Gujarat: ભાજપની સિસ્ટમમાં લેવાતા 2% ભ્રષ્ટાચારની કટકીય સિવાય કોઇને પૈસા આપ્યા તો ચામડી ફેંદી નાંખીશ. આવી ચીમકી 14 માર્ચ 2024માં નવસારી જિલ્લાના જલાલપોરના ભાજપના ધારાસભ્ય આર.સી.પટેલે આપ્યા બાદ સરકારે નવી ખરીદનીતિ લોકસભાની ચૂંટણી જાહેર થાય તેના 3 કલાક પહેલા એકાએક જાહેર કરવી પડી છે. સરકારી કામમા 2 ટકા ભાજપને આપવા પડે છે એવું જાહેરમાં ધારાસભ્યે ભાજપની પોલ ખોલી કહ્યું હતું. ભાજપ સરકારના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બપોરે સત્તાવાર જાહેરાત કરી હતી કે, 2024-25ના એક વર્ષમાં 1 લાખ 50 હજાર કરોડની ખરીદી સરકાર કરશે. એ હિસાબે 2 ટકા ગણવામાં આવે તો રૂપિયા 3 હજાર કરોડ કમિશન ભાજપને ખાનગીમાં મળી શકે છે.…
કવિ: દિલીપ પટેલ
Lok Sabha Election: દેશમાં 18મી લોકસભાની ચૂંટણી 16 માર્ચ 2024માં બપોરના બપોરબાદ 3 વાગ્યે દેશનું ચૂંટણી પંચ જાહેર કરી રહ્યું છે. ત્યારે 4 હજાર શબ્દોમાં 71 વર્ષની ભારતની ચૂંટણીનો ટૂંકો ઇતિહાસ કેવો છે તે સમજાય જાય તેવો છે. 18 ચૂંટણીઓએ ભારતના લોકોને કેવી મજબૂત લોકશાહી આપી છે તેની ઘટનાઓ છે. ભારતીય લોકશાહીને વિશ્વની સૌથી મોટી લોકશાહી કહેવામાં આવે છે. આમાં ત્રણ સ્તરીય ચૂંટણીઓ છે જેમાં લોકસભા, વિધાનસભા અને શહેર કે ગ્રામ પંચાયતની સ્થાનિક સરકારની ચૂંટણી હોય છે. 1952થી 2024 સુધીની 71 વર્ષની ચૂંટણીઓની માહિતી જાણવાથી ભારતની લોકશાહી કેટલી મજબૂત છે તે સમજી શકાશે. જાણો લોકસભા ચૂંટણીનો ટૂંકો ઈતિહાસ… સેંકડો રાજાઓ…
Gujarat: ગુજરાતના વડોદરાના ઈજનેર દ્વારા એવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે, કે નાના ગામનું કે માનવ વસાહતોનું ગટરનું પાણી નાના પાયે શુદ્ધ કરીને તે ખેતરમાં ખેતી કરવા વાપરી શકાય તેમ છે. ઘરેલુ ગંદા પાણીને સ્વચ્છ કરતાં મલ્ટી-સ્ટેજ રિએક્ટર 13 માર્ચ 2024માં વડોદરાના પાદરા નજીકના લુણા ગામે શરૂ કરાયું છે. UDMSR ટેકનોલોજી પાણીની મોટી બચત કરી શકવા સક્ષમ છે. નાનો પ્લાંટ ગામની ગટરનું 30 હજાર લિટર પાણી શુદ્ધ કરી શકે છે. આ સિસ્ટમ દ્વારા સ્વચ્છ થયેલું પાણી ખેતરમાં સીધું વાપરી શકાય છે. બગીચામાં વાપરી શકાય છે. ખેડૂતો પોતે આવા પ્લાંટ ખરીદી શકે એટલી ઓછી કિંમતના રહેશે. ખેતીને આ પાણી નુકસાન કરતું નથી.…
