–પર્યાવરણનું જાહેરમાં નખ્ખોદ વાળતા તત્વો સામે કાર્યવાહી કરવામાં તંત્રને ચૂક આવે છે! –સુરત અને નવસારી જિલ્લામાં ધમધમતા ગેરકાયદે ઈંટના ભઠ્ઠા કોણ બંધ કરાવશે? –કછોલી, કપ્લેથા અને લાજપોર હદ વિસ્તાર તેમજ ડાભેલ, આસણા અને ચોખડ ગામ વિસ્તારમાં ગેરકાયદે ઈંટના ભઠ્ઠા ચાલી રહયા છે છતાં કોઈ કાર્યવાહી કેમ નહિ? –ભઠ્ઠાઓમાં ઈંટ પકવવા માટે પોલાસ્ટિક સહીત ઝેરી કેમિકલનો ઉપયોગ કરતા હોવાની વાત છતાં જવાબદાર વિભાગની ચૂપકીદી અનેક સવાલો ઉભા કરે છે –ગેરકાયદે ઇટના ભઠ્ઠામાં કેમિકલનો દુરૂપયોગ અને તેમાંથી ફેલાતા ધુમાડાથી લોકો પરેશાન થઈ ગયા છે અનેક જગ્યાએ જમીનો ખોદી ખોદી મોટા ખાડાઓ પાડવામાં આવી રહ્યા છે છતાં ખનીજ વિભાગ કઈ કરતું કેમ નથી?…
કવિ: Halima shaikh
-સરકારી તંત્ર જીપીસીબી બેફિકર હોવાનું સામે આવી રહ્યું છે -સુરતમાં પર્યાવરણનું નખ્ખોદ વાળનારાઓને કોણ છાવરી રહ્યું છે? -પાંડેસરા જીઆઈડીસીના સીઈટીપીના મુખ્ય ચેરમેન નારાયણ પ્રોસેસર્સના જીતુભાઈ વખારીયા અને પાંડેસરા જીઆઈડીસીના કમલવિજય તુલશ્યાન આ મામલે જનતાને જવાબ આપે! સુરતની જીવનજ્યોત ખાડીમાં છોડવામાં આવી રહેલું ગંદુ પાણી પર્યાવરણનું નખ્ખોદ વાળી રહ્યું છે છતાં સબ સલામતની પીપુડી વગાડવામાં આવી રહી છે. પાંડેસરાના સીઈટીપી પ્લાન્ટથી થોડા અંતરેજ પસાર થઈ રહેલી જીવન જ્યોત ખાડીમાં પાંડેસરા જીઆઇડીસી સ્થિત કેટલાક એકમો બિન્દાસ અને ખુલ્લેઆમ ઝેરી પાણી ખાડીમાં છોડી રહયા છે. કેમીકલ યુનિટો અને સીઈટીપી પ્લાન્ટના જવાબદારો શંકાના પરિઘમાં રહયા છે છતાં સરકારી તંત્ર જીપીસીબી તપાસ કરવામાં નિષ્ફળ જોવા…
પોલીસખાતામાં નોકરી કરતા પોલીસ ઇન્સપેક્ટરે હોળી ઉપર પત્ની સાથે જવા રજા માંગી છે તેમનું કહેવું છે કે છેલ્લા 22 વર્ષથી તેઓની પત્ની હોળી મનાવવા પિયરમાં ગઈ નથી. ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જિલ્લામાં પોલીસ ઈન્સ્પેક્ટરનો એક પત્ર ખુબજ વાયરલ થયો છે. પોલીસ ઈન્સ્પેક્ટરે પત્રમાં લખ્યું કે સાહેબ, હોળીના તહેવાર પર મને રજા આપો. સાહેબ 22 વર્ષથી હોળીના તહેવાર પર પત્ની તેના પિયરના ઘરે ગઈ નથી. આ વખતે તે તેની સાથે હોળી પર જવાનો આગ્રહ કરી રહી છે. આ વાતને લઈ પત્ની ખૂબ જ નારાજ છે. જેથી આપ સાહેબને નમ્ર વિનંતી છે કે આ સમસ્યાને સહાનુભૂતિપૂર્વક ધ્યાનમાં રાખી મહેરબાની કરીને પોતાને તા.4 માર્ચથી…
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાને રાજ્યની તિજોરી (તોશાખાના)માંથી કરોડો રૂપિયાની ભેટ ખૂબ જ સસ્તા ભાવે વેચવા મામલે પોલીસ ઇમરાન ખાનની ધરપકડ કરવા તેમના ઘરે પહોંચી હતી. ઇસ્લામાબાદ પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે જ્યારે એસપી તેમના રૂમમાં પહોંચ્યા ત્યારે ઇમરાન ત્યાં હાજર હતાં નહીં. પોલીસનો આરોપ છે કે તેઓ ધરપકડથી બચવાની કોશિશ કરી રહ્યા છે. આ અગાઉ પાકિસ્તાની મીડિયા ‘જિયો ન્યૂઝ’ના અહેવાલો હતા કે ઇમરાન ખાન લાહોરના જમાના પાર્કવાળા ઘરમાં જ છે અને તેમની ઇસ્લામાબાદ પોલીસ કરી શકે છે જેઓને 7 માર્ચના રોજ ઇસ્લામાબાદ કોર્ટમાં હાજર કરવામાં આવશે. ઇસ્લામાબાદ પોલીસે ઇમરાન ખાનની ધરપકડમાં અડચણ ઊભી ન કરવા PTIના કાર્યકર્તાઓને ચેતવણી આપી…
વડોદરા શહેરમાં સંયુક્ત જમીન મિલ્કત વિવાદમાં હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે અને મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે. શહેરના મચ્છી પીઠ કાગડીવડમાં રહેતા અને જમીન લે વેચનો ધંધો કરતા ફિરોઝ ખાન કાસમખાન પઠાણે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ફતેપુરામાં મારા માતા, માસી તેમજ મામાના નામે સંયુક્ત માલિકીની જમીન આવેલી છે. જે મિલકત અંગે સિવિલ કોર્ટમાં દાવો ચાલે છે તેમાં બીજી તારીખે એવી દલીલ કરવામાં આવી હતી કે મિલકત પર રીનોવેશનનું કામ ચાલે છે જેથી અમારા વકીલે અમને મિલકત પર બાંધકામ ચાલતું હોવાના પુરાવા રજૂ કરવા કહ્યું હતું. પરંતુ મિલકત પર અમે જઈએ તો માથાભરને ગુંડા તત્વો અમને નુકસાન કરે તેવું…
રાજ્યમાં ભારે ચકચાર જગાવનાર બોગસ પીએસઆઈ મયૂર તડવી પ્રકરણમાં કરાઈ એકેડેમીમાં એન્ટ્રી કરી ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી ત્યાં સુધી જવાબદાર અધિકારીઓને ખબર કેમ ન પડી ? તે કેસમાં બેદરાકારી દાખવનારા બે પોલીસ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય પીએસઆઈ ભરતીનું વેરિફિકેશન કરનારા એસઆરપીના ચાર જવાનોને પણ સસ્પેન્ડ કરાયા બાદ આ મામલાની વધુ તપાસ કરાઈ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપલને સોંપવામાં આવી છે ત્યારે આ આખો મામલો બહાર લાવનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પણ સરકારનો આભાર માન્યો છે અને કહ્યું છે કે, આ મુદ્દે સંપૂર્ણ તપાસ થવી જોઈએ. સત્યડે સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું કે આ કેસમાં સંપૂર્ણ તપાસ અને જવાબદારોને કડક સજા…
રાજ્યમાં કમોસમી વરસાદ ચાલુ છે અને હજુ નવમી માર્ચ સુધી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી થઈ છે ત્યારે આજે પણ આગાહી મુજબ વરસાદ થઈ શકે છે. બનાસકાંઠા,અમદાવાદ, તાપી,ડાંગ,વલસાડ,વડોદરા,સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં અમરેલી,ભાવનગર તેમજ વલસાડમાં વરસાદ પડ્યો છે હવામાન વિભાગના જણાવ્યાં મુજબ પ્રેમોસૂન એક્ટિવિટીના ભાગરૂપે ડાંગ તાપી નર્મદામાં 7 માર્ચે વરસાદ થશે. , 8 માર્ચેબનાસકાંઠા,સાબરકાંઠા,દાહોદ, નર્મદા, ડાંગ તાપી છોટાઉદેપુર, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢમાં કમોસમી વરસાદ થશે. જ્યારે 9મી માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, તાપી, નર્મદા રાજકોટ, ભાવનગર, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. કમોસમી વરસાદ ક્યાં પાકને પહોંચાડશે નુકસાન કમોસમી વરસાદ પડતાં રવિ પાકને પારવાર નુકસાન…
દેશમાં કોરોના જેવાજ લક્ષણો ધરાવતો નવો વાયરસ જોવા મળતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. ICMRના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ફલ્યુએન્ઝા વાયરસનો એક સબ-ટાઈપ એચ3એન2 (H3N2) છેલ્લા બે-ત્રણ મહિનાથી જોવા મળ્યો છે. દેશના ઘણા ભાગોમાં લોકોમાં સમાન સ્ટ્રેનના લક્ષણો જોવા મળ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, અન્ય સબ-ટાઇપ કરતાં આ વેરિયન્ટને કારણે લોકોને હોસ્પિટલમાં વધુ દાખલ કરવામાં આવે છે,માથાનો દુખાવો, ઉધરસ, તાવ જેવા લક્ષણો દર્દીઓમાં જોવા મળે છે આ દર્દીઓ ઇન્ફલ્યુએન્ઝા એ વાઇરસના H3N2 સ્ટ્રેઇનથી સંક્રમિત ફ્લૂના દર્દીને 2-3 દિવસ સુધી સખત તાવ આવે છે. દર્દીમાં સતત બે અઠવાડિયા સુધી ખાંસી આવવા ઉપરાંત શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં બળતરા થવી વગરે…
અમેરિકાના કેલિફોર્નિયાના 13 શહેરોમાં બરફીલા તોફાનમાં 9 લોકોના મોત થઈ ચૂક્યા છે,100 લોકોને બચાવી લેવાયા છે તંત્ર દ્વારા ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે. કેલિફોર્નિયામાં હિમવર્ષાના કારણે 70 હજારથી વધુ ઘરોમાં વીજળી ખોરવાઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં 18-24 ઈંચ હિમવર્ષા થવાની આગાહી કરવા સાથે તંત્ર એલર્ટ થઈ ગયું છે.
ભાવનગરમાં પાલિકાની ટીમ ઉપર હુમલો થતા ભારે દોડધામ મચી ગઇ હતી વિગતો મુજબ અહીંના ચિત્રા વિસ્તારમાં મનપાના દબાણ હટાવ સેલ પર રાત્રી સમયે હુમલો થયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે,વિગતો મુજબ 20 થી 25 અજાણ્યા ઈસમોએ પથ્થરમારો કર્યો હતો. અહીં આવેલી શેરે પંજાબ હોટલ નજીક ઉભેલા દબાણ વિભાગના ટ્રક જેવા વાહનો ઉપર અજાણ્યા લોકોના ટોળાઓએ હુમલો કરતા મનપાના ઓફિસરો પોતનો જીવ બચાવવા માટે ભાગદોડ મચી હતી અને પરિસ્થિતિમાં તંગદિલી વ્યાપી જતા ભારે ભાગદોડના દ્રશ્યો જોવા મળ્યા હતા. બોર તળાવ પોલીસને આ ઘટના અંગેની જાણ થતાં પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે ધસી જઈ કાર્યવાહી હાથ ધરી મામલો થાળે પાડ્યો હતો.