાના આલીશાન મકાનમાં શરુ કરી ગૃહસ્થી

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્મા પોતાનું ઘર મળે ત્યાં સુધી ભાડના ઘરમાં ગૃહસ્થી વસાવી છે. તેના માટે વિરાટ વર્લીની એક ઈમારતના 40મા માળે ઘર લીધું છે. આ ફ્લેટનું ભાડું 15 લાખ રુપિયા પ્રતિ માસ હશે.
જણાવી દઈએ કે 2016માં વિરાટ વર્લીના એક પ્રોજેક્ટ સ્કાઈ બંગ્લોમાં 8,000 વર્ગ ફૂટનો ફ્લેટ બુક કરાવ્યો હતો, જે હજુ નિર્માણાધીન છે. જેની કિંમત 34 કરોડ રુપિયા છે. માહિતી મુજબ, વિરાટ-અનુષ્કાને પોતાનો ફ્લેટ 2019 સુધીમાં મળશે. આ માટે તેમણે 24 મહિના માટે ભાડાના મકાનમાં રહેવું પડશે.
અમારા સહયોગી NBT પાસે રહેલા દસ્તાવેજ પ્રમાણે આ ફ્લેટનું એગ્રીમેન્ટ 24 મહિના માટે કરવામાં આવ્યું છે. તેના માટે વિરાટે 1.5 કરોડ રુપિયા ડિપોઝિટ જમા કરાવી છે. 2675 વર્ગ ફુટનું આ ઘર એની બેસન્ટ રોડ, વર્લી સ્થિત રહેજા લીજન્ડ ઈમારતના 40મા માળ પર છે.
ઘરની 1 લાખ રુપિયા સ્ટેમ્પ ડ્યુટી છે. વિરાટ કોહલી તરફથી વિકાસ પ્રેમ કોહલી તરીકે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. રાહુલ એસ રહેજા તરફથી મોહન આહુજાએ હસ્તાક્ષર કર્યા છે. ભાડાંના આ ફ્લેટ માટે 1,01,300 રુપિયા સ્ટેમ્પ ડ્યુટી ભરાઈ ગઈ છે.
વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા નેટવર્કિંગ સાઈટ ટ્વિટર પર આ ફ્લેટની બહારની તસવીર પોસ્ટ કરી છે. કોહલીએ લખ્યું છે કે જો તમારા ઘરેથી આવો નજારો દેખાય, તો તમે ક્યાં રહેશો?

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com