Gujarat: વડાપ્રધાન મોદીના વતન ઉત્તર ગુજરાતમાં 110 દાવેદારો છે. જેમાં પાટણ – 11, બનાસકાંઠા – 31, સાબરકાંઠા – 34, મહેસાણા – 34 દાવેદારો મળીને તેના હરીફને હરાવવા માટે કામ કરશે કે કેમ તે એક મોટો સવાલ છે. ગુજરાતમાં સૌથી વધારે 34 દાવેદારો મહેસાણા બેઠક પર ભાજપમાંથી હતા. મહેસાણા મત વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગામ વડનગર આવે છે, અનંદીબેન પટેલ પણ ઉત્તર ગુજરાતના છે અને અમિત શાહનું મોડાસા આવે છે. અહીં ઘણાં લોકો ચૂંટણી લડવા માંગતા હતા. પણ તેમને ઉમેદવારી મળશે કે કેમ તે એક સવાલ હતો. પોરબંદર બેઠક પરથી પૂર્વ મુખ્ય પ્રધાન રૂપાણી અને મહેસાણા બેઠક પરથી નીતિન પટેલના નામ…
Central Gujarat : મધ્ય ગુજરાત – ગાંધીનગર – અમદાવાદની બેઠકો પર ભાજપમાં ચૂંટણી લડવા માંગતા 138 દાવેદારો હતા તેમાં ઉમેદવાર જાહેર કર્યા ન હોય એવા નેતાઓ નડશે કે તારશે એ સવાલ આજે પુછવામાં આવી રહ્યો છે. ગાંધીનગર – 01, અમદાવાદ પશ્ચિમ – 20, અમદાવાદ પૂર્વ – 20, આણંદ – 22, વડોદરા – 18, પંચમહાલ – 30, છોટા ઉદેપુર – 27 મળીને કૂલ 138 દાવેદારો છે. ગાંધીનગર ભાજપમાં કેવું એક હથ્થું શાસન ચાલે છે તેનું ઉત્તમ ઉદાહરણ ગાંધીનગર લોકસભાની બેઠક છે. જ્યાં એક સમયે લોકશાહીના પ્રખર હિમાયતી અટલબિહારી બાજપેયી ચૂંટાયા હતા ત્યાં અમિત શાહનું એક જ નામ આવવા દેવામાં આવ્યું હતું.…
Gujarat Valsad દક્ષિણ ગુજરાતમાં લોકસભાની 4 બેઠક ઉપર 46 દાવેદારો ભાજપમાં છે. તેઓ ચૂંટણી લડવા માંગતા હતા. પણ 42 મહત્વકાંક્ષી નેતાઓને ચૂંટણી યુદ્ધથી દૂર રખાયા છે. ભાજપ માટે વલસાડ અને બારડોલી બેઠક આંતરિક ઉન્માદ ભરેલો છે. નવસારીમાં ચંદ્રકાંત પાટીલ સામે કોઈને ઉમેદવાર તરીકે ઊભા રહેવા દેવામાં આવ્યા ન હતા. તેઓ વૃદ્ધ થઈ ગયા હોવા છતાં યુવાનોને રાજકારણમાં આવવા દેવા માંગતા ન હોય તેમ બીજા કોઈ દાવેદાર ન હતા. વલસાડ – 15 બારડોલી – 15 નવસારી – 01 સુરત – 15 લોકસભાની 26 બેઠકો પર ભાજપના 443 દાવેદાર, 10 બેઠક પર ખટપટ છે. જેમાં વલસાડ એક છે. કેન્દ્ર સરકારનો કાર્યકાળ 30 મે, 2024ના રોજ…
Gold Price Today : આજે 12મી માર્ચ 2024ના રોજ સોનાની કિંમત: સોનાની ભાવિ કિંમત 65,980 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતી જોવા મળે છે. તે જ સમયે, ચાંદીના વાયદામાં પ્રતિ કિલોગ્રામ રૂ. 74,501 પર કારોબાર થતો જોવા મળ્યો હતો. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે સવારે સોનાના સ્થાનિક વાયદાના ભાવમાં મામૂલી ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો. MCX એક્સચેન્જ પર, 5 એપ્રિલ, 2024 ના રોજ ડિલિવરી માટેનું સોનું મંગળવારે સવારે 0.08 ટકા અથવા રૂ. 55 ઘટીને રૂ. 65,980 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં સોમવારે 24 કેરેટ સોનાની કિંમત 66,400…
Gujarat: પ્રાંતિજના ખેડૂત કલ્પેશ પટેલને એક મહિના પહેલાં તેના લંડનમાં રહેતાં પુત્રના લગ્નના દિવસે જ ગુજરાત સરકારે શ્રેષ્ઠ ખેતી માટેનો પુરસ્કાર આપ્યો હતો. તેઓ બ્રોકલીની ખેતી 10 વર્ષથી કરી રહ્યાં છે. 50 હજારનો એવોર્ડ મહિના પહેલાં મળ્યો હતો. 24 ડિસેમ્બર 2023માં સન્માન અમદાવાદમાં સન્માન કરાયું હતું. ત્યારે 7 ખેડૂતોને આત્માનો શ્રેષ્ઠ ખેડૂતનો પુરસ્કાર મળ્યો હતો. કલ્પેશભાઈ કહે છે કે, પહેલાં વર્ષે જ્યારે તેમણે ખેતી કરી ત્યારે આ ફુલ શાક લેવા માટે પ્રાંતિજમાં કોઈ તૈયાર ન હતું. બધા બ્રોકોલીને આશ્ચર્યથી જોતા હતા. તેઓ આ શાકને અમદાવાદ લઈ ગયા જ્યાં તેમને 10 વર્ષ પહેલાં એક કિલોના રૂ.50નો ભાવ મળ્યો હતો. હવે તેમની…
Gujarat Lok Sabha: કેન્દ્ર સરકારનો કાર્યકાળ 30 મે, 2024ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટણી લડવા માંગતા હોય એવા 26 લોકસભાની બેઠક ઉપર 443 દાવેદારો નોંધાયા છે. જેમાંથી 104 દાવેદારોને ઉમેદવાર બનાવવા પેનલમાં નામો મોકલાયા હતા. જેમાં ઘણા ઉમેદવારો તો એવા છે કે તે તેના પક્ષના સત્તાવાર ઉમેદવારને નડે તેમ છે. 10 બેઠક પર આંતરિક વિખવાદો દાહોદ, ભરૂચ, જામનગર, વડોદરા, વલસાડ, આણંદ, પાટણ, બારડોલી, રાજકોટ, પોરબંદર બેઠકો પર ઉમેદવારોમાં આંતરીક ટખા છે. તેઓ જાહેરમાં કે ખાનગીમાં સત્તાવાર ઉમેદવારને પછાડવા રાજકીય કાવાદાવા કરી શકે છે. પ્રદેશ સંસદીય બોર્ડમાં પ્રથમ વખત સાંસદ-ધારાસભ્યોને બાકાત રખાયા હતા. સંસદીય બોર્ડમાં શહેર-જિલ્લાના પ્રમુખ, મહામંત્રીઓ તેમજ પ્રભારી હતા. તેથી ચૂંટાયેલાં પ્રતિનિધિઓ ઘણી બેઠકો પર…
Gujarat: ભારતમાં લોસસભાની ચૂંટણી પૂરી થતાં નવી સરકાર જો ભાજપની બનશે તો દેશ સરમુખત્યારશાહીમાં ફેરવાઈ જવાનો છે. 2018થી તો સરમુખત્યારશાહી પગ કરી ચૂકી છે. હવેનો સમય ખતરનાક હોઈ શકે છે. તેમાં ગુજરાતમાં લોકશાહીને ખતમ કરવા માટેની 10 જેટલી સ્વતંત્ર સંસ્થાઓ હવે સત્તાની એડી નીચે આવી ગઈ છે. ત્યારે આ અહેવાલ આગામી સમયમાં શું થવાનું છે તેની ઝસક આપે છે. વી-ડેમ અહેવાલમાં કુલ 60 દેશોમાં આપખુદશાહીનું મોજું નોંધનીય હોવાનું કહે છે. 9 દેશ આવા છે કે જ્યાં લોકશાહી હતી પણ હવે સરમુખત્યારશાહી આવી ગઈ છે. જેમાં ભારત 200 દેશમાં સરમુખત્યારશાહીમાં 10 દેશોમાં સ્થાન પર આવીને ઊભું છે. જે લોકો અને લોકશાહી